Pramāṇa · Search · About · API

Viyahapannatti 426

Viyāhapannatti: ṭīkānusārī vivecana 426

Language
Gujarati

426

વિવેચન :–૨૮૪
[આ સૂત્રની ઘણી વૃત્તિ સૂત્ર-૨૮૩-માં મુદ્રક કે પ્રકાશકની ભૂલથી છપાઈ છે, અમે ત્યાં જ નોંધી છે, તે ત્યાં જોવી.]
સ્ત્રીદ્વાર - વેદના ઉદયથી રહિત ‘ન સ્ત્રી, ન પુરુષ, ન નપુંસક’ કહેવાય. તે અનિવૃત્તિ બાદર સંપરાયાદિ ગુણ ઠાણે હોય છે. છ કે સાતના બંધક હોવાથી તેને જ્ઞાનાવરણીયના બંધક કહ્યા. ઉપશાંત મોહાદિવાળા એકવિધ બંધક છે. માટે કહ્યું – કદાચ બાંધે, કદાચ ન બાંધે.
આહારક - તેમાં વીતરાગ જ્ઞાનાવરણ ન બાંધે, સરાગી બાંધે, માટે ભજના કહ્યું. અનાહારકમાં કેવલી ન બાંધે, વિગ્રહગતિપ્રાપ્ત બાંધે. તેથી તેને પણ ભજના. - - અયોગી સિવાય બધાં વેદનીય બાંધે. અનાહારકમાં વિગ્રહગતિ પ્રાપ્ત અને સમુદ્ઘાતગત કેવલી બાંધે, અયોગી અને સિદ્ધો ન બાંધે, માટે ભજના. - આયુબંધકાળે જ આયુ બાંધે, અન્યદા ન બાંધે તેથી ભજના. અનાહારક આયુ ન બાંધે.
સૂક્ષ્મ - વીતરાગ બાદરો જ્ઞાનાવરણના અબંધક છે. સરાગ બાદરને ભજના, સિદ્ધો ન બાંધે. - X - બંધ કાળે બાંધે, અન્યદા ન બાંધે, માટે ભજના. - - ચરમ - જેનો છેલ્લો ભવ હોય તે ચરમ. જેને તેમ નથી, તે અચરમ. સિદ્ધને અચરમ કહેવા. તેમાં ચરમ યથાયોગ આઠે પણ બાંધે, અયોગી ન બાંધે, માટે ભજના. અચરમ સંસારી છે, તે આઠે પણ બાંધે. સિદ્ધો ન બાંધે, માટે ભજના.

Linked texts (1)