Viyahapannatti 168
Viyāhapannatti: ṭīkānusārī vivecana 168
- Language
- Gujarati
168
‘ભગવતી’ સૂત્ર-૧૦૭ :– [૨/૧/૧૦૭]
ભગવન્! જીવો કેવા પ્રકારના દ્રવ્યોને શ્વાસમાં લે છે અને મૂકે છે? ગૌતમ! દ્રવ્યથી અનંત પ્રદેશિક દ્રવ્યો, ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશાવગાઢ, કાળથી કોઈ પણ સ્થિતિક, ભાવથી વર્ણ-ગંધ-રસ-સ્પર્શવાળા દ્રવ્યોને અંદર-બહારના શ્વાસોચ્છ્વાસમાં લે છે - મૂકે છે
ભગવન્! તેઓ શું એક વર્ણવાળા દ્રવ્યોને શ્વાસ-ઉચ્છ્વાસમાં લે છે - મૂકે છે? ગૌતમ! અહીં આહારગમ જાણવો યાવત્ ત્રણ-ચાર-પાંચ દિશાથી [શ્વાસના અણુ લે છે.]
ભગવન્! નૈરયિક કેવા દ્રવ્યોને શ્વાસમાં લે છે૦? ગૌતમ! પૂર્વવત્ જાણવું યાવત્ છ એ દિશામાંથી લે છે૦.
જીવો અને એકેન્દ્રિયોને વ્યાઘાત, નિર્વ્યાઘાત મુજબ કહેવા. બાકીના નિયમા છ દિશામાંથી શ્વાસના૦ અણુ લે છે.
ભગવન્! વાયુકાય, વાયુકાયોને જ અંદર-બહારના શ્વાસમાં લે છે - મૂકે છે? હા, ગૌતમ! વાયુકાયને જ યાવત્ લે છે૦
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit