Viyahapannatti 369
Viyāhapannatti: ṭīkānusārī vivecana 369
- Language
- Gujarati
369
‘ભગવતી’ સૂત્ર-૨૪૫ :– [૫/૬/૨૪૫]
ભગવન્ ! કરિયાણું વેચતા કોઈ ગૃહસ્થનું કરિયાણું કોઈ ચોરી જાય, તો હે ભગવન્! તે કરિયાણાનું અનુગવેષણકર્તાને શું આરંભિકી ક્રિયા લાગે કે પારિગ્રહિકી, માયાપ્રત્યયા, અપ્રત્યાખ્યાની કે મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા લાગે? ગૌતમ! તેને આરંભિકી આદિ ચાર ક્રિયા લાગે, મિથ્યાદર્શનક્રિયા કદાચ લાગે, કદાચ ન લાગે. ગવેષણ કરતાં ચોરાયેલું કરિયાણું પાછું મળે તો બધી ક્રિયા પાતળી પડે.
ભગવન્ ! કરિયાણું વેચતા ગૃહસ્થનું કરિયાણું ખરીદ્યુ તેને માટે બાનું આપ્યું, પણ હજી કરિયાણું લઈ જવાયું નથી. ભગવન્ ! વેચનાર ગૃહપતિને તે કરિયાણાથી આરંભિકી આદિ ક્રિયા લાગે? ગૌતમ! તે ગૃહપતિને તે કરિયાણાથી આરંભિકીથી અપ્રત્યાખ્યાની ક્રિયા લાગે. મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા કદાચ લાગે, કદાચ ન લાગે. ખરીદનારને તે બધી ક્રિયા પ્રતનું હોય છે.
ભગવન્ ! ભાંડને વેચતા ગૃહપતિને યાવત્ તે ભાંડ ખરીદકર્તાએ પોતાને ત્યાં આણ્યું. ભગવન્! ત્યારે ખરીદ કરનારને તે કરિયાણાથી આરંભિકી આદિ ક્રિયા લાગે? વેચનારને પણ તેથી આરંભિકી આદિ ક્રિયા લાગે? ગૌતમ! ખરીદકર્તાને નીચેની ચાર ક્રિયા લાગે, મિથ્યાદર્શન ક્રિયાની ભજના, ગૃહપતિને પાંચે પ્રતનું હોય.
ભગવન્ ! ગૃહપતિને ભાંડ યાવત્ ધન ન મળ્યુ હોય તો? ઉપનીત ભાંડવત્ ચોથો આલાવો જાણવો જો ધન ઉપનીત હોય તો અનુપનીત ભાંડ વિશે પહેલા આલાવા સમાન જાણવું. પહેલા અને ચોથા આલાવાનો સમાન ગમ છે, બીજા-ત્રીજાનો સમાન ગમે છે.
ભગવન્! હમણાં જ્વલિત અગ્નિકાય, મહાકર્મવાળો યાવત્ મહાક્રિયાવાળો, મહાઆશ્રવવાળો, મહા-વેદનાવાળો હોય છે, તે સમયે સમયે ઓછો થતો હોય અને છેલ્લે અંગાર-મુર્મુર-છારિય રૂપ થયો. પછી અલ્પકર્મવાળો, અલ્પક્રિયાવાળો, અલ્પાશ્રવી, અલ્પ વેદનાવાળો થાય? હા, ગૌતમ! થાય.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit