Viyahapannatti 502
Viyāhapannatti: ṭīkānusārī vivecana 502
- Language
- Gujarati
502
‘ભગવતી’ સૂત્ર-૩૪૯ :– [૭/૩/૩૪૯]
ભગવન્! જે વેદના, તે નિર્જરા અને નિર્જરા તે વેદના છે? ગૌતમ! ના, તેમ નથી. ભગવન્! એમ કેમ કહ્યું? - X - ગૌતમ! વેદના કર્મ છે, નિર્જરા નોકર્મ છે. તેથી એમ કહ્યું - X - ભગવન્! નૈરયિકોની વેદના તે નિર્જરા અને નિર્જરા તે વેદના કહેવાય? ગૌતમ! ના, તેમ નથી. - - એમ કેમ કહો છો - X -? ગૌતમ! નૈરયિકોની વેદના તે કર્મ છે, નિર્જરા નોકર્મ છે. તેથી ગૌતમ! એમ કહ્યું. એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું.
ભગવન્! જે વેદાયા તે નિર્જર્યા, જે નિર્જર્યા તે વેદાયા કહેવાય? ના, તેમ નથી. ભગવન્! એમ કેમ કહ્યું - X -? ગૌતમ! વેદાયુ તે કર્મ છે, નિર્જર્યુ તે નોકર્મ છે. તેથી એમ કહ્યું. - - ભગવન્! નૈરયિકોને જે વેદાયુ તે નિર્જર્યુ એમ કહેવાય? નૈરયિકોથી વૈમાનિક સુધી પૂર્વવત્ જાણવું.
ભગવન્! શું જે કર્મને વેદે છે, તેને નિર્જરે છે, જેને નિર્જરે છે, તેને વેદે છે? ગૌતમ! તેમ નથી. - - એમ કેમ કહ્યું? - X -? ગૌતમ! કર્મને વેદે છે, નોકર્મને નિર્જરે છે. માટે એમ કહ્યું. એ રીતે નૈરયિકોથી વૈમાનિક.
ભગવન્! શું વેદશે તે નિર્જરશે, જે નિર્જરશે તે વેદશે એમ કહેવાય? ગૌતમ! તેમ નથી. - - એમ કેમ કહ્યું? - X -? ગૌતમ! કર્મને વેદશે, નોકર્મને નિર્જરશે, માટે એમ કહ્યું. એ રીતે નૈરયિકથી વૈમાનિક સુધી.
ભગવન્! જે વેદનાનો સમય, તે નિર્જરાનો સમય, જે નિર્જરા સમય, તે વેદના સમય, એમ કહેવાય? ના, તેમ નથી. - - એમ કેમ - X -? ગૌતમ! જે સમય વેદે, તે સમયે નિર્જરા નથી કરતા, જે સમયે નિર્જરા કરે છે, તે સમયે વેદતા નથી. અન્ય સમયે વેદે છે. અન્ય સમયે નિર્જરે છે. વેદના સમય અન્ય છે, નિર્જરા સમય અન્ય છે. તેથી એમ - X - કહ્યું છે.
ભગવન્! નૈરયિકોને જે વેદના સમય, તે નિર્જરા સમય અને જે નિર્જરા સમય, તે વેદના સમય છે? ગૌતમ! તેમ નથી. - - ભગવન્! એમ કેમ કહ્યું - X -? ગૌતમ! નૈરયિકો, જે સમયે વેદે છે, તે સમયે નિર્જરતા નથી, જે સમયે નિર્જરે છે, તે સમયે વેદતા નથી. અન્ય સમયે વેદે છે, અન્ય સમયે નિર્જરે છે. વેદના સમય અલગ છે, નિર્જરા સમય અલગ છે. તેથી એમ કહ્યું છે - X -. એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit