Pramāṇa · Search · About · API

Viyahapannatti 409

Viyāhapannatti: ṭīkānusārī vivecana 409

Language
Gujarati

409

‘ભગવતી’ સૂત્ર-૨૭૩ :– [૬/૧/૨૭૩]
ભગવન્‌! જે મહાવેદનાવાળો હોય, તે મહાનિર્જરાવાળો હોય, જે મહાનિર્જરાવાળો હોય તે મહાવેદનાવાળો હોય તથા મહાવેદનાવાળા અને અલ્પવેદનાવાળામાં જે પ્રશસ્ત નિર્જરાવાળો છે, તે ઉત્તમ છે? હા, ગૌતમ! તે એ પ્રમાણે જ જાણવું.
ભગવન્‌! છઠ્ઠી, સાતમી પૃથ્વીમાં નૈરયિકો મહાવેદના યુક્ત છે? હા, છે. - - તેઓ શ્રમણ નિર્ગ્રન્થ કરતા મહાનિર્જરાવાળા છે? ગૌતમ! તેમ નથી. ભગવન્‌! એમ કેમ કહ્યું? - X - ગૌતમ! જેમકે કોઈ બે વસ્ત્રો હોય, એક કર્દમ રાગરક્ત, એક ખંજન રાગરક્ત. ગૌતમ! આ બે વસ્ત્રોમાં ક્યું વસ્ત્ર-દુર્ધોતતર, દુર્વામ્યતર, દુષ્પ્રતિકર્મતર છે અને ક્યું વસ્ત્ર સુધૌતતર, સુવામ્યતર, સુપરિકર્મતર છે? -X-X-
ભગવન્‌! તેમાં જે વસ્ત્ર કર્દમરાગરક્ત છે, તે દુર્ધૌતતર, દુર્વામ્યતર, દુષ્પરિતકર્મતર છે. હે ગૌતમ! એ જ પ્રમાણે નૈરયિકોના પાપકર્મ ગાઢીકૃત, ચિક્કણા કરેલા, શ્લિષ્ટ કરેલા, ખિલીભૂત હોય છે. માટે તેઓ સંપ્રગાઢ પણ વેદના વેદતા મોટી નિર્જરા કે મોટા પર્યવસાનવાળા નથી. - અથવા - જેમ કોઈ પુરુષ જોરદાર અવાજસહ મહાઘોષ કરતો, લગાતાર જોર-જોરથી ચોંટ મારી એરણને કુટતો પણ તે એરણના સ્થૂલ પુદ્ગલોનો નાશ કરવા સમર્થ થતો નથી, એ પ્રકારે હે ગૌતમ! નૈરયિકો પાપકર્મો ગાઢ કરીને યાવત્‌ મહાપર્યવસાન થતો નથી.
ભગવન્‌! તેમાં જે વસ્ત્રો ખંજનરાગરક્ત છે, તે સુધૌતતર, સુવામ્યતર, સુપરિતકર્મતર છે – હે ગૌતમ! એ જ પ્રમાણે શ્રમણ નિર્ગ્રન્થોના યથાબાદર કર્મો શિથિલીકૃત્‌, નિષ્ઠીત કર્મો, વિપરિણામિત છે, તેથી શીઘ્ર જ વિધ્વસ્ત થાય છે. જેટલી-તેટલી પણ વેદના વેદતા મહાનિર્જરા, મહાપર્યવસાનવાળા થાય છે. જેમ કોઈ પુરુષ ઘાસના સુકા પુળાને અગ્નિમાં ફેંકે છે. તેમ ગૌતમ! જલ્દીથી - X - બળી જાય? હા, બળી જાય. હે ગૌતમ! એ પ્રમાણે શ્રમણ નિર્ગ્રન્થોના યથાબાદર કર્મો યાવત્‌ મહાપર્યવસાનવાળા થાય છે. જેમ કોઈ પુરુષ અતિતપ્ત લોઢાના ગોળા ઉપર પાણીનું ટીપું મુકે યાવત્‌ તે નાશ પામે, એ રીતે હે ગૌતમ! શ્રમણ નિર્ગ્રન્થોને યાવત્‌ મહાપર્યવસાનવાળા થાય. તેથી જે મહાવેદનાવાળો તે મહાનિર્જરાવાળો થાય. - X -

Linked texts (1)