Pramāṇa · Search · About · API

Viyahapannatti 20

Viyāhapannatti: ṭīkānusārī vivecana 20

Language
Gujarati

20

‘ભગવતી’ સૂત્ર-૯ :– [૧/૧/૯]
ત્યારપછી જાત શ્રદ્ધ, જાત સંશય, જાત કુતૂહલ, ઉત્પન્ન શ્રદ્ધ, ઉત્પન્ન સંશય, ઉત્પન્ન કુતૂહલ, સંજાત શ્રદ્ધ, સંજાત સંશય, સંજાત, કુતૂહલ, સમુત્પન્ન શ્રદ્ધ, સમુત્પન્ન સંશય, સમુત્પન્ન કુતૂહલ ઉત્થાન વડે ઊભા થાય છે, ઉત્થાન વડે ઊભા થઈને શ્રમણ ભગવંત મહાવીર પાસે આવે છે, આવીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી વંદે છે, નમે છે, નમીને ન અતિ નજીક, ન અતિ દૂર એ રીતે સન્મુખ, વિનય વડે અંજલિ જોડી, ભગવંતના વચનને શ્રવણ કરવાને, નમતા અને પર્યુપાસતા આમ બોલ્યા –
(૧) ચાલતું તે ચાલ્યું? (૨) ઉદીરાતું તે ઉદીરાયું? (૩) વેદાતું તે વેદાયું? (૪) પડતું તે પડ્યું? (૫) છેદાતું તે છેદાયું? (૬) ભેદાતું તે ભેદાયું? (૭) બળતું તે બળ્યું? (૮) મરતું તે મર્યું? (૯) નિર્જરાતું તે નિર્જરાયું? [એમ કહેવાય?]

Linked texts (1)