Pramāṇa · Search · About · API

Viyahapannatti 287

Viyāhapannatti: ṭīkānusārī vivecana 287

Language
Gujarati

287

‘ભગવતી’ સૂત્ર-૧૮૭ :– [૩/૪/૧૮૭]
ભગવન્‌! જે જીવ નૈરયિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે, તે હે ભગવન્‌! કેવી લેશ્યાવાળાઓમાં ઉત્પન્ન થાય?
ગૌતમ! જેવી લેશ્યાવાળા દ્રવ્યોનું ગ્રહણ કરી કાળ કરે, તેવી લેશ્યાવાળામાં તે ઉત્પન્ન થાય છે. તે આ – કૃષ્ણ, નીલ કે કાપોતલેશ્યામાં. એ રીતે જે જેની લેશ્યા હોય, તે તેની લેશ્યા કહેવી. યાવત્‌ હે ભગવન્‌! જે જીવ જ્યોતિષ્કોમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તેનો પ્રશ્ન
ગૌતમ! જે લેશ્યાના દ્રવ્યોનું ગ્રહણ કરી કાળ કરે, તે લેશ્યામાં ઉત્પન્ન થાય. - તે તેજોલેશ્યા.
ભગવન્‌! જે જીવ વૈમાનિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે, તે હે ભગવન્‌! કેવી લેશ્યાઓમાં ઉત્પન્ન થાય? ગૌતમ! જેવી લેશ્યાવાળા દ્રવ્યોનું ગ્રહણ કરી કાળ કરે, તેવી લેશ્યાઓમાં ઉત્પન્ન થાય તે આ – તેજોલેશ્યા, પદ્મલેશ્યા, શુક્લલેશ્યા.

Linked texts (1)