Viyahapannatti 286
Viyāhapannatti: ṭīkānusārī vivecana 286
- Language
- Gujarati
286
વિવેચન :–૧૮૫, ૧૮૬
યાન - ગાડું, યુગ્ય - વેદિકાથી શોભતું, બે હાથ લાંબુ વાહન, ગિલ્લિ - હાથી ઉપર રહેતી અંબાડી અથવા જેમાં બેસતા મનુષ્ય ન દેખાય, થિલ્લિ - લાટોનું જે ઘોડાનું પલાણ, તે બીજા દેશોમાં થિલ્લિ કહેવાય છે. શિબિકા-શિખરાકારે ઢાંકેલ એક જાતનું વાહન. સ્યંદમાનિકા-પુરુષ જેટલી લંબાઈવાળું વાહન વિશેષ... પૂર્વ પ્રમાણ કરતાં મોટું અને પતાકા આકારે રહેલ, કેમ કે વાયુનું શરીર સ્વરૂપથી પતાકા આકાર જેવું છે, વૈક્રિયાવસ્થામાં પણ વાયુ પતાકાના આકારે જ રહે છે... આત્મશક્તિ કે લબ્ધિ વડે. - X - ઉચ્છ્રિતોદય એટલે ઊંચી ધજાના આકારે. આ ક્રિયા વિશેષણ છે. પતિતોદય-પડી ગયેલ ધજાના આકારે.-X-રૂપાંતર ક્રિયા અધિકારથી બલાહક સૂત્રો કહે છે –
બલાહક એટલે મેઘ. બલાહક અજીવ હોવાથી તેને વિકુર્વણા શક્તિ સંભવે નહીં તેથી અહીં વિકુર્વણાને બદલે પરિણમાવવા એમ કહ્યું છે, કેમ કે મેઘને સ્વભાવરૂપ પરિણામ તો હોય છે. મેઘ અચેતન હોવાથી વિવક્ષિત શક્તિ અભાવે આત્મઋદ્ધિથી ગતિ કરતો નથી. પણ વાયુ કે દેવ દ્વારા પ્રેરિત થઈને ગમન કરે છે. તેથી કહ્યું કે પરઋદ્ધિથી ગમન કરે છે. સ્ત્રીરૂપ માફક પુરુષાદિના સૂત્રો જાણવા.
યાનરૂપ સૂત્ર વિશેષ છે, તેને દર્શાવે છે. પભૂ ણં ભંતે! બલાહએ૦ થી પયઓદયં પિ ગચ્છઈ સુધીનું સૂત્ર. સ્ત્રીરૂપ સંબંધી સૂત્ર માફક કહેવું. વિશેષ એ કે તે એકતઃ અને દ્વિધા બંને ચક્રવાલ ચાલે છે - X - X - અહીં યાન એટલે ગાડું અને ચક્રવાલ - પૈડું સમજવું. બીજું કંઈ વિશેષ નથી. યુગ્ય આદિ બધાનાં રૂપ સંબંધી સૂત્રો, સ્ત્રીરૂપ સંબંધી સૂત્રો માફક કહેવા. – પરિણામાધિકારથી કહે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit