Pramāṇa · Search · About · API

Viyahapannatti 547

Viyāhapannatti: ṭīkānusārī vivecana 547

Language
Gujarati

547

‘ભગવતી’ સૂત્ર-૩૮૦ :– [૭/૧૦/૩૮૦]
ભગવન્‌! અચિત પુદ્ગલો પણ પ્રકાશે છે, ઉદ્યોત કરે છે, તપે છે, પ્રભાસે છે? હા, તેમ છે.
ભગવન્‌! કયા અચિત પુદ્ગલો પ્રકાશે છે યાવત્‌ પ્રભાસે છે? હે કાલોદાયી! ક્રુદ્ધ અણગારની તેજોલેશ્યા નીકળ્યા પછી દૂર જઈને દૂર દેશમાં પડે છે, જવા યોગ્ય દેશે જઈને તે દેશમાં પડે છે જ્યાં જ્યાં તે પડે છે, ત્યાં ત્યાં તે અચિત્ત પુદ્ગલો પણ પ્રકાશયુક્ત હોય છે યાવત્‌ પ્રભાસે છે. ત્યારે તે કાલોદાયી અણગારે શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમીને, ઘણાં ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ યાવત્‌ આત્માને ભાવિત કરતા, જેમ પહેલા શતકમાં કાલાસ્યવેષા પુત્રને કહ્યા, યાવત્‌ તેમ સર્વદુઃખથી મુક્ત થયા. ભગવન્‌! તેમજ છે.

Linked texts (1)