Viyahapannatti 26
Viyāhapannatti: ṭīkānusārī vivecana 26
- Language
- Gujarati
26
‘ભગવતી’ સૂત્ર-૧૩ થી ૧૫ :– [૧/૧/૧૩ થી ૧૫]
[૧૩] હે ભગવન્! નૈરયિકોને (૧) પૂર્વાહારિત પુદ્ગલો પરિણામ પામ્યા? (૨) આહારેલ તથા આહારાતા પુદ્ગલો પરિણામ પામ્યા? (૩) અનાહારિત તથા જે આહારાશે તે પુદ્ગલો પરિણામ પામ્યા? (૪) અનાહારિત તથા આહારાશે નહીં તે પુદ્ગલો પરિણામ પામ્યા?
હે ગૌતમ! નૈરયિકોને (૧) પૂર્વાહારિત પુદ્ગલો પરિણામને પામ્યા. (૨) આહારેલા પુદ્ગલો પરિણામ પામ્યા તથા આહારાતા પુદ્ગલો પરિણામ પામે છે. (૩) નહીં આહારેલા પુદ્ગલો પરિણામ પામ્યાં નથી, જે પુદ્ગલો આહારાશે તે પરિણામને પામશે. (૪) નહીં આહારેલા પુદ્ગલો પામ્યા નથી, નહીં આહારાશે તે પુદ્ગલો પરિણામ પામશે નહીં.
[૧૪] હે ભગવન્! નૈરયિકોને પૂર્વાહારિત પુદ્ગલો ચય પામ્યા? - જે રીતે પરિણામ પામ્યા, તે રીતે ચયને પામ્યા. એ રીતે ઉપચય, ઉદીરણા, વેદના અને નિર્જરાને પામ્યા.
[૧૫] ગાથા - પરિણત, ચિત, ઉપચિત, ઉદીરિત, વેદિત અને નિર્જિર્ણ એ એક એક પદમાં ચાર પ્રકારના પુદ્ગલો થાય છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit