Viyahapannatti 423
Viyāhapannatti: ṭīkānusārī vivecana 423
- Language
- Gujarati
423
‘ભગવતી’ સૂત્ર-૨૮૩ :– [૬/૩/૨૮૩]
ભગવન્! કર્મપ્રકૃતિ કેટલી છે? ગૌતમ! આઠ કર્મપ્રકૃતિ છે. તે આ – જ્ઞાનાવરણીય યાવત્ અંતરાય.
ભગવન્! જ્ઞાનાવરણીય કર્મની બંધસ્થિતિ કેટલા કાળની છે? ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી ૩૦ કોડાકોડી સાગરોપમ, ૩૦૦૦ વર્ષ અબાધાકાળ. અબાધાકાળ જેટલી ન્યૂન કર્મસ્થિતિ-કર્મનિષેક જાણવો. એ રીતે દર્શનાવરણીયની જાણવી. વેદનીયની જઘન્યથી બે સમય, ઉત્કૃષ્ટથી જ્ઞાનાવરણીયવત્.
મોહનીય કર્મ જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી ૭૦ કોડાકોડી સાગરોપમ છે. ૭૦૦૦ વર્ષ અબાધાકાળ છે. અબાધાકાળ ન્યૂન કર્મસ્થિતિ-કર્મનિષેક જાણવો. આયુની જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી ૩૩-સાગરોપમ, પૂર્વકોટિના ત્રણ ભાગથી અધિક ૩૩-સાગરોપમ કર્મસ્થિતિ-કર્મનિષેક છે. નામ, ગોત્ર કર્મની જઘન્યથી આઠ મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી ૨૦ કોડાકોડી સાગરોપમ, ૨૦૦૦ વર્ષ અબાધાકાળ. તેટલી ન્યૂનથી કર્મસ્થિતિ-કર્મનિષેક છે. અંતરાયકર્મને જ્ઞાનાવરણીય કર્મ માફક જાણવું.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit