Viyahapannatti 482
Viyāhapannatti: ṭīkānusārī vivecana 482
- Language
- Gujarati
482
‘ભગવતી’ સૂત્ર-૩૩૪ :– [૭/૧/૩૩૪]
ભગવન્! દુઃખી દુઃખથી સ્પૃષ્ટ છે કે અદુઃખી? ગૌતમ! દુઃખી દુઃખથી સ્પૃષ્ટ છે, અદુઃખી નહીં.
ભગવન્! દુઃખી નૈરયિક દુઃખથી સ્પૃષ્ટ છે કે અદુઃખી નૈરયિક દુઃખથી સ્પૃષ્ટ છે? ગૌતમ! દુઃખી નૈરયિક દુઃખથી સ્પૃષ્ટ છે, અદુઃખી નહીં. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. આ પ્રમાણે પાંચ દંડક જાણવા. - દુઃખી દુઃખથી સ્પૃષ્ટ, દુઃખી દુઃખનું ગ્રહણ કરે, દુઃખી દુઃખને ઉદીરે, દુઃખી દુઃખને વેદે, દુઃખી દુઃખને નિર્જરે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit