Pramāṇa · Search · About · API

Viyahapannatti 25

Viyāhapannatti: ṭīkānusārī vivecana 25

Language
Gujarati

25

વિવેચન :–૧૧, ૧૨
[૧૧] જેઓની પાસેથી ઈષ્ટ ફળરૂપ કર્મ ચાલ્યુ ગયું છે તેઓ નિરય, નિરયમાં થાય તે નૈરયિક. હે ભગવન્‌! નૈરયિકોની કેટલો કાળ સ્થિતિ - આયુકર્મવશ નરકમાં રહેવાનું પ્રરૂપેલ છે?
હે ગૌતમ! આદિ સ્પષ્ટ છે. વિશેષ એ કે – પહેલી નરકના પહેલા પ્રસ્તટની અપેક્ષાએ ૧૦,૦૦૦ વર્ષ અને સાતમી નરકાપેક્ષાએ ૩૩-સાગરોપમ, મધ્યસ્થિતિ, જઘન્યસ્થિતિથી સમયાદિ વડે અધિક હોય છે. તેઓ ઉચ્છ્‌વાસાદિવાળા હોય છે. તે સંબંધે - X - કહે છે-કેટલા કાળે શ્વાસ લે છે અને મૂકે છે? વિશેષ સ્પષ્ટ કરવા ઉચ્છ્‌વસન્તિ અને નિઃશ્વસન્તિ કહ્યું. આન એટલે ઉચ્છ્‌વાસ, પ્રાણ એટલે નિઃશ્વાસ. - X - X -
બીજા કહે છે – આનન્તિ, પ્રાણન્તિ થી અધ્યાત્મક્રિયા પરિગ્રહ થાય છે અને ઉચ્છવસન્તિ, નિઃશ્વસન્તિ થી બાહ્યનો. આ પ્રશ્નનો ઉત્તર પન્નવણાસૂત્રના ઉચ્છ્‌વાસપદ મુજબ જાણવો. તે આ છે – તેઓ સતત શ્વાસ લે છે અને મૂકે છે. નિરંતર ઉચ્છ્‌વાસ અને નિઃશ્વાસ હોય કેમ કે અતિ દુઃખિત છે. અતિ દુઃખ વ્યાપ્તત્વથી નિરંતર ઉચ્છ્‌વાસ-નિઃશ્વાસ દેખાય છે. સતતપણું કદાચિત્‌પણે પણ હોય, માટે કહે છે એક સમય પણ તેનો વિરહ નથી.
શિષ્યના વચનમાં આદર બતાવવા અહી આણમન્તિ આદિનું પુનઃ ઉચ્ચાર કર્યું, ગુરૂ આદર કરે તો શિષ્યો સંતુષ્ટ થાય છે. અને પુનઃ પુનઃ પ્રશ્ન શ્રવણ અને અર્થ નિર્ણય કાર્યમાં જોડાય છે, તેથી જ લોકોમાં ગ્રાહ્ય વચન થાય છે, ભવ્યોનો ઉપકાર અને તીર્થવૃદ્ધિ થાય.
હવે નૈરયિકોના આહારનો પ્રશ્ન - સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ - આહારની પ્રાર્થના કરવાના સ્વભાવવાળા કે પ્રયોજનવાળા તે અર્થી કહેવાય. આહાર - ભોજન, તે વડે કે તેના જેઓ અર્થી હોય તેઓ આહારાર્થી કહેવાય. ચોથા ઉપાંગ પ્રજ્ઞાપનાના ૨૮-માં આહાર પદના પહેલા ઉદ્દેશામાં છે, તેમ અહીં કહેવું. ત્યાં નારકોની આહાર વક્તવ્યતામાં ઘણાં દ્વારો છે. તેના સંગ્રહાર્થે પૂર્વોક્ત સ્થિતિ, ઉચ્છ્‌વાસ બંને દ્વારોને બતાવવાપૂર્વક ગાથા કહે છે
[૧૨] નારકોની સ્થિતિ અને ઉચ્છ્‌વાસ - X - કહ્યા. આહાર વિષયક વિધિ આ પ્રમાણે – હે ભગવન્‌! નૈરયિકો આહારાર્થી છે? હા, ગૌતમ! છે.
હે ભગવન્‌! નૈરયિકોને કેટલે કાળે આહારેચ્છા ઉત્પન્ન થાય? હે ગૌતમ! નૈરયિકોને બે ભેદે આહાર કહ્યો છે – આભોગ નિર્વર્તિત, અનાભોગ નિર્વર્તિત. આભોગ - અભિપ્રાય, નિર્વર્તિત - કરાયેલ. હું આહાર કરું છું એમ ઈચ્છાપૂર્વક આહાર તે આભોગ નિર્વર્તિત આહાર. ઈચ્છા રહિત તે અનાભોગ-નિર્વર્તિત.
વર્ષાકાળમાં પ્રચુર મૂત્રાદિ થાય, તેથી અભિવ્યક્ત થાય છે કે શરીરમાં શીત પુદ્ગલો અધિક ગયા હોય. તે જેમ અનાભોગ નિર્વર્તિત છે, તેમ નૈરયિકોનો આહાર અનાભોગ નિર્વર્તિત છે. તેમાં આહારની ઈચ્છા અનુસમયે - નિરંતર ઉત્પન્ન થાય છે. અતિ તીવ્ર ક્ષુધા વેદનીય કર્મના ઉદયથી ઓજાહારાદિ પ્રકારે પ્રતિસમય અવિરહિત ઉત્પન્ન થાય છે અથવા દીર્ઘકાળે ઉપભોજ્ય આહારને એક વખત ગ્રહણ કરે માટે અહીં ગ્રહણના સાતત્યને પ્રતિપાદિત કરવા અવિરહિત કહ્યું.
તેમાં જે આભોગ નિર્વર્તિત આહાર છે, તેની ઈચ્છા અસંખ્યાત સમયે થાય છે. અસંખ્યાત સમય કાળ પલયોપમાદિ પરિમાણવાળો હોય તેથી અહીં ‘અતર્મૌહૂર્તિક’ એમ કહ્યું છે. અર્થાત્‌ પૂર્વગૃહિત આહારના પરિણામ વડે અતિ દુઃખ ઉત્પન્ન થતાં અંતર્મુહૂર્ત્તમાં આહારની ઈચ્છા થાય છે. –
- નારકો કેવા સ્વરૂપની વસ્તુ આહારે છે? હે ગૌતમ! દ્રવ્યથી અનંત પ્રદેશવાળા પુદ્ગલો આહારે છે, કેમ કે અન્ય પુદ્ગલો અયોગ્ય છે. ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશાવગાઢ પુદ્ગલો, કેમ કે તેથી ન્યૂન ગ્રહણ યોગ્ય નથી, અનંત પ્રદેશાવગાઢ હોતા નથી. કેમ કે સમસ્તલોક અસંખ્ય પ્રદેશ પરિણામવાળો છે. કાળથી જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટમાંથી કોઈપણ સ્થિતિક પુદ્ગલોનો આહાર કરે છે. સ્થિતિ-પુદ્ગલોનું આહાર યોગ્ય સ્કંધનું પરિણામરૂપે અવસ્થાન.. ભાવથી વર્ણ-ગંધ-રસ -સ્પર્શવાળા પુદ્ગલો આહારે છે.
હે ભગવન્‌! તે એકવર્ણીય પુદ્ગલો આહારે છે કે યાવત્‌ પંચવર્ણીય પુદ્ગલોને? હે ગૌતમ! સ્થાન માર્ગણાને આશ્રીને એકવર્ણીય યાવત્‌ પંચવર્ણીય પુદ્ગલોને આહારે છે. વિધાન માર્ગણાને આશ્રીને કૃષ્ણ યાવત્‌ શુક્લ વર્ણીય પુદ્ગલોને આહારે છે. જેમાં સ્થિત રહે તે સ્થાન-સામાન્યથી એક વર્ણ, બે વર્ણ આદિ. વિધાન-વિશેષ, કાળો વગેરે. વર્ણથી કાળા વર્ણવાળા જે પુદ્ગલો આહારે, તે શું એકગુણ કાળા યાવત્‌ - X - અનંતગુણ કાળા પુદ્ગલોનો પણ આહારે છે? હે ગૌતમ! એક ગુણ કાળાનો યાવત્‌ અનંતગુણ કાળા પુદ્ગલોનો પણ આહારે છે. એ પ્રમાણે યાવત્‌ શુક્લ પુદ્ગલો, ગંધ, રસ આદિ સમજી લેવા.
ભાવથી-જેઓ સ્પર્શવાળા પુદ્ગલો છે. તેઓ સ્થાનમાર્ગણાને આશ્રીને એક સ્પર્શવાળા પુદ્ગલોને આહારે છે. એકથી ત્રણ સ્પર્શવાળાનો નહીં, કેમ કે એક સ્પર્શવાળાનો સંભવ નથી, બે-ત્રણ સ્પર્શવાળા અલ્પ પ્રદેશી અને સૂક્ષ્મ પરિમાણવાળા હોવાથી ગ્રહણ અયોગ્ય છે. તેથી ચારથી આઠ સ્પર્શવાળા પુદ્ગલોને આહારે છે. કેમ કે તે બહુપ્રદેશી અને બાદર પરિણામી હોય છે. વિશેષ માર્ગણાને આશ્રીને કઠોર સ્પર્શવાળા પુદ્ગલોને આહારે છે યાવત્‌ રૂક્ષસ્પર્શ પુદ્ગલોને પણ.
સ્પર્શથી કર્કશ સ્પર્શવાળામાં એકગુણ કર્કશ સ્પર્શવાળા પુદ્ગલોને આહારે છે કે યાવત્‌ અનંતગુણ કર્કશને? હે ગૌતમ! એકગુણ યાવત્‌ અનંતગુણ કર્કશ સ્પર્શવાળાને આહારે છે. એમ આઠે સ્પર્શ કહેવા. અનંતગુણ રૂક્ષ પુદ્ગલોને આહારે છે તો સ્પૃષ્ટને આહારે છે કે અસ્પૃષ્ટ પુદ્ગલોને? હે ગૌતમ! સ્પૃષ્ટને આહારે છે, અસ્પૃષ્ટને નહીં. સ્પૃષ્ટ - આત્મપ્રદેશને સ્પર્શેલા... હે ભગવન્‌! જે સ્પૃષ્ટ પુદ્ગલોને આહારે છે તે અવગાઢ કે અનાવગાઢ? હે ગૌતમ! અવગાઢને પણ અનાવગાઢને નહીં.. અવગાઢ - આત્મપ્રદેશ સાથે એક ક્ષેત્રમાં મળેલા.
હે ભગવન્‌! અવગાઢ પુદ્ગલોને આહારે તે અનંતરાવગાઢ કે પરંપરાવગાઢ. હે ગૌતમ! અનંતરાવગાઢને આહારે છે. પરંપર અવગાઢને નહીં. જે પ્રદેશમાં આત્મા અવગાઢ હોય, તે જ પ્રદેશોમાં પુદ્ગલો અવગાઢ હોય તે અનંતરાવગાઢ કહેવાય. - X - X -
હે ભગવન્‌! જે અનંતરાવગાઢ પુદ્ગલોનો આહાર કરે છે તે સૂક્ષ્મ છે કે બાદર? હે ગૌતમ! સૂક્ષ્મ અને બાદર બંને આહારે છે. તેને વિશે અણુ [સૂક્ષ્મ]પણું અને બાદરપણું આપેક્ષિક છે. આ સૂક્ષ્મત્વ આદિ પ્રદેશવૃદ્ધિથી વધેલા આહાર યોગ્ય સ્કંધોનું સમજવું. ભગવન્‌! જો અણુ કે બાદર પુદ્ગલ આહારે, તો તે ઉર્ધ્વ-અધો-તીર્છા પુદ્ગલો સમજવા? હે ગૌતમ! ઉર્ધ્વાદિ ત્રણે પુદ્ગલોને આહારે છે.
ભગવન્‌! જો ઉર્ધ્વ-અધો-તિર્છા પુદ્ગલોને આહારે તો આદિ-મધ્ય કે અંત સમયમાં આહારે? હે ગૌતમ! ત્રણે રીતે કરે. અર્થાત્‌ અંતર્મુહૂર્ત્ત સમય પ્રમાણ આભોગ નિર્વર્તિત આહારને કોઈ પણ સમયે આહારે છે. ભગવન્‌! પુદ્ગલોને ત્રણે સમયે આહારે તો તેઓને સ્વવિષયમાં આહારે કે અસ્વ વિષયમાં? ગૌતમ! સ્વ વિષયમાં આહારે છે, અસ્વવિષયમાં નહીં. સ્વ એટલે સ્પૃષ્ટાવગાઢ અને અનંતરાવગાઢ નામે સ્વવિષયક. તેમાં આહાર કરે છે.
હે ભગવન્‌! સ્વવિષયમાં જે પુદ્ગલોને આહારે છે, તે આનુપૂર્વી આહાર કરે છે કે અનાનુપૂર્વી? ગૌતમ! આનુપૂર્વી આહારે છે, અનાનુપૂર્વી નહીં. આનુપૂર્વી - પાસેના પુદ્ગલોનો આહાર કરવો. ભગવન્‌! આનુપૂર્વી આહારે તો ત્રણ દિશામાં રહેલ યાવત્‌ છ દિશામાં રહેલ પુદ્ગલો આહારે છે? હે ગૌતમ! નિયમથી છ દિશામાં રહેલ પુદ્ગલો આહારે છે. કેમ કે નૈરયિક લોકમધ્યવર્તી હોવાથી ઉર્ધ્વાદિ છ એ દિશા અલોકથી ઢંકાયેલ ન હોવાથી કહ્યું કે નિયમથી છ દિશામાં આહાર કરે છે - X -
ત્રણ દિશાદિનો વિકલ્પ લોકાંતવર્તી પૃથ્વીકાયાદિમાં હોય.
જો કે વર્ણથી પાંચ વર્ણો કહ્યા, તો પણ બહુલતાથી જે વર્ણ, ગંધાદિ યુક્ત દ્રવ્ય આહારે છે, તે બતાવે છે – બહુલતાએ અશુભ અનુભાવ રૂપ કારણને આશ્રીને વર્ણથી કાળા-લીલા, ગંધથી દુર્ગંધી, રસથી કડવા-તીખાં, સ્પર્શથી કર્કશ-ભારે-ઠંડા-લુખા દ્રવ્યો સમજવાં. આવા દ્રવ્યો પ્રાયઃ મિથ્યાદૃષ્ટિ આહારે, ભાવિ તીર્થંકરાદિ નહીં.
નૈરયિકો યથાસ્વરૂપ દ્રવ્યોને આહારે કે અન્યથા દ્રવ્યોને? તેઓના પ્રાચીન વર્ણ-ગંધ-રસ-સ્પર્શ ગુણોને વિપરિણામ કરી, પરિપીડન-પરિશાટન-પરિવિધ્વંસ કરીને અન્ય અપૂર્વ વર્ણ-ગંધ-રસ-સ્પર્શ ગુણોને ઉત્પન્ન કરી આત્મશરીરાવગાઢ પુદ્ગલો આહારે છે.
આ રીતે સૂત્રમાં કહેલ સંગ્રહગાથાના ‘શું આહાર કરે છે?’ પદની વ્યાખ્યા કરી. હવે સવ્વાઓ પદની વ્યાખ્યા - નૈરયિકો સર્વ આત્મ પ્રદેશથી આહાર કરે છે? વાઅપિ - પુનઃ પુનઃ આહાર કરે છે? આ રીતે ભગવન્‌! નૈરયિકો સર્વ પ્રદેશે આહાર કરે - પરિણમાવે - ઉચ્છ્‌વાસ લે - નિઃશ્વાસ મૂકે, વારંવાર આહારે-પરિણમાવે - ઉચ્છ્‌વાસ લે - નિઃશ્વાસ મૂકે, કદાચિત્‌ આહાર કરે ઈત્યાદિ.
હા, ગૌતમ! નૈરયિકો સર્વ પ્રદેશે આહાર કરે આદિ-૧૨.
સવ્વઓ - આહાર માટે ગૃહિત પુદ્ગલોનો કેટલામો ભાગ આહાર કરે છે? હે ભગવન્‌! નૈરયિકોએ આહારપણે ગૃહિત પુદ્ગલોનો કેટલામો ભાગ પછીના કાળમાં આહારે છે? કેટલો ભાગ આસ્વાદે છે? ગૌતમ! અસંખ્યાત ભાગ આહારે, અનંત ભાગ આસ્વાદે છે. કેટલાંક કહે છે - ગાય આદિ પશુના પહેલા મોટા ગ્રાસ ગ્રહણની જેમ ગૃહિત પુદ્ગલનો અસંખ્યાત ભાગ માત્ર આહારે છે બાકીના પડી જાય છે... બીજા કહે છે - ઋજુસૂત્રનયાનુસાર સ્વ શરીરપણે પરિણત પુદ્ગલોનો અસંખ્યાત ભાગ આહારે છે. - X - કેટલાંક કહે છે - અસંખ્યાતમો ભાગ આહારે અને બાકીના પુદ્ગલો કિટોડા થઈને મનુષ્યે કરેલ આહારની જેમ મળ થઈ જાય તથા અનંત ભાગનું આસ્વાદન કરે - રસાદિને જીભથી મેળવે.
સવ્વાણિ વ૦ દ્વાર - સર્વ આહારદ્રવ્યનો આહાર કરે? તે આ રીતે - ભગવન્‌! નૈરયિકો જે પુદ્ગલોને આહારપણે પરિણમાવે છે, તે સર્વે પુદ્ગલોનો આહાર કરે છે કે નથી કરતા? ગૌતમ! પરિશેષ રહિત સર્વે પુદ્ગલો આહારે છે. અહીં વિશિષ્ટ ગ્રહણ ગૃહિત આહાર પરિણામ યોગ્ય જ ગ્રહણ કરવા - X - અન્યથા પૂર્વાપર સૂત્રનો વિરોધ થાય. - X - કહ્યું છે - સૂત્રમાં જે રીતે જે કહ્યું છે, તે જો તેમજ હોય અને વિચારણા ન હોય, તો કાલિક અનુયોગનો કેમ ઉપદેશ કરે? - - - ‘કીસ વ ભુજ્જો’ પદ.
તેમાં કીસ - કેવા પ્રકારે, ભુજ્જો - વારંવાર આહાર દ્રવ્ય પરિણમે. કહે છે કે – હે ભગવન્‌! નૈરયિકો જે પુદ્ગલોને આહારપણે ગ્રહણ કરે, તે પુદ્ગલો પુનઃપુનઃ કેવા સ્વરૂપે પરિણમે? ગૌતમ! શ્રોત્રેન્દ્રિય યાવત્‌ સ્પર્શેન્દ્રિય સ્વરૂપે. અનિષ્ટ-અકાંત-અપ્રિય-અમનોજ્ઞ-અમણામ-અનીપ્સિત-અભિધ્યેય-અધઃ-ઉર્ધ્વપણે નહીં, દુઃખ પણે - સુખપણે નહીં. એ રીતે નૈરયિકોને પુનઃ પુનઃ પુદ્ગલ પરિણમે છે. અનિષ્ટ - સદા નૈરયિકોને અવલ્લભપણે, અકાંત - અનિષ્ટ હોવાથી અકમનીય, અપ્રિય - સર્વને દ્વેષપણે, અમનોજ્ઞ - જેની વાત મનોહર ન લાગે, અમનોમ્ય - વિચારથી પણ મનને અરુચિકર, અનીપ્સિત - મેળવવા ઈચ્છા ન થાય. આ શબ્દો એકાર્થક છે.
અભિધ્યેયતા - તૃપ્તિના ઉત્પાદક ન હોવાથી ફરીથી અભિલાષનું કારણ અથવા અભિધ્યેય એટલે અશુભ. અધઃપણું તે ગુરુપરિણામ, ઉર્ધ્વપણે - લઘુ પરિણામપણે. સંગ્રહ ગાથાર્થ કહ્યો.
હવે નૈરયિકોનો આહાર અધિકાર હોવાથી તેનો વિષય –

Linked texts (1)