Pramāṇa · Search · About · API

Viyahapannatti 522

Viyāhapannatti: ṭīkānusārī vivecana 522

Language
Gujarati

522

‘ભગવતી’ સૂત્ર-૩૬૩ :– [૭/૭/૩૬૩]
ભગવન્‌! છદ્મસ્થ મનુષ્ય જે કોઈપણ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થવા યોગ્ય હોય, હે ભગવન્‌! તે ક્ષીણ ભોગી, ઉત્થાન-કર્મ-બળ-વીર્ય-પુરુષાકાર પરાક્રમથી વિપુલ ભોગોપભોગ ભોગવતો વિચરવા સમર્થ નથી? ભગવન્‌! આપ આ અર્થને આમ જ કહો છો? ગૌતમ! એ અર્થ યોગ્ય નથી, કેમકે તે ઉત્થાન-કર્મ-બલ-વીર્ય-પુરુષકાર પરાક્રમ દ્વારા કોઈપણ વિપુલ ભોગોપભોગ ભોગવતો વિચરવાને સમર્થ છે. તેથી તે ભોગી ભોગનો ત્યાગ કરતો મહાનિર્જરા, મહાપર્યવસાનવાળો થાય છે.
ભગવન્‌! અધોવધિક મનુષ્ય જે કોઈ દેવલોકમાં૦ -એ જ બધું જેમ છદ્મસ્થમાં કહ્યું યાવત્‌ મહા-પર્યવસાનવાળો થાય છે.
ભગવન્‌! પરમાહોવધિક મનુષ્ય જે તે જ ભવગ્રહણથી સિદ્ધ થવો યોગ્ય હોય યાવત્‌ અંત કરે, શું તે ક્ષીણભોગી૦ (સમર્થ છે?). બાકી બધું છદ્મસ્થ પ્રમાણે જાણવું. ભગવન્‌! કેવલી મનુષ્ય, જે તે જ ભવગ્રહણથી યાવત્‌ એ બધું પરમાહોવધિક મુજબ યાવત્‌ મહાપર્યવસાન થાય છે.

Linked texts (1)