Pramāṇa · Search · About · API

Viyahapannatti 204

Viyāhapannatti: ṭīkānusārī vivecana 204

Language
Gujarati

204

‘ભગવતી’ સૂત્ર-૧૩૧ :– [૨/૫/૧૩૧]
તે કાળે તે સમયે પાર્શ્વનાથના શિષ્યો સ્થવિર ભગવંતો કે જેઓ – જાતિ, કુળ, બળ, રૂપ, વિનય, જ્ઞાન, દર્શન, ચારિત્ર, લજ્જા, લાઘવ, (એ બધાંથી) સંપન્ન, ઓજસ્વી, તેજસ્વી, વર્ચસ્વી, યશસ્વી, જેમણે ક્રોધ-માન-માયા-લોભ-નિદ્રા-ઈન્દ્રિય પરીષહને જીત્યા છે, જીવવાની દરકાર કે મરણના ભયથી રહિત યાવત્‌ કુત્રિકાપણરૂપ, બહુશ્રુત, બહુપરિવારવાળા હતા, તેઓ ૫૦૦ સાધુ સાથે પરિવૃત્ત થઈ, યથાક્રમે વિચરતા ગામાનુગામ જતાં, સુખે સુખે વિહાર કરતા જ્યાં તુંગિકા નગરીનું પુષ્પવતી ચૈત્ય હતું ત્યાં આવ્યા. આવીને યથાપ્રતિરૂપ અવગ્રહ યાચીને સંયમ અને તપથી આત્માને ભાવતા વિહરે છે.

Linked texts (1)