Pramāṇa · Search · About · API

Viyahapannatti 387

Viyāhapannatti: ṭīkānusārī vivecana 387

Language
Gujarati

387

વિવેચન :–૨૫૮, ૨૫૯
દ્રવ્ય એટલે પુદ્ગલ દ્રવ્ય. તેના પરમાણુ, દ્વિપ્રદેશાદિરૂપ જે ભેદ, તેની સ્થિતિ અથવા દ્રવ્યનું અણુત્વ આદિ ભાવે જે અવસ્થાન, તદ્‌રૂપ આયુ તે દ્રવ્યસ્થાનાયુ. ક્ષેત્ર એટલે આકાશનો પુદ્ગલના અવગાહથી થયેલો જે ભેદ, તેની જે સ્થિતિ અથવા એક પ્રદેશાદિ ક્ષેત્રમાં પુદ્ગલનું જે અવસ્થાન, તદ્‌રૂપ જે આયુ, તે ક્ષેત્રસ્થાનાયુ. એ પ્રમાણે અવગાહના અને ભાવસ્થાનાયુ પણ સમજવા. વિશેષ એ - અમુક માપવાળા સ્થાનમાં પુદ્ગલોનું જે રહેવું. તે અવગાહના. પુદ્ગલોનો કાળો આદિ ધર્મ તે ભાવ. પુદ્ગલોથી અવગાઢ તે ક્ષેત્ર. વિવક્ષિત ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં પુદ્ગલોનું તે ક્ષેત્રના માપ પ્રમાણે રહેવું તે અવગાહના.
કયરે - ગાથા સ્પષ્ટ છે. તેના પરસ્પર અલ્પબહુત્વની વ્યાખ્યા ગાથાનુસાર કરવી. તે આ પ્રમાણે છે –
[અહીં વૃત્તિકારે ૧૪-ગાથા મૂકી તેનો અર્થ કર્યો છે. તે અર્થનો અનુવાદ અત્રે કરેલ છે –] ક્ષેત્રનું અમૂર્તપણું છે, તે ક્ષેત્રની સાથે પુદ્ગલોના બંધનું કારણ - ચીકાશાદિના અભાવથી ક્ષેત્રાવસ્થાન કાળ લાંબો રહેતો નથી. જે કારણથી એમ છે, તે કારણે ક્ષેત્ર સ્થાનાયુ સર્વથી અલ્પ છે.
હવે અવગાહના આયુનું બહુત્વ વિચારીએ - અહીં પૂર્વાર્ધથી ક્ષેત્રાદ્ધા કરતાં અવગાહનાદ્ધા અધિક છે, એમ કહ્યું અને ઉત્તરાર્ધથી અવગાહનાદ્ધા કરતાં ક્ષેત્રાદ્ધા અધિક નથી, એમ કહ્યું. એમ કેવી રીતે છે? અવગાહનાની ગમનક્રિયા નિયત ક્ષેત્રમાં - વિવક્ષિત અવગાહના સદ્ભાવે જ અક્રિયાના સદ્ભાવે જ તેનો ભાવ છે, તે સિવાય તેનો અભાવ હોય છે. અવગાહના, ક્ષેત્રમાત્રમાં નિયત નથી, ક્ષેત્રાદ્ધાના અભાવે પણ અવગાહના હોય છે. હવે ઉપસંહાર કરે છે - જમ્હે૦ ગાથા.
હવે દ્રવ્યાયુનું બહુત્વ કહે છે – સંકોચ વડે, વિકોચ વડે જો કે અવગાહના ઉપરત થાય છે, તો પણ જેટલાં હોય તેટલાં જ દ્રવ્યોનું લાંબા કાળ સુધી અવસ્થાન રહે છે એટલે અવગાહના ન રહે તો પણ દ્રવ્યો નિવર્તતા નથી - એમ કહ્યું. પણ દ્રવ્ય નિવૃત્તિ થતાં અવગાહના નિવર્તે જ છે, તે કહે છે - સંઘાત કે પુદ્ગલ ભેદથી, જે સ્કંધ, પ્રથમના જેવી અવગાહના વાળો નહીં પણ સંક્ષિપ્ત અવગાહનાવાળો થાય છે, પછી તે સ્કંધમાં દ્રવ્ય અન્યથાત્વ થાય છે. કોઈ કહે કે સંઘાતથી તો પુદ્ગલોનો સ્કંધ સંક્ષિપ્ત થતો નથી, પણ સંઘાત પછી પુદ્ગલોના સૂક્ષ્મતર પરિણામ થાય છે, એમ સાંભળેલ છે. તેથી દ્રવ્યની અવગાહનાનો નિયમા નાશ થાય છે એવું કેમ થાય? તે કહે છે – અવગાહનાદ્ધા દ્રવ્યમાં અવબદ્ધ છે. કઈ રીતે? સંકોચ અને વિકોચથી અર્થાત્‌ સંકોચ, વિકોચને પરિહરવા જોઈએ. અવગાહના, દ્રવ્યના સંકોચ-વિકોચના અભાવે થાય છે, તેના સદ્ભાવમાં થતી નથી. એ પ્રકારે દ્રવ્યમાં અનિયતપણે અવગાહના સંબદ્ધ છે.
હવે ભાવાયુનું અલ્પબહુત્વ - સંઘાતાદિથી દ્રવ્યનો ઉપરમ થવા છતાં પર્યવો રહે છે. જેમ સાફ કરેલ પટમાં શુક્લાદિ ગુણો છે. સર્વ ગુણોનો ઉપરમ થાય તો તે દ્રવ્ય રહેતું નથી, અવગાહના પણ અનુવર્તતી નથી. પર્યવોનું અવસ્થાન ચિરકાળ છે, દ્રવ્યનું અચિરકાળ છે. કેમ? સંઘાત-ભેદ લક્ષણ ધર્મથી થતો સંબંધ, તેને અનુસરનારી દ્રવ્યાદ્ધા છે. કેમકે સંઘાતાદિ અભાવે દ્રવ્યાદ્ધાનો સદ્ભાવ હોય છે, સંઘાતાદિના સદ્ભાવે, તે નથી હોતી. વળી ગુણકાલ માત્ર સંઘાત અને ભેદ કાળમાં સંબદ્ધ નથી. કેમકે સંઘાતાદિ હોય તો ગુણોનુચં. અનુવર્તન થાય છે. - X - - - આયુ કહ્યું. હવે આયુવાળાના આરંભાદિ પ્રશ્નો દ્વારા ચોવીશ દંડક વડે પ્રરૂપણા કરે છે –

Linked texts (1)