Viyahapannatti 424
Viyāhapannatti: ṭīkānusārī vivecana 424
- Language
- Gujarati
424
વિવેચન :–૨૮૩
અબાધા - કર્મના બંધથી ઉદયનું અંતર. આ અબાધાકાળ જેટલી ન્યૂન કર્મસ્થિતિ, તે કર્મનિષેક છે. કર્મદલિકને અનુભવવાની રચના વિશેષ તે કર્મનિષેક. તે પહેલા સમયે ઘણું રચે, બીજા સમયે વિશેષહીન યાવત્ ઉત્કૃષ્ટ સ્થિતિક કર્મદલિક હોય, તેને તેટલું વિશેષ હીન બનાવે - X - બાંધેલ પણ જ્ઞાનાવરણીય કર્મ ૩૦૦૦ વર્ષ સુધી અવેદ્ય રહે. તેથી તેટલો ન્યૂન અનુભવકાળ થયો. - X - બીજા કહે છે – ૩૦૦૦ વર્ષ અબાધા કાળ અને ૩૦ કોડાકોડી સાગરોપમ બાધાકાળ, તે બંને કર્મસ્થિતિકાળ કહેવાય. તેમાંથી અબાધાને છોડી બાકી કર્મનિષેક કાળ.
[હવે પછીની વૃત્તિ સૂત્ર-૨૮૪-ની છે. તેનું મુદ્રણ કે સંપાદન ભૂલથી અહીં થયેલ હોવાથી અમે અહીં અનુવાદ મુકેલ છે.]
સ્ત્રી આદિ ત્રણ આયુ બાંધે કે ન બાંધે. બંધકાળે બાંધે અબંધકાળે ન બાંધે. આયુ એક ભવમાં એક જ વખત બંધાય. જે સ્ત્રી આદિ વેદરહિત છે. તે - આયુ ન બાંધે. કેમકે નિવૃત્તિ બાદર સંપરાયાદિ ગુણઠાણે આયુબંધનો વિચ્છેદ છે. - - સંયત - પહેલાના ચાર સંયમમાં જ્ઞાનાવરણ બાંધે, યથાખ્યાત સંયત ન બાંધે. અસંયત-મિથ્યાદૃષ્ટિ આદિ, સંયતાસ્યત - દેશવિરત તે બંને બાંધે. સંયમાદિ ભાવ નિષિદ્ધ છે, તે સિદ્ધ છે, તે ન બાંધે સંયત, અસંયત, સંયતાસંયત આયુબંધકાલે બાંધે, અન્યદા ન બાંધે, માટે તેમને આયુ બંધ ભજનાએ કહ્યો.
સમ્યગ્દૃષ્ટિ - તેમાં વીતરાગ, એકવિધ કર્મબંધક હોવાથી જ્ઞાનાવરણ ન બાંધે. સરાગ સમ્યગ્દૃષ્ટિ બાંધે. મિથ્યાદૃષ્ટિ, મિશ્રદૃષ્ટિ તે બંને બાંધે જ. તેથી સમ્યગ્દૃષ્ટિ, મિથ્યાદૃષ્ટિ કદાચ બાંધે કદાચ ન બાંધે. અપૂર્વકરણાદિ સમ્યગ્દૃષ્ટિ આયુ ન બાંધે, બીજા આયુબંધ કાલે બાંધે, અન્યદા ન બાંધે. મિથ્યાદૃષ્ટિ પણ એ પ્રમાણે જાણવા. મિશ્રદૃષ્ટિ ન બાંધે.
સંજ્ઞી - મનઃપર્યાપ્તિ યુક્ત. જો વીતરાગ હોય તો જ્ઞાનાવરણ ન બાંધે, સરાગ હોય તો બાંધે, તેથી કદાચિત કહ્યું. અસંજ્ઞી તો બાંધે જ. કેવલી અને સિદ્ધને હેતુનો અભાવ હોવાથી ન જ બાંધે. સંજ્ઞી, અસંજ્ઞી બંને વેદનીયને બાંકે, કેમકે અયોગી, સિદ્ધ સિવાયના તેના બંધક હોય છે. સયોગીકેવલી, અયોગી કેવલી અને સિદ્ધમાં સયોગી કેવલી વેદનીય બાંધે, અયોગી કેવલી અને સિદ્ધ ન બાંધે, તેથી ભજના કહ્યું. સંજ્ઞી, અસંજ્ઞી કદાચ આયુ બાંધે. કેવલી અને સિદ્ધ ન બાંધે.
ભવસિદ્ધિક - વીતરાગ જ્ઞાનાવરણ ન બાંધે. અન્ય બાંધે, માટે ભજના કહ્યું. સિદ્ધ ન બાંધે, ભવ્ય અને અભવ્ય આયુ બંધકાળે બાંધે અન્યદા ન બાંધે, તેથી ભજના કહ્યું. - દર્શન - ચક્ષુ, અચક્ષુ, અવધિ દર્શની જો છદ્મસ્થ વીતરાગ હોય તો જ્ઞાનાવરણ ન બાંધે, કેમકે તેઓ વેદનીયના જ બંધક છે. જો તે સરાગ હોય તો બાંધે, માટે ભજના કહ્યું. ભવસ્થ કેવલદર્શની અને સિદ્ધ ન બાંધે. પ્રથમ ત્રણ દર્શનવાળા છદ્મસ્થ વીતરાગ અને સરાગી, વેદનીય બાંધે જ. કેવલદર્શની સયોગી કેવલી બાંધે છે. અયોગી કેવલી અને સિદ્ધ વેદનીય કર્મ નથી બાંધતા.
પર્યાપ્તક - તેમાં વીતરાગ, જ્ઞાનાવરણ ન બાંધે, સરાગી બાંધે, તેથી ભજના કહ્યું. સિદ્ધો ન બાંધે. પર્યાપ્તા-અપર્યાપ્તા આયુબંધ કાલે બાંધે અન્યદા ન બાંધે, માટે ભજના. - X - ભાષક - ભાષા લબ્ધિવાળો, તે ભાષક, અન્ય તે અભાષક. વીતરાગભાષક જ્ઞાનાવરણ ન બાંધે, સરાગ બાંધે. અયોગી અને સિદ્ધ અભાષક ન બાંધે, વિગ્રહગતિ પ્રાપ્ત પૃથ્વી આદિ અભાષકો બાંધે, માટે ‘ભજનાએ’ કહ્યું. સયોગીના અવસાનવાળો પણ ભાષક સદ્વેદનીયબંધક હોય માટે ભાષક જીવ વેદનીય બાંધે. અયોગી અને સિદ્ધ ન બાંધે. પૃથ્વી આદિ જીવો બાંધે.
પરીત્ત - એટલે પ્રત્યેક શરીરી કે અલ્પસંસારી. તે વીતરાગ હોય તો જ્ઞાનાવરણ ન બાંધે. સરાગ પરીત્ત બાંધે, માટે ભજના કહ્યું. અપરિત્ત - સાધારણ કાય કે અનંત સંસારી. તે બાંધે. સિદ્ધો ન બાંધે. પ્રત્યેક શરીરી આદિ આયુ બંધ કાલે જ આયુ બાંધે, સર્વદા નહીં, માટે ભજના સિદ્ધો ન જ બાંધે. - - જ્ઞાન - મતિજ્ઞાની આદિચાર જ્ઞાની વીતરાગ અવસ્થામાં જ્ઞાનાવરણ ન બાંધે, સરાગાવસ્થામાં બાંધે. છદ્મસ્થ વીતરાગ વેદનીય બાંધે. સયોગી કેવલીને વેદનીયનો બંધ છે. અયોગી અને સિદ્ધોને બંધ નથી, તેથી ભજનાએ કહ્યું.
યોગ - મન, વચન, કાયયોગીમાં જે ઉપશાંત મોહી, ક્ષીણમોહી સયોગી કેવલી છે તે જ્ઞાનાવરણ ન બાંધે, તે સિવાયના બાંધે, માટે ભજના. અયોગી કેવલી અને સિદ્ધ ન બાંધે. સયોગીને વેદનીયનો બંધ હોવાથી મનોયોગી આદિ બાંધે, સર્વકર્મના અબંધક અયોગી ન બાંધે.
ઉપયોગ - સાકાર, અનાકાર. [અહીંથી વૃત્તિ૦ ખંડિત સંપાદિત થઈ છે. અમે અંદાજે પૂર્તી કરેલ છે.] તે બંનેમાં સયોગી જીવો યથાયોગ્ય બાંધે, અયોગી જીવો ન બાંધે (જ્ઞાનાવરણાદિ) માટે ભજના કહી છે. [હવેની સંપાદિત વૃત્તિ, આ સૂત્ર-૨૮૩-ની જ છે. તે આ –]
અબાધાકાળ - આયુષ્યમાં ૩૩ સાગરોપમ નિષેક કાળ છે, અને પૂર્વકોટીનો ત્રિભાગ અબાધાકાળ છે. વેદનીય - તદ્દન કષાયરહિત સ્થિતિમાં, માત્ર શરીરાદિ યોગ જ નિમિત્તભૂત હોય, તે વેદનીયની સ્થિતિ બે સમયની છે. સકષાયીને તો જઘન્ય ૧૨-મુહૂર્ત્ત સ્થિતિ હોય.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit