Viyahapannatti 384
Viyāhapannatti: ṭīkānusārī vivecana 384
- Language
- Gujarati
384
‘ભગવતી’ સૂત્ર-૨૫૭ :– [૫/૭/૨૫૭]
ભગવન્ ! પરમાણુ પુદ્ગલ કાળથી ક્યાં સુધી રહે? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ. એ પ્રમાણે યાવત્ અનંત પ્રદેશિક સ્કંધમાં જાણવું. - ભગવન્ ! એક પ્રદેશાવગાઢ પુદ્ગલ જ્યાં હોય તે સ્થાને કે બીજે સ્થાને કાળથી ક્યાં સુધી સકંપ રહે? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી આવલિકાનો અસંખ્યાત ભાગ. એ પ્રમાણે યાવત્ અસંખ્ય પ્રદેશ અવગાઢ પુદ્ગલ માટે જાણવું.
ભગવન્! એક પ્રદેશાવગાઢ પુદ્ગલ કાળથી ક્યાં સુધી નિષ્કંપ રહે? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અસંખ્ય કાળ. એ રીતે યાવત્ અસંખ્યાત પ્રદેશાવગાઢ માટે જાણવું.
ભગવન્! એકગુણ કાળું પુદ્ગલ, કાળથી ક્યાં સુધી રહે? ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ. એ પ્રમાણે અનંતગુણ કાળા માટે જાણવું. એ પ્રમાણે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ યાવત્ અનંતગુણરૂક્ષ પુદ્ગલ માટે જાણવું. એ પ્રમાણે સૂક્ષ્મ અને બાદર પરિણત પુદ્ગલ જાણવા.
ભગવન્! શબ્દ પરિણત પુદ્ગલ કાળથી ક્યાં સુધી રહે? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી આવલિકાનો અસંખ્યાત ભાગ, અશબ્દ પરિણત પુદ્ગલ, એક ગુણ કાળા પુદ્ગલની જેમ સમજવા.
ભગવન્! પરમાણુ પુદ્ગલને કાળથી કેટલું અંતર હોય? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ. - - ભગવન્! દ્વિપ્રદેશિક સ્કંધને કાળથી કેટલું અંતર હોય? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અનંતકાળ. એ રીતે અનંતપ્રદેશિક સુધી જાણવું.
ભગવન્! એક પ્રદેશાવગાઢ સકંપ પુદ્ગલને કાળથી કેટલું અંતર હોય? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અસંખ્ય કાળ. એ પ્રમાણે યાવત્ અસંખ્યપ્રદેશ સ્થિત સ્કંધો માટે પણ જાણવું.
ભગવન્! એક પ્રદેશાવગાઢ નિષ્કંપ પુદ્ગલને કાળથી કેટલું અંતર હોય? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી આવલિકાનો અસંખ્યાત ભાગ. એ રીતે યાવત્ અસંખ્યાત પ્રદેશાવગાઢ સ્કંધ માટે જાણવું. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સૂક્ષ્મપરિણત, બાદર પરિણત માટે તેઓના સંચિઠ્ઠણા કાળ મુજબ અંતરકાળ જાણવો.
ભગવન્! શબ્દ પરિણત પુદ્ગલને કાળથી કેટલું અંતર હોય? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અસંખ્યકાળ. - ભગવન્! અશબ્દપરિણત પુદ્ગલને કાળથી કેટલું અંતર હોય? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી આવલિકાનો અસંખ્યાત ભાગ.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit