Pramāṇa · Search · About · API

Viyahapannatti 38

Viyāhapannatti: ṭīkānusārī vivecana 38

Language
Gujarati

38

‘ભગવતી’ સૂત્ર-૨૪ :– [૧/૧/૨૪]
ભગવન્‌! શું અસંવૃત્ત અણગાર સિદ્ધ, બુદ્ધ, મુક્ત, નિવૃત્ત, સર્વ દુઃખાંતકર થાય છે? ગૌતમ! આ અર્થ યોગ્ય નથી...
ભગવન્‌! કયા કારણથી આમ કહ્યું? ગૌતમ! અસંવૃત્ત અનગાર આયુને છોડીને શિથિલ બંધ બદ્ધ સાત કર્મપ્રકૃત્તિઓને ઘન બંધન બદ્ધ કરે છે. હ્રસ્વ કાલ સ્થિતિકને દીર્ઘકાલ સ્થિતિક કરે છે, મંદાનુભાવવાળીને તીવ્ર અનુભાવવાળી કરે છે. અલ્પપ્રદેશીકને બહુ પ્રદેશીક કરે છે. આયુઃકર્મને કદાચિત્‌ બાંધે છે અને કદાચિત્‌ બાંધતો નથી. અશાતા વેદનીય કર્મને વારંવાર એકઠું કરે છે તથા અનાદિ, અનંત, દીર્ઘમાર્ગ વાળા ચાતુરંત સંસાર કાંતારમાં પર્યટન કરે છે.ગૌતમ! તે કારણથી અસંવૃત્તાણગાર સિદ્ધ થતો નથી યાવત્‌-સર્વ દુઃખોનો અંત કરતો નથી.
ભગવન્‌! સંવૃત્ત અણગાર સિદ્ધ થાય? હા, સિદ્ધ થઈને યાવત્‌ અંત કરે છે.. એવું કેમ કહ્યું?
ગૌતમ! સંવૃત્ત અણગાર આયુ વર્જીને ઘન બંધન બદ્ધ સાત કર્મની પ્રકૃત્તિને શિથિલ બંધનબદ્ધ કરે છે. દીર્ઘકાલ સ્થિતિકને હ્રસ્વકાલ સ્થિતિક કરે છે, તિવ્રાનુભાવને મંદ અનુભાવવાળી કરે છે. બહુ પ્રદેશીકને અલ્પ પ્રદેશીક કરે છે. આયુ કર્મને બાંધતો નથી. અશાતા વેદનીય કર્મનો વારંવાર ઉપચય ન કરે, અનાદિ અનંત દીર્ઘ માર્ગવાળા ચાતુરંત સંસાર કાંતારને ઉલ્લંઘતો નથી. હે ગૌતમ! તે કારણથી સંવૃત્ત અણગાર સિદ્ધ થાય. આદિ -X-

Linked texts (1)