Pramāṇa · Search · About · API

Viyahapannatti 285

Viyāhapannatti: ṭīkānusārī vivecana 285

Language
Gujarati

285

‘ભગવતી’ સૂત્ર-૧૮૫, ૧૮૬ :– [૩/૪/૧૮૫, ૧૮૬]
[૧૮૫] ભગવન્‌! વાયુકાય, એક મોટું સ્ત્રીરૂપ, પુરુષરૂપ, હસ્તિરૂપ, યાનરૂપ, એ પ્રમાણે યુગ્ય, ગિલ્લિ, થિલ્લિ, શિબિકા, સ્યંદમાનિકા એ બધાંનું રૂપ વિકુર્વી શકે છે? ગૌતમ! એ અર્થ સમર્થ નથી. પણ વિકુર્વણા કરતો વાયુકાય એક મોટું પતાકા આકાર જેવું રૂપ-વિકુર્વે છે.
ભગવન્‌! વાયુકાય, એક મોટું પતાકા આકાર રૂપ વિકુર્વીને અનેક યોજનો સુધી ગતિ કરવાને સમર્થ છે? - હા, છે... ભગવન્‌! શું તે વાયુકાય આત્મઋદ્ધિથી ગતિ કરે છે કે પરઋદ્ધિથી? ગૌતમ! તે આત્મઋદ્ધિથી ગતિ કરે છે, પરઋદ્ધિથી નહીં. આત્મઋદ્ધિક માફક આત્મકર્મથી અને આત્મપ્રયોગથી (ગતિ કરે છે) એ પ્રમાણે કહેવું.
ભગવન્‌! વાયુકાય, ઊંચી પતાકા પેઠે ગતિ કરે છે કે પતિત પતાકા પેઠે? ગૌતમ! તે બંને પ્રકારે ગતિ કરે છે... ભગવન્‌! શું તે એક દિશામાં એક પતાકારૂપે ગતિ કરે છે, કે બે દિશામાં-બે પતાકારૂપે ગતિ કરે છે? ગૌતમ! એક પતાકારૂપે ગતિ કરે છે, બે પતાકારૂપે નહીં. ભગવન્‌! શું વાયુકાય પતાકા છે? તે પતાકા નથી, વાયુકાય છે.
[૧૮૬] ભગવન્‌! બલાહક એક મોટું સ્ત્રીરૂપ યાવત્‌ સ્યંદમાનિકારૂપ પરિણમાવવા સમર્થ છે?
હા, છે... ભગવન્‌! બલાહક, એક મોટું સ્ત્રીરૂપ કરીને અનેક યોજન જવાને સમર્થ છે? - હા, છે... ભગવન્‌! તે આત્મઋદ્ધિથી ગતિ કરે છે કે પરઋદ્ધિથી, ગૌતમ! તે આત્મ-ઋદ્ધિથી ગતિ કરતો નથી, પણ પરઋદ્ધિથી ગતિ કરે છે. એ પ્રમાણે આત્મકર્મ અને આત્મપ્રયોગથી પણ ગતિ કરતો નથી. પણ પરકર્મ અને પરપ્રયોગથી ગતિ કરે છે અને તે ઊંચી થયેલ કે પડી ગયેલ ધજાની માફક ગતિ કરે છે.
ભગવન્‌! શું તે બલાહક, સ્ત્રી છે? હે ગૌતમ! બલાહક સ્ત્રી નથી, પણ બલાહક છે. એ પ્રમાણે પુરુષ, ઘોડો, હાથીમાં જાણવું. ભગવન્‌! બલાહક, એક મોટા યાનનું રૂપ પરિણમાવી અનેક યોજનો સુધી ગતિ કરી શકે છે? – જેમ સ્ત્રીરૂપ વિશે કહ્યું તેમ યાન વિશે કહેવું. વિશેષ આ - એક તરફ પૈડુ રાખીને પણ ચાલે, બન્ને તરફ પૈડુ રાખીને પણ ચાલે. એ જ રીતે યુગ્ય, ગિલ્લિ, થિલ્લિ, શિબિકા અને સ્યંદમાનિકાના રૂપ સંબંધે જાણવું.

Linked texts (1)