Viyahapannatti 425
Viyāhapannatti: ṭīkānusārī vivecana 425
- Language
- Gujarati
425
‘ભગવતી’ સૂત્ર-૨૮૪ :– [૬/૩/૨૮૪]
ભગવન્! જ્ઞાનાવરણીય કર્મ સ્ત્રી બાંધે કે પુરુષ કે નપુંસક? અથવા જે સ્ત્રી, પુરુષ કે નપુંસક ન હોય તે બાંધે? ગૌતમ! સ્ત્રી, પુરુષ, નપુંસક ત્રણે બાંધે. જે સ્ત્રી-પુરુષ કે નપુંસક નથી, તે કદાચ બાંધે અને કદાચ ન બાંધે. એ પ્રમાણે આયુ સિવાય સાતે કર્મપ્રકૃત્તિ જાણવી.
ભગવન્! આયુકર્મ સ્ત્રી બાંધે કે પુરુષ કે નપુંસક? ગૌતમ! ત્રણે માટે ભજના. સ્ત્રી, પુરુષ, નપુંસક નથી તે ન બાંધે.
ભગવન્! જ્ઞાનાવરણીય કર્મ સંયત, અસંયત, સંયતા-સંયત કે નોસંયત નોઅસંયત નોસંયતાસંયત, તેમાં કોણ બાંધે? ગૌતમ! સંયત કદાચીત બાંધે કે ન બાંધે. અસંયત બાંધે. સંયતાસંયત બાંધે. નોસંયત નોઅસંયત નોસંયતાસંયત ન બાંધે. એ રીતે આયુ સિવાયની સાતે જાણવી. આયુ નીચેના ત્રણને ભજના. ઉપરના ન બાંધે.
ભગવન્! જ્ઞાનાવરણીય કર્મ, સમ્યગ્દૃષ્ટિ બાંધે, મિથ્યાદૃષ્ટિ બાંધે કે સમ્યગ્મિથ્યાદૃષ્ટિ? ગૌતમ! સમ્યગ્દૃષ્ટિ કદાચ બાંધે કે ન બાંધે. બાકીના બે બાંધે. એ રીતે આયુ સિવાય સાતે બાંધે. આયુ પહેલા બેને ભજના. સમ્યગ્મિથ્યાદૃષ્ટિ ન બાંધે.
જ્ઞાનાવરણીય શું સંજ્ઞી બાંધે કે અસંજ્ઞી કે નોસંજ્ઞીનોઅસંજ્ઞી બાંધે? ગૌતમ! પહેલા ત્રણને ભજના, ચોથા ન બાંધે. એ રીતે વેદનીય વર્જીને સાતે જાણવી. વેદનીય પહેલા ત્રણ બાંધે, ચોથાને ભજના.
જ્ઞાનાવરણીય કર્મ, પર્યાપ્તો, અપર્યાપ્તો, નોપર્યાપ્ત-નોઅપર્યાપ્તામાં કોણ બાંધે? ગૌતમ! પર્યાપ્તાને ભજના, અપર્યાપ્તો બાંધે, નોપર્યાપ્તો-નોઅપર્યાપ્તો ન બાંધે. એ રીતે આયુ વર્જીને સાતે જાણવી. આયુ, પહેલા બે બાંધે, ત્રીજા ન બાંધે. જ્ઞાનાવરણીય કર્મ, ભાષક બાંધે કે અભાષક? ગૌતમ! બંને ભજનાએ. એ રીતે વેદનીય વર્જીને સાતે જાણવી. વેદનીય, ભાષક બાંધે, અભાષકને ભજના. - જ્ઞાનાવરણીય પરિત્ત બાંધે, અપરિત્ત બાંધે કે નોપરિત્ત નોઅપરિત્ત બાંધે? ગૌતમ! પરિત્ત ભજનાએ, અપરિત્ત બાંધે, નોપરિત્ત નોઅપરિત્ત ન બાંધે. એ રીતે આયુને વર્જીને સાતે કર્મપ્રકૃત્તિ જાણવી. આયુ, પહેલા બેને ભજના. ત્રીજા ન બાંધે.
જ્ઞાનાવરણીયકર્મ મતીજ્ઞાની યાવત્ કેવલજ્ઞાનીમાં કોણ બાંધે? ગૌતમ! પહેલા ચારને ભજના. કેવલજ્ઞાની ન બાંધે. એ રીતે વેદનીય વર્જીને સાતે જાણવી. પહેલા ચાર વેદનીય બાંધે, પાંચમાને ભજના. જ્ઞાનાવરણીય કર્મ, મતિ અજ્ઞાની-શ્રુત અજ્ઞાની-વિભંગ જ્ઞાનીમાંથી કોણ બાંધે? ગૌતમ! ત્રણે બાંધે. આયુ વર્જીને સાતે પણ બાંધે.
જ્ઞાનાવરણીય કર્મ, મનોયોગી-વચનયોગી-કાયયોગી અને અયોગીમાંથી કોણ બાંધે. ગૌતમ! પહેલાં ત્રણને ભજના, અયોગી ન બાંધે. એ રીતે વેદનીય વર્જીને પહેલા ત્રણ વેદનીય બાંધે, અયોગી નહીં.
જ્ઞાનાવરણીય સાકારોપયુક્ત બાંધે કે અનાકારોપયુક્ત? ગૌતમ! આઠે કર્મ૦ ભજનાએ. જ્ઞાનાવરણીય આહારક બાંધે કે અણાહારક? ગૌતમ! બંનેને ભજના. આહારકને આયુ ભજનાએ, અણાહારક ન બાંધે. જ્ઞાનાવરણીય કર્મ સૂક્ષ્મ જીવ બાંધે, બાદર બાંધે કે નોસૂક્ષ્મ નોબાદર? ગૌતમ! સૂક્ષ્મો બાંધે, બાદરને ભજના, નોસૂક્ષ્મ નોબાદર ન બાંધે. એ રીતે આયુ વર્જીને સાતે બાંધે. સૂક્ષ્મ અને બાદરને આયુની ભજના, નોસૂક્ષ્મ નોબાદર ન બાંધે. ... જ્ઞાનાવરણીય ચરિમ બાંધે કે અચરિમ? આઠે ભજનાએ.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit