Viyahapannatti 37
Viyāhapannatti: ṭīkānusārī vivecana 37
- Language
- Gujarati
37
વિવેચન :–૨૩
સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ - જે આ જન્મમાં વર્તતું હોય, પણ ભવાંતરમાં નહીં તે ઈહભવિક. - X - શું આ ભવમાં વર્તવાવાળું જ્ઞાન છે? પારભવિક - ચાલુભવ પછી અનંતર ભવે અનુગામીપણે જે વર્તે તે પારભવિક. તે જ્ઞાન છે? અથવા આ ભવ-પરભવ લક્ષણવાળું તદુભયભવિક જ્ઞાન છે? અહીં પારભવિકના અર્થમાં પછીના, પછીના બીજા, ત્રીજા આદિ ભવમાં વર્તનારું જ્ઞાન ‘તદુભય’માં ગ્રહણ કરવું. આ રીતે પ્રશ્નસૂત્ર-ઉત્તરસૂત્ર સુગમ છે. વિશેષ આ કે – આ ભવે શીખેલ જ્ઞાન આવતા ભવે ન જાય તે ઈહભવિક, બીજા ભવમાં જાય તે પરભવિક અને પરભવ તથા પરતરભવમાં જાય તે તદુભયભવિક.
દર્શન પણ આ રીતે સમજવું. મોક્ષમાર્ગના અધિકારથી દર્શન એટલે સમ્યક્ત્વ. કહ્યું છે – સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર એ મોક્ષમાર્ગ છે. જ્યાં જ્ઞાન, દર્શનનું જ ગ્રહણ કર્યુ હોય ત્યાં દર્શન એટલે સામાન્ય બોધરૂપ જ્ઞાન સમજવું. પ્રશ્ન અને ઉત્તર વડે દર્શન પણ જ્ઞાનની જેમ સમજવું.
ચારિત્ર સૂત્રમાં ઉત્તરમાં વિશેષ છે, તે આ – ચારિત્ર ઈહભવવર્તી જ છે. જીવ આ ભવમાં ચારિત્રવાળો થઈ, બીજા ભવમાં ચારિત્રવાન્ થતો નથી. કેમ કે ગૃહિત ચારિત્ર જીવતાં સુધી જ હોય. સર્વવિરત, દેશવિરત ચારિત્રવાન્ની ઉત્પત્તિ દેવલોકે હોય છે. દેવલોકે વિરતિનો અભાવ હોવાથી ત્યાં ચારિત્રનો અસંભવ છે. મોક્ષગતિ થઈ હોય તો ત્યાં ચારિત્રનો અસંભવ છે. કેમ કે ચારિત્ર કર્મક્ષયાર્થે છે, મોક્ષમાં તેનું પ્રયોજન નથી. વળી તેની પ્રતિજ્ઞાની આ ભવમાં જ સમાપ્તિ હોવાથી, અન્ય ભવસંબંધી પ્રતિજ્ઞા ન ગ્રહણ કરી હોવાથી ચારિત્ર અન્ય ભવમાં જતું નથી. ચારિત્ર ક્રિયારૂપ હોવાથી શરીરમાં સંભવે, મોક્ષમાં શરીરના અભાવથી ચારિત્રનો યોગ સંભવતો નથી. તેથી જ કહે છે – સિદ્ધો ચારિત્રી નથી, અચારિત્રી નથી તેમ ચારિત્રચારિત્રી પણ નથી.
ચારિત્રના તપ અને સંયમ બે ભેદ છે. તેથી તપ, સંયમ પણ એ પ્રમાણે છે તેમ કહ્યું. તપ અને સંયમ ચારિત્રરૂપ જ હોવાથી તે બંને પ્રશ્નોત્તર વડે ચારિત્રની જેમ કહેવા.
‘જો કે જ્ઞાનાદિમાં મોક્ષનું હેતુપણું છે, તો પણ દર્શનમાં જ યત્ન કરવો જોઈએ. કેમ કે દર્શન જ મોક્ષનો હેતુ છે. કહ્યું છે – ચારિત્રથી ભ્રષ્ટનું દર્શનગ્રહણ જ સુંદર છે, કેમ કે ચારિત્ર રહિત જીવ સિદ્ધ થાય છે. પણ દર્શનરહિત સિદ્ધ થતો નથી. આ પ્રમાણે માનનારને બોધાર્થે પ્રશ્ન–
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit