Viyahapannatti 388
Viyāhapannatti: ṭīkānusārī vivecana 388
- Language
- Gujarati
388
‘ભગવતી’ સૂત્ર-૨૬૦ :– [૫/૭/૨૬૦]
ભગવન્! નૈરયિકો આરંભ, સપરિગ્રહ છે કે અનારંભ, અપરિગ્રહ? ગૌતમ! નારકો આરંભ, સપરિગ્રહ છે. અનારંભાદિ નહીં. – એમ કેમ કહ્યું? ગૌતમ! નૈરયિકો પૃથ્વીકાય યાવત્ ત્રસકાયનો સમારંભ કરે છે. (તેઓએ) શરીરો-કર્મો-સચિત્ત, અચિત્ત, મિશ્ર દ્રવ્યો પરિગહીત કર્યા છે, તેથી એમ કહ્યું છે.
ભગવન્! અસુરકુમાર વિશે પ્રશ્ન. ગૌતમ! તેઓ સારંભા, સપરિગ્રહા છે. અનારંભા, અપરિગ્રહા નથી. કેમ? તેઓ પૃથ્વી યાવત્ ત્રસકાયનો સમારંભ કરે છે. શરીર-કર્મ-ભવનોનો પરિગ્રહ કર્તા છે. દેવો, દેવી, મનુષ્યો, મનુષી, તિર્યંચો, તિર્યંચિણીનો પરિગ્રહકર્તા છે. આસન, શયન, ભાંડ, માત્રક, ઉપકરણોના તથા સચિત્તાદિ દ્રવ્યોના પરિગ્રહકર્તા છે, માટે તેમ કહ્યું. એ રીતે યાવત્ સ્તનિતકુમાર જાણવા.
નૈરયિકની જેમ એકેન્દ્રિયો જાણવા. ભગવન્! બેઈન્દ્રિયો શું સારંભ, સપરિગ્રહ છે? પૂર્વવત્. યાવત્ શરીર, તથા બાહ્ય ભાંડ, માત્ર, ઉપકરણો પરિગૃહીત કર્યા છે. એ રીતે ચઉરિન્દ્રિય સુધી કહેવું. ભગવન્! પંચેન્દ્રિય તિર્યંચયોનિકો શું સમારંભી છે? પૂર્વવત્ કહેવું યાવત્ કર્મો પરિગૃહીત કર્યા છે. શિખર, કૂટ, પર્વતો, શિખરી પહાડો તથા જલ, સ્થલ, બિલ, ગુફા, લયન તથા ઉર્ઝર, નિર્ઝર, ચિલ્લલ, પલ્લલ, વાપી તથા અગડ, તગડ, દ્રહ, નદી. વાપી, પુષ્કરિણી, દીર્ઘિકા, ગુંજાલિકા, સરોવર, સરપંક્તિ, સરસરપંક્તિ, બિલપંક્તિ તથા આરામ, ઉદ્યાન, કાનન, વન, વનખંડ, વનરાજી તથા દેવકુલ, સભા, પ્રપા, સ્તુભ, ખાડ, પરિખા તથા પ્રાકાર, અટ્ટાલગ, ચરિકા, દ્વાર, ગોપુર તથા પ્રાસાદ, ઘર, ઝુંપડા, લયન, હાટો તથા શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, મહાપથ તથા શકટ, રથ, યાન, યુગ્ય, ગિલ્લિ, થિલ્લિ, ડોળી, સ્યંદમાનિકા તથા લોઢી, લોઢાનું કડાયું, કડછા તથા ભવન, તથા દેવ, દેવી, મનુષ્ય, માનુષી, તિર્યંચયોનિક, તિર્યંચયોનિની, આસન, શયન, ખંડ, ભાંડ, સચિત્ત-અચિત્ત-મિશ્ર દ્રવ્યો એ બધાંનો પરિગ્રહ કરે છે. તેથી એમ કહ્યું કે તિર્યંચો આરંભી, પરિગ્રહી છે.
તિર્યંચો માફક મનુષ્યો પણ કહેવા. વ્યંતર, જ્યોતિષ્ અને વૈમાનિકને ભવનવાસી માફક જાણવા.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit