Viyahapannatti 530
Viyāhapannatti: ṭīkānusārī vivecana 530
- Language
- Gujarati
530
વિવેચન :–૩૬૭, ૩૬૮
સંસાર પરિભ્રમણના કારણથી દુઃખરૂપ છે, પાપકર્મોની નિર્જરા મોક્ષના હેતુરૂપ હોવાથી સુખરૂપ છે. નારકાદિ સંજ્ઞી છે, માટે સંજ્ઞા–
સંજ્ઞાન કે આભોગ તે સંજ્ઞા, બીજા મતે મનોવિજ્ઞાન એ સંજ્ઞા છે. વેદનીય-મોહનીયાદિ આશ્રીને જ્ઞાન-દર્શનાવરણ ક્ષયોપશમ આશ્રીને વિચિત્ર આહારાદિ પ્રાપ્તિની ઈચ્છા વિશેષ તે સંજ્ઞા. તે દશ છે.
(૧) આહાર સંજ્ઞા-ક્ષુધા વેદનીયના ઉદયથી કવલાદિ આહાર અર્થે પુદ્ગલ ગ્રહણ ઈચ્છા. - X -
(૨) ભયસંજ્ઞા-ભયમોહનીયના ઉદયથી વ્યાકુલ ચિત્ત પુરુષનું ભયભીત થવું, કંપવું, રોમાંચિત થવું.
(૩) મૈથુન સંજ્ઞા-પુંવેદાદિ ઉદયથી મૈથુનાર્થે સ્ત્રી આદિના અંગ આલોકન, મુખ જોવું આદિ, તેનાથી કંપનાદિ થવારૂપ લક્ષણ.
(૪) પરિગ્રહ સંજ્ઞા-લોભોદયથી પ્રધાનભવકારણ આસક્તિપૂર્વક સચિત્ત-અચિત દ્રવ્યોપાદન ક્રિયા-ઈચ્છા
(૫) ક્રોધ સંજ્ઞા-ક્રોધોદયના આવેશથી આંખો લાલ થવી, દંતચ્છદ, સ્ફૂરણાદિ ચેષ્ટા.
(૬) માનસંજ્ઞા-માનોદયથી અહંકારરૂપ આત્મોત્કર્ષ ક્રિયા.
(૭) માયાસંજ્ઞા-માયોદયથી અશુભ સંક્લેશ વડે જૂઠ બોલવું આદિ ક્રિયા.
(૮) લોભસંજ્ઞા - લોભોદયથી લોભયુક્ત સચિત્ત-અચિત્ત દ્રવ્ય પ્રાર્થનારૂપ સંજ્ઞા.
(૯) ઓઘસંજ્ઞા - મતિજ્ઞાનાવરણ ક્ષયોપશમથી શબ્દાદિ અર્થગોચર સામાન્ય અવબોધ ક્રિયા કે ઉપયોગરહિત ક્રિયા.
(૧૦) લોકસંજ્ઞા-શબ્દાદિ અર્થ ગોચર વિશેષ અવબોધ ક્રિયા આ રીતે ઓઘસંજ્ઞા, તે દર્શનોપયોગ અને લોકસંજ્ઞા, તે જ્ઞાનોપયોગ. આ દશેને સુખે સમજવા પંચેન્દ્રિયને આશ્રીને કહ્યું. એકેન્દ્રિય આદિને તો પ્રાયઃ યથોક્ત ક્રિયા નિબંધન કર્મોદયાદિ રૂપ જ જાણવી.
જીવાધિકારથી નૈરયિકાદિ. પરજ્ઝ - પરવશ. અહીં વેદના કહી તે ક્રિયા વિશેષથી તે મહા કે અલ્પ અને સમ છે, તે દર્શાવે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit