Pramāṇa · Search · About · API

Viyahapannatti 494

Viyāhapannatti: ṭīkānusārī vivecana 494

Language
Gujarati

494

વિવેચન :–૩૪૩
- X - પંચેન્દ્રિય તિર્યંચો દેશથી જ મૂલગુણ પ્રત્યાખ્યાની છે, કેમકે તેઓમાં સર્વવિરતિનો અભાવ છે. કહ્યું છે – તિર્યંચોમાં ચારિત્રનો નિષેધ છે, પણ તે સમયે ઘણાંને મહાવ્રતારોપણ સંભળાય છે. તેની પરિહાર ગાથા પણ છે - તેઓને મહાવ્રતોના સદ્ભાવ છતાં બહુગુણવાન્‌ કેવલ સંભૂતિ પરિણામ - ચારિત્ર પરિણામ નથી.
હવે મૂલગુણ પ્રત્યાખ્યાનાદિવાળાનું અલ્પબહુત્વને વિચારીએ - દેશથી કે સર્વથી જે મૂલગુણવાળા છે, તે થોડા છે, દેશથી અને સર્વથી ઉત્તરગુણવાળા અસંખ્યગુણા છે. અહીં અને સર્વવિરતમાં જેઓ ઉત્તરગુણવાળા છે, તેઓ અવશ્ય મૂલગુણવાળા હોય, મૂલગુણવાળા ઉત્તરગુણ વાળા હોય કે ન પણ હોય. અહીં ઉત્તરગુણ રહિત એવા મૂલગુણવાળા જ લેવા. તેના સિવાયના થોડાં છે, કેમકે ઘણાં સાધુ દશવિધ પ્રત્યાખ્યાન યુક્ત હોય છે. તેઓ પણ મૂલગુણવાળાથી સંખ્યાતગુણા છે, અસંખ્યાતગુણા નહીં. કેમકે બધાં સાધુ સંખ્યાત જ હોય. દેશવિરતમાં મૂલગુણ વાળાથી ભિન્ન ઉત્તરગુણવાળા મળે છે, તેઓ મધ, માંસાદિ વિચિત્ર અભિગ્રહથી ઘણાં હોય છે, એમ કરીને દેશવિરત-ઉત્તરગુણવાળાને આશ્રીને ઉત્તરગુણવાળા મૂલગુણવાળાથી અસંખ્યાતગુણા થાય છે. મનુષ્ય અને પંચેન્દ્રિય તિર્યંચો જ પ્રત્યાખ્યાની છે, બાકીના અપ્રત્યાખ્યાની જ છે. વનસ્પતિ વગેરેને લીધે તેઓ અનંતગુણ છે. મનુષ્ય સૂત્રમાં અપ્રત્યાખ્યાની અસંખ્યગુણ કહ્યા, તે સંમૂર્ચ્છિમ મનુષ્યોના ગ્રહણથી જાણવા. - X -
અલ્પબહુત્વમાં પ્રથમ દંડકવત્‌માં જીવો, પંચેન્દ્રિય તિર્યંચો, મનુષ્યો લેવા. તે નિર્વિશેષ ગુણાદિ પ્રતિબદ્ધ દંડકમાં કહ્યા તે ત્રણે અહીં પણ કહેવા. જેમ જીવો સર્વોત્તર ગુણ પ્રત્યાખ્યાનાદિ કહ્યા, તેમ પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યો કહેવા. અહીં પંચેન્દ્રિય તિર્યંચો પણ સર્વોત્તર ગુણ પ્રત્યાખ્યાની જાણવા. કેમકે દેશવિરતને દેશતી સર્વોત્તર ગુણ પ્રત્યાખ્યાનનો સ્વીકાર છે. - - સંયતાદિ મૂલગુણ પ્રત્યાખ્યાની આદિ હોય છે. સંયતાદિ જીવો ત્રણે પણ હોય. અહીં પ્રજ્ઞાપના સૂત્ર અહીં કહેવું. તે આ - નૈરયિકો સંયત, અસંયત કે સંયતાસંયત? ઈત્યાદિ. અલ્પબહુત્વ સંયતાદિમાં જેમ પ્રજ્ઞાપનામાં કહ્યું, તેમ જીવ, પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્યોમાં સૌથી થોડાં સંયતો, સંયતાસંયત અસંખ્યગુણા, અસંયતોના અનંતગુણા છે ઈત્યાદિ - X - કહેવું.
સંયતાદિ પ્રત્યાખ્યાનાદિત્વથી હોય, તેથી પ્રત્યાખ્યાની આદિ સૂત્ર-શતક-૬, ઉદ્દેશા-૪-માં કહ્યું છે છતાં અહીં - X - સંબંધાંતર દ્વારથી કહ્યું છે - - જીવાધિકારથી તેના શાશ્વતત્વનું સૂત્ર –

Linked texts (1)