Viyahapannatti 385
Viyāhapannatti: ṭīkānusārī vivecana 385
- Language
- Gujarati
385
વિવેચન :–૨૫૭
પરમાણુ આદિ દ્રવ્ય વિચારણા છે. અસંખ્યકાળ પછી પુદ્ગલોની એકરૂપે સ્થિતિ રહેતી નથી. એક પ્રદેશાવગાઢ એ ક્ષેત્ર ચિંતા છે. સેઅ - સકંપ. - X - પુદ્ગલોનું આકસ્મિકપણું હોવાથી નિષ્કંપત્વ આદિની માફક ચલનનો અસંખ્યેયકાળ ન હોય. કોઈપણ પુદ્ગલ અનંત પ્રદેશાવગાઢ ન હોવાથી અસંખ્યાત પ્રદેશાવગાઢ કહ્યું છે.
પરમાણુનું પરમાણુંપણું ચાલ્યુ જાય, ત્યાંથી ફરી પરમાણુપણે પરિણમન થવા સુધી જે અપરમાણુપણે રહેવું, તે વચ્ચેના કાળને સ્કંધ સંબંધકાળ કહે, તે ઉત્કૃષ્ટથી અસંખ્યાત છે. દ્વિપ્રદેશિકનો - X - અંતરકાળ અનંત છે. કેમકે સ્કંધો અનંત છે, પ્રત્યેક સ્કંધની ઉત્કૃષ્ટથી અનંતકાળ સ્થિતિ છે. નિષ્કંપનો કાળ, તે સકંપનો અંતરકાળ છે અને સકંપનો કાળ તે નિષ્કંપનો અંતરકાળ છે, એમ ધારીને તે બંનેનો - X - અંતરકાળ કહ્યો છે. એકગુણકાળા આદિનું અંતર એક ગુણકાળા આદિના કાળની સમાન જ છે. પણ દ્વિગુણકાળા આદિની અનંતતાને લઈને તે અંતરની અનંતતા ઈષ્ટ નથી. સૂક્ષ્માદિ પરિણતનું અંતર તેના અવસ્થાન કાળ તુલ્ય છે- X -શબ્દાદિ સૂત્રસિદ્ધ છે
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit