Pramāṇa · Search · About · API

Viyahapannatti 288

Viyāhapannatti: ṭīkānusārī vivecana 288

Language
Gujarati

288

વિવેચન :–૧૮૭
ભવિઅ - યોગ્ય. જેઓને કૃષ્ણાદિમાંથી કોઈ એક લેશ્યા હોય, તે કિંલેશ્ય. જે દ્રવ્યોની જે લેશ્યા હોય તે યલ્લેશ્ય. તેને ભાવ પરિણામ પૂર્વક ગ્રહણ કરીને, મરણ પામીને, તે લેશ્યામાં નરકમાં ઉપજે. આ સંબંધે કેટલીક ગાથાઓ આ પ્રમાણે છે– જ્યારે લેશ્યાના સંપરિણામનો પહેલો સમય હોય ત્યારે કોઈ જીવનો પરભવમાં ઉપપાત ન થાય. છેલ્લો સમય હોય ત્યારે પણ ઉપપાત ન થાય. પણ અંતર્મુહૂર્ત્ત ગયા પછી કે અંતર્મુહૂર્ત્ત બાકી હોય ત્યારે જીવ પરલોકે ઉપજે છે... ચોવીશ દંડકમાં બાકીના પદોનો અતિદેશ કરતા કહે છે –
નારકસૂત્રના અભિલાપ પ્રમાણે - અસુરકુમારોને કૃષ્ણ આદિ જે લેશ્યા હોય તે કહેવી. - X - X - અહીં વૈમાનિકો, જ્યોતિષ્કો સારી લેશ્યા વાળા હોય છે, તે દર્શાવવા તેના બે જુદા જુદા સૂત્રો કહ્યા.
દેવપરિણામાધિકારથી અણગારરૂપ દ્રવ્યદેવ પરિણામ–

Linked texts (1)