Pramāṇa · Search · About · API

Viyahapannatti 186

Viyāhapannatti: ṭīkānusārī vivecana 186

Language
Gujarati

186

વિવેચન :–૧૧૮
સમુદ્ઘાત શું છે? સમ્‌ - એકમેક થવું, ઉત્‌ - પ્રબળતાથી, ઘાત - હણવું. એકીભાવથી પ્રબળતાથી હનન. કોની સાથે એકીભાવ? જેમ કોઈ જીવ વેદનાદિ સમુદ્ઘાતવાળો હોય, તો વેદનાદિ અનુભવ જ્ઞાનની સાથે એકીભાવ થાય છે. પ્રબળતાથી ઘાત કઈ રીતે? જેથી વેદનાદિ સમુદ્ઘાત પરિણત, ઘણા વેદનિયાદિ કર્મપ્રદેશોને જે કાળાંતરે વેદવા યોગ્ય છે, તેને ઉદીરણાકરણથી ખેંચી ઉદયમાં લાવીને આત્મ પ્રદેશોથી જુદા કરે તે. વેદનાદિ સમુદ્ઘાત પ્રજ્ઞાપનામાં જોવા. તેમાં ‘છાદ્મસ્થિક સમુદ્ઘાત કેટલા કહ્યા છે?’ ઈત્યાદિ સૂત્રો વર્જવા.
સમુદ્ઘાત પદ પ્રજ્ઞાપનામાં ૩૬-મું છે. તે આ પ્રમાણે – ભગવન્‌! સમુદ્ઘાતો કેટલા કહ્યાં? ગૌતમ! સાત. તે આ - વેદના, કષાય ઈત્યાદિ. અહીં સંગ્રહગાથા છે – વેદના, કષાય, મરણ, વૈક્રિય, તૈજસ, આહાર અને કેવલી, જીવ અને મનુષ્યોને આ સાત હોય છે - X - વેદના સમુદ્ઘાતવાળો વેદનીયકર્મ પુદ્ગલોને ખેરવે છે, કષાય સમુદ્ઘાતથી કષાય પુદ્ગલોને, મારણાંતિક સમુદ્ઘાતથી આયુકર્મના પુદ્ગલોને, વૈક્રિય સમુદ્ઘાતવાળો પોતાના પ્રદેશોને શરીરથી બહાર કાઢી શરીરની જાડાઈ-પહોળાઈ પ્રમાણે સંખ્યાત યોજન લાંબો દંડ બહાર કાઢે છે. કાઢીને પૂર્વબદ્ધ સ્થૂળ વૈક્રિય શરીર નામ કર્મ પુદ્ગલોનો નાશ કરે છે, સૂક્ષ્મ પુદ્ગલોને લે છે. - X –
આ રીતે તૈજસ, આહારક સમુદ્ઘાતની પણ વ્યાખ્યા કરવી. કેવલી સમુદ્ઘાતવાળા કેવલી વેદનિયાદિ કર્મપુદ્ગલોને ખેરવે છે. આ સર્વે સમુદ્ઘાતોમાં શરીરથી જીવપ્રદેશોનું નિર્ગમન થાય, બધાંનું કાળમાન અંતર્મુહૂર્ત્ત છે. માત્ર કેવલિ સમુદ્ઘાત આઠ સમયનો છે. એકથી ચાર ઈન્દ્રયોવાળાને પહેલાં ત્રણ સમુદ્ઘાત, વાયુકાય અને નારકીને ચાર, દેવો અને પંચેન્દ્રિય તિર્યંચોને પાંચ અને મનુષ્યોને સાતે સમુદ્ઘાત હોય છે.

Linked texts (1)