Pramāṇa · Search · About · API

Viyahapannatti 203

Viyāhapannatti: ṭīkānusārī vivecana 203

Language
Gujarati

203

વિવેચન :–૧૨૩
આઢ્ય - ધનધાન્યાદિથી પરિપૂર્ણ, દિત્ત - પ્રસિદ્ધ અથવા દૃપ્ત - ગર્વિત, જેઓના વિશાળ અને પ્રચુર ઘરો શયન-આસન-વાહન વડે ભરેલાં રહેતા અથવા તેમના ઘર વિશાળ અને ઊંચા હતા. તેઓના શયન-આસન-યાન-વાહન સુંદર હતા. તેમાં યાન - ગંત્રી આદિ, વાહન - અશ્વ આદિ. તેમની પાસે ગણિમાદિ ઘણું ધન અને ઘણું સોનું-રૂપું હતા. તેઓ આયોગ - નાણાંને બમણું, ત્રણગણું કરવા વ્યાજે ધીરવા, પ્રયોગ - કોઈ જાતનો કલાહુન્નર. તે બંનેમાં ચતુર હતા. ઘણાં લોકો જમતા હોવાથી ઘણો એઠવાડ રહેતો. અથવા ખાન-પાન ઘણાં અને વિવિધ પ્રકારના હતા, અનેક દાસ-દાસી હતા. અનેક ગાય-પાડાં અને ઘેટાં હતા. ઘણાં લોકો પણ તેનો પરાભવ કરી શકતા નહીં.
આસ્રવ આદિમાં - કાયિકી આદિ ક્રિયા, ગંત્રી, યંત્રાદિ અધિકરણ, આશ્રવાદિનું હેયોપાય સ્વરૂપના જ્ઞાતા. અત્યંત સમર્થ હોવાથી બીજાની સહાયને ન લેનારા. દેવો પણ ચલિત કરવા અસમર્થ, આપત્તિમાં પણ દેવાદિની સહાયને ન લેનારા-પોતાના કર્મ પોતે જ ભોગવવા જોઈએ એવી મનોવૃત્તિવાળા. પાખંડીઓ વડે સમ્યક્ત્વથી વિચલિત કરી શકાય નહીં તેવા હોવાથી બીજાની સહાય ન લેનાર, જાતે જ તેમના પ્રતિઘાત કરવામાં સમર્થ અને જિનશાસનમાં અતિ ચુસ્ત એવા.
દેવ - વૈમાનિક, અસુર - અસુરકુમાર, નાગ - નાગકુમાર આ બંને ભવનપતિ છે. સુવણ્ણ - જ્યોતિષ્ક, યક્ષાદિ વ્યંતરો વગેરે. તેમને ચલાયમાન ન કરી શકે. અર્થના શ્રવણથી, અર્થ અવધારણથી. સંદેહવાળા અર્થોને પૂછવાથી, પ્રશ્નિત અર્થ જાણવાથી, રહસ્યને પ્રાપ્ત કરવાથી તેઓ લબ્ધાર્થાદિ છે. તેથી જ તેમના હાડકાં, મજ્જા સર્વજ્ઞના વચન પરના વિશ્વાસરૂપ કસુંબાદિ રંગથી રંગાયેલા અથવા અસ્થિ અને મજ્જામાં જિનશાસન સંબંધી પ્રેમાનુરાગથી રંગાયેલા છે. કેવા ઉલ્લેખથી? હે આયુષ્યમાન્‌! એવા આમંત્રણથી.
નિર્ગ્રન્થ પ્રવચનથી બીજું જે કંઈ છે, તે ધન, ધાન્ય, પુત્ર, કલત્ર આદિ. ‘જેમનું મન સ્ફટિક-રત્ન માફક ઉન્નત છે, મુનીન્દ્રનું પ્રવચન પામવાથી જેમનું મન પરિતુષ્ટ છે’ એ વૃદ્ધ વ્યાખ્યા છે. બીજા કહે છે – આગળીયાને તેના સ્થાનેથી દૂર કરીને ઊંચો કરેલ, ઉદારતાના અતિશયથી દાન દેવા માટે ભિક્ષુકોના ગૃહપ્રવેશાર્થે જેમના ઘરના દરવાજા ઉઘાડા છે. ઘરના દરવાજાના કમાડ બંધનથી રાખેલા. સદ્દર્શનનો લાભ થવાથી કોઈ પાખંડીથી ડરતા નથી. - X - X - અંતઃપુર કે ઘરમાં જેમના પ્રવેશથી લોકો ખુશ થાય છે અર્થાત્‌ અતિ ધાર્મિક હોવાથી કોઈ શંકા કરતું નથી. બીજા કહે છે – જેઓના અંતઃપુર કે ઘરમાં કોઈ સત્પુરુષ પ્રવેશે તો તેઓને અપ્રીતિ થતી નથી કેમ કે તેઓને ઈર્ષ્યા નથી. અથવા બીજાના અંતઃપુરે કે ઘેર જવાનો જેણે ત્યાગ કર્યો છે. - - શીલવ્રત - અણુવ્રત, ગુણ - ગુણવ્રત. રાગ, દ્વેષાદિથી ઉચિતતાપૂર્વક નિવર્તવું તે વિરમણ. પૌરુષિ આદિ પચ્ચક્‌ખાણ, પર્વદિને અનુષ્ઠાન તે પૌષધ. તેમાં રહેવું-પૌષધોપવાસ. પૌષધ કરીને જે રીતે રહે તે વાતને જણાવતાં કહે છે – ચૌદસાદિ. આહારાદિ ભેદથી ચાર પ્રકારના પૌષધને. વત્થપડિગ્ગહ૦ પતદ્‌ગ્રહ એટલે પાત્ર, પાદપ્રોંછન એટલે રજોહરણ, પીઠ - આસન, ફલક - ટેકો લેવા માટેનું પાટીયું. શય્યા - વસતિ કે મોટો સંથારો. - X -

Linked texts (1)