Viyahapannatti 329
Viyāhapannatti: ṭīkānusārī vivecana 329
- Language
- Gujarati
329
‘ભગવતી’ સૂત્ર-૨૧૬ :– [૫/૧/૨૧૬]
તે કાળે, તે સમયે ચંપા નામે નગરી હતી. [વર્ણન] તે ચંપાનગરી બહાર પૂર્ણભદ્ર ચૈત્ય હતું (વર્ણન). સ્વામી પધાર્યા યાવત્ પર્ષદા પાછી ગઈ... તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના મોટા શિષ્ય ગૌતમગોત્રીય, ઈન્દ્રભૂતિ નામે અણગાર યાવત્ આમ બોલ્યા – ભગવન્! જંબૂદ્વીપ નામક દ્વીપમાં સૂર્ય ઈશાનમાં ઉગીને અગ્નિમાં આથમે છે? અગ્નિમાં ઉગીને નૈઋતમાં આથમે છે? નૈઋતમાં ઉગીને વાયવ્યમાં આથમે છે? વાયવ્યમાં ઉગીને ઈશાનમાં આથમે છે? હા, ગૌતમ! જંબૂદ્વીપમાં સૂર્યો ઈશાનમાં ઉગી યાવત્ ઈશાને આથમે છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit