Pramāṇa · Search · About · API

Viyahapannatti 458

Viyāhapannatti: ṭīkānusārī vivecana 458

Language
Gujarati

458

‘ભગવતી’ સૂત્ર-૩૧૮ :– [૬/૯/૩૧૮]
ભગવન્‌! મહર્દ્ધિક યાવત્‌ મહાનુભાગ દેવ બાહ્ય પુદ્ગલો ગ્રહણ કર્યા વિના એક વર્ણ, એકરૂપ વિકુર્વવા સમર્થ છે? ગૌતમ! તેમ ન થાય. - ભગવન્‌! બાહ્ય પુદ્ગલ ગ્રહીને તેમ કરી શકે છે? હા, કરી શકે. - - ભગવન્‌! તે અહીં રહેલ પુદ્ગલો ગ્રહીને વિકુર્વે કે, ત્યાં રહેલ પુદ્ગલ ગ્રહીને વિકુર્વે કે અન્યત્ર રહેલ પુદ્ગલો ગ્રહીને? ગૌતમ! ત્યાં રહેલ પુદ્ગલો ગ્રહીને વિકુર્વે, અહીંના કે અન્યત્રના ગ્રહીને નહીં. આ પ્રમાણે આ આલાવા વડે યાવત્‌ એકવર્ણ-એકરૂપ, એકવર્ણ-અનેકરૂપ, અનેકવર્ણ-એકરૂપ, અનેકવર્ણ - અનેકરૂપને વિકુર્વે.
ભગવન્‌! મહર્દ્ધિક યાવત્‌ મહાનુભાગ દેવ બાહ્ય પુદ્ગલ ગ્રહણ કર્યા વિના કાળા પુદ્ગલોને નીલ પુદ્ગલરૂપે અને નીલ પુદ્ગલો કાળા પુદ્ગલરૂપે ગ્રહણ કરવા સમર્થ છે? ગૌતમ! તે અર્થ યોગ્ય નથી. પણ પુદ્ગલો ગ્રહીને તેમ કરી શકે. - ભગવન્‌! તે અહીં રહેલા પુદ્ગલો આદિ પૂર્વવત્‌. વિશેષ આ – પરિણમાવે એમ કહેવું. એ રીતે કાળા પુદ્ગલ લાલ પુદ્ગલપણે, એ રીતે કાળાને યાવત્‌ સફેદ, એ રીતે નીલને યાવત્‌ સફેદ, એ રીતે લાલને યાવત્‌ સફેદ, એ રીતે પીળાને યાવત્‌ સફેદ વર્ણપણે, આ ક્રમે ગંધ, રસ, સ્પર્શમાં સમજવું યાવત્‌ કર્કશ સ્પર્શ પુદ્ગલને મૃદુ સ્પર્શ પુદ્ગલપણે પરિણમાવે. એ પ્રમાણે ગુરુ-લઘુ, શીત-ઉષ્ણ, સ્નિગ્ધ-રૂક્ષ, વર્ણાદિને સર્વત્ર પરિણમાવે છે. અહીં બબ્બે આલાવા કહેવા. પુદ્ગલો ન ગ્રહણ કરીને અને ગ્રહણ કરીને.

Linked texts (1)