Pramāṇa · Search · About · API

Viyahapannatti 460

Viyāhapannatti: ṭīkānusārī vivecana 460

Language
Gujarati

460

‘ભગવતી’ સૂત્ર-૩૧૯ :– [૬/૯/૩૧૯]
ભગવન્‌! અવિશુદ્ધલેશ્યાવાળો દેવ અનુપયુક્ત આત્મા વડે અવિશુદ્ધલેશ્યી દેવને, દેવીને, બેમાંના એકને જાણે? જુએ? - ના, તેમ ન થાય. એ પ્રમાણે અવિશુદ્ધલેશ્યી દેવ, અનુપયુક્ત આત્મા વડે વિશુદ્ધલેશ્ય દેવાદિને જાણે - જુએ? અવિશુદ્ધલેશ્યી દેવ ઉપયુક્ત આત્મા વડે અવિશુદ્ધલેશ્ય દેવાદિને જાણે - જુએ? અવિશુદ્ધલેશ્યી દેવ ઉપયુક્ત આત્માથી વિશુદ્ધલેશ્ય દેવાદિને જાણે-જુએ? અવિશુદ્ધલેશ્ય દેવ ઉપયુક્ત-અનુપયુક્ત આત્મા વડે અવિશુદ્ધ લેશ્યી દેવાદિને જાણે જુએ? અવિશુદ્ધ લેશ્યી ઉપયુક્તાનુપયુક્ત લેશ્યાથી વિશુદ્ધલેશ્યીને જાણે-જુએ?
ભગવન્‌! વિશુદ્ધ લેશ્ય દેવ ઉપયોગ વડે અવિશુદ્ધ લેશ્ય દેવને જાણે-જુએ? હા, જાણે-જુએ. એ પ્રમાણે વિશુદ્ધ૦ ઉપયુક્ત૦ વિશુદ્ધ લેશ્ય દેવને જાણે-જુએ-હા જાણે-જુએ. વિશુદ્ધ લેશ્ય ઉપયુક્તાનુપયુક્ત અવિશુદ્ધલેશ્ય દેવને? વિશુદ્ધલેશ્ય ઉપયુક્તાનુપયુક્ત વિશુદ્ધ લેશ્ય દેવને? - એ પ્રમાણે નીચેના આઠ ન જાણે-ન જુએ. ઉપરના ચાર જાણે-જુએ. ભગવન્‌! તે એમ જ છે, એમ જ છે.

Linked texts (1)