Viyahapannatti 289
Viyāhapannatti: ṭīkānusārī vivecana 289
- Language
- Gujarati
289
‘ભગવતી’ સૂત્ર-૧૮૮ :– [૩/૪/૧૮૮]
ભગવન્! ભાવિતાત્મા અણગાર બાહ્ય પુદ્ગલોનું ગ્રહણ કર્યા સિવાય, વૈભારગિરિને ઓળંગી કે પ્રલંઘી શકે?
ગૌતમ! એ અર્થ સમર્થ નથી...
ભગવન્! ભાવિતાત્મા અણગાર, બહારના પુદ્ગલોનું ગ્રહણ કરીને વૈભારગિરિ ઓળંગી કે પ્રબંધી શકે?
ગૌતમ! હા, તેમ કરી શકે... ભગવન્! ભાવિતાત્મા અણગાર બાહ્ય પુદ્ગલ ગ્રહણ કર્યા સિવાય, જેટલાં રૂપો રાજગૃહનગરમાં છે એટલા રૂપો વિકુર્વીને, વૈભારગિરિમાં પ્રવેશી, તે સમ પર્વતને વિષમ કે વિષમ પર્વતને સમ કરી શકે? ગૌતમ! આ અર્થ સમર્થ નથી. એ રીતે બીજો આલાવો કહેવો. વિશેષ એ કે - પુદ્ગલોનું ગ્રહણ કરીને.
ભગવન્ ! તે વિકુર્વણા માયી કરે કે અમાયી? ગૌતમ! માયી વિકુર્વણા કરે, પણ અમાયી ન કરે.
ભગવન્! એમ કેમ કહ્યું? ગૌતમ! માયી, પ્રણીત પાન-ભોજન કરી વમન કરે છે. તે પ્રણીત પાન-ભોજન થકી તેના અસ્થિ, અસ્થિમજ્જા ઘન થાય છે. માંસ લોહી પાતળા થાય છે, યથાબાદર પુદ્ગલોનું તેને તે રૂપે પરિણમન થાય છે. તે આ – શ્રોત્રેન્દ્રિયપણે યાવત્ સ્પર્શનેન્દ્રિયપણે તથા હાડ, મજ્જા, કેશ, શ્મશ્રુ, રોમ, નખ, વીર્ય, લોહીપણે... અમાયી લુખું પાન-ભોજન કરે છે. વમન કરતો નથી. તેનાથી તેના હાડ, મજ્જાદિ પાતળા થાય છે, લોહી-માંસ ઘટ્ટ થાય છે, યથાબાદર પુદ્ગલોનું પરિણમન થાય છે. તે આ – ઉચ્ચાર, મૂત્ર યાવત્ લોહીપણે. તેથી અમાયી ન વિકુર્વે.
માયી, કરેલ પ્રવૃત્તિનું આલોચન, પ્રતિક્રમણ કર્યા સિવાય કાળ કરે છે, માટે તેને આરાધના નથી, અમાયી તેવા સ્થાનનું આલોચન પ્રતિક્રમણ કરીને કાળ કરે છે, માટે તેને આરાધના છે. ભગવન્! તે એમ જ છે, એમ જ છે
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit