Pramāṇa · Search · About · API

Viyahapannatti 195

Viyāhapannatti: ṭīkānusārī vivecana 195

Language
Gujarati

195

વિવેચન :–૧૨૩
મરીને દેવ થયેલ નિર્ગ્રન્થ કરણરૂપે પરિચારણા કરતો નથી. એમ સંબંધ જોડવો. તે દેવલોકમાં પોતાનાથી જુદા દેવોને તથા બીજા દેવોની દેવીને વશ કરીને કે આલિંગીને પરિભોગ કરતો નથી. પોતાની દેવી સાથે પણ નહીં, પરંતુ પોતાનું સ્ત્રી અને પુરુષપણે બનાવીને વિલાસ કરે છે. અર્થાત્‌ પરતીર્થિકની આ વક્તવ્યતા છે - જે સમયે સ્ત્રી વેદને વેદે છે, તે સમયે પુરુષવેદને વેદે છે૦ ઈત્યાદિ.
આ તેઓનું મિથ્યાત્વ છે. સ્ત્રીરૂપ કરે તો પણ, તે દેવને પુરુષત્વથી એક સમયે તેને પુરુષ વેદનો જ ઉદય હોય, સ્ત્રીવેદનો નહીં. અથવા સ્ત્રીવેદની પરિવૃત્તિથી સ્ત્રીવેદનો ઉદય હોય, પુરુષ વેદનો નહીં. કેમ કે તે બંને પરસ્પર વિરુદ્ધ છે. દેવલોકે ઉત્પન્ન થાય. મોટી ઋદ્ધિવાળો અને યાવત્‌ શબ્દથી મહાદ્યુતિક, મહાબલી, મહાયશસ્વી, મહાસુખી, મહાનુભાગી, હારથી શોભતા હૃદયવાળો, કડાં અને બહેરખાંથી સ્તંભિત ભૂજાવાળો, હાથનાં ઘરેણાં, કાનન કુંડલ ધારણ કરનાર, ચળકતા ગાલવાળો, કાનના ઘરેણાંને ધારણકર્તા, તથા વિચિત્ર હસ્તાભરણવાળો, મસ્તકે વિચિત્ર માળા અને મુગટ પહેરતો, વળી ઋદ્ધિ-દ્યુતિ-પ્રભા-છાયા-અર્ચિ-તેજ-લેશ્યા વડે દશે દિશાને ઉદ્યોતિત કરતો. તેમાં ઋદ્ધિ - પરિવારાદિ, દ્યુતિ - ઈષ્ટ વસ્તુનો સંયોગ, પ્રભા - યાન આદિની, દીપ્તિ, છાયા - શોભા, અર્ચિઃ શરીર ઉપર રહેલ તેજનો ચળકાટ, તેજ - શરીરનો ચળકાટ, લેશ્યા - દેહવર્ણ આ શબ્દો એકાર્થક છે. પ્રકાશકરણથી દિશાઓને શોભાવતો યાવત્‌ શબ્દથી જોનારના ચિત્તને પ્રસન્નતા પમાડતો, જેને જોતા આંખ ન થાકે, મનોજ્ઞરૂપ, તેનું રૂપ જોનારની આંખે તરે એવો એ દેવ છે. [મૂળ વાત] એક જીવ એક કાળે એક જ વેદ વેદે.
પરિચારણાથી જ ગર્ભ રહે તેથી ગર્ભપ્રકરણ કહે છે –

Linked texts (1)