Viyahapannatti 166
Viyāhapannatti: ṭīkānusārī vivecana 166
- Language
- Gujarati
166
‘ભગવતી’ સૂત્ર-૧૦૫, ૧૦૬ :– [૨/૧/૧૦૫, ૧૦૬]
[૧૦૫] (શતક-૨-માં દશ ઉદ્દેશા છે.) – ૧-ઉચ્છ્વાસ અને સ્કંદક, ૨-સમુદ્ઘાત, ૩-પૃથ્વી, ૪-ઈન્દ્રિય, ૫-અન્યતીર્થિક, ૬-ભાષા, ૭-દેવ, ૮-ચમરચંચા, ૯-સમયક્ષેત્ર, ૧૦-અસ્તિકાય.
[૧૦૬] તે કાળે, તે સમયે રાજગૃહ નામે નગર હતું. વર્ણન, સ્વામી સમોસર્યા, પર્ષદા નીકળી, ધર્મ કહ્યો. પર્ષદા પાછી ફરી. તે કાળે તે સમયે જ્યેષ્ઠ શિષ્ય યાવત્ પર્યુપાસતા આમ બોલ્યા –
ભગવન્! જે આ બે-ત્રણ-ચાર-પાંચ ઈન્દ્રિયવાળા જીવો છે, તેઓના અંદર-બહારના ઉચ્છ્વાસ-નિઃશ્વાસને જાણીએ છીએ, જોઈએ છીએ, પણ જે આ પૃથ્વીકાયિક, વનસ્પતિકાયિક એકેન્દ્રિય જીવો છે, તેઓના અંદર-બહારના ઉચ્છ્વાસ-નિઃશ્વાસને જાણતા નથી, દેખતા નથી. ભગવન્! આ જીવો અંદર-બહારના ઉચ્છ્વાસ-નિઃશ્વાસ લે છે? હા, ગૌતમ! આ જીવો પણ શ્વાસોચ્છ્વાસ લે છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit