Viyahapannatti 554
Viyāhapannatti: ṭīkānusārī vivecana 554
- Language
- Gujarati
554
‘ભગવતી’ સૂત્ર-૩૮૩ :– [૮/૧/૩૮૩]
ભગવન્! પ્રયોગપરિણત પુદ્ગલો કેટલા પ્રકારે કહ્યા? ગૌતમ! પાંચ પ્રકારે – એકેન્દ્રિય પ્રયોગપરિણત યાવત્ પંચેન્દ્રિયપ્રયોગ પરિણત. - - ભગવન્! એકેન્દ્રિય પ્રયોગપરિણત પુદ્ગલો કેટલા પ્રકારે છે? ગૌતમ! પાંચ પ્રકારે. પૃથ્વીકાય એકેન્દ્રિય પ્રયોગપરિણત યાવત્ વનસ્પતિકાય એકેન્દ્રિય પ્રયોગપરિણત.
ભગવન્! પૃથ્વીકાય એકેન્દ્રિય પ્રયોગપરિણત પુદ્ગલો કેટલા પ્રકારે છે – ગૌતમ! બે પ્રકારે – સૂક્ષ્મપૃથ્વીકાયિક એકેન્દ્રિય પ્રયોગ પરિણત, બાદર પૃથ્વીકાયિક એકેન્દ્રિય પ્રયોગપરિણત.
ભગવન્! અપ્કાયિક એકેન્દ્રિય પ્રયોગપરિણત એ પ્રમાણે જ જાણવા. એ રીતે વનસ્પતિકાય સુધી.
ભગવન્! બેઈન્દ્રિય પ્રયોગપરિણત વિશે પૃચ્છા. ગૌતમ! અનેક પ્રકારે છે. આ પ્રમાણે તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય પ્રયોગપરિણતોને પણ જાણવા. પંચેન્દ્રિય પ્રયોગપરિણતની પૃચ્છા. ગૌતમ! તે ચાર ભેદે છે – નૈરયિક, તિર્યંચ, મનુષ્ય, દેવ – પંચેન્દ્રિય પ્રયોગ પરિણત.
નૈરયિક પંચેન્દ્રિય પ્રયોગપરિણતની પૃચ્છા-ગૌતમ! સાત પ્રકારે છે–રત્નપ્રભા પૃથ્વી નૈરયિક પ્રયોગ-પરિણત યાવત્ અધઃસપ્તમ પૃથ્વી નૈરયિક પંચેન્દ્રિય પ્રયોગ પરિણત.-તિર્યંચયોનિકપંચેન્દ્રિય પ્રયોગપરિણતની પૃચ્છા. ગૌતમ! ૩ ભેદે છે - જલચર પંચેન્દ્રિય તિર્યંચ યોનિક પરિણત પુદ્ગલ, સ્થલચર૦ ખેચર૦ પ્રયોગ પરિણત.
જલચર તિર્યંચ યોનિક પ્રયોગ પૃચ્છા - ગૌતમ! બે ભેદે છે – સંમૂર્ચ્છિમ જલચર૦ ગર્ભ વ્યુત્ક્રાંતિક જલચર૦ -સ્થલચર તિર્યંચ૦નો પ્રશ્ન - ગૌતમ! બે ભેદે – ચતુષ્પદ સ્થલચર૦, પરિસર્પ સ્થલચર૦ - - ચતુષ્પદ સ્થલચર૦નો પ્રશ્ન - ગૌતમ! બે ભેદે - સંમૂર્ચ્છિમ ચતુષ્પદ સ્થલચર૦, ગર્ભવ્યુત્ક્રાંતિક ચતુષ્પદ સ્થલચર.
એ પ્રમાણે આ અભિલાપથી પરિસર્પ બે ભેદે - ઉર પરિસર્પ, ભુજગ પરિસર્પ. ઉરપરિસર્પ બે ભેદે - સંમૂર્ચ્છ અને ગર્ભ વ્યુત્ક્રાંતિક. એ પ્રમાણે ભુજપરિસર્પ અને ખેચર પણ જાણવા. -મનુષ્ય પંચેન્દ્રિય પ્રયોગનો પ્રશ્ન, બે ભેદે છે – સંમૂર્ચ્છિમ મનુષ્ય૦, ગર્ભ વ્યુત્ક્રાંતિક મનુષ્ય૦.
દેવ પંચેન્દ્રિય પ્રયોગનો પ્રશ્ન - ગૌતમ! ચાર ભેદે છે – અસુરકુમાર૦ યાવત્ સ્તનિતકુમાર૦ એ રીતે આ જ અભિલાપથી આઠ ભેદે વ્યંતર૦ - પિશાચ યાવત્ ગંધર્વ૦ - જ્યોતિષ્ક પાંચ ભેદે છે - ચંદ્ર વિમાન જ્યોતિષ્ક૦ યાવત્ તારા વિમાન જ્યોતિષ્ક દેવ પ્રયોગ પરિણત. વૈમાનિક૦ બે ભેદે - કલ્પોપપન્નક૦ કલ્પાતીત વૈમાનિક૦ કલ્પોપપન્નક બાર ભેદે છે - સૌધર્મ યાવત્ અચ્યુત કલ્પોપપન્નક વૈમાનિક દેવ૦ - - કલ્પાતીત૦ ગૌતમ! બે ભેદે છે - ગ્રૈવેયક કલ્પાતીત વૈમાનિક૦, અનુત્તરોપપાતિક કલ્પાતીત વૈમાનિક દેવ પ્રયોગ પરિણત પુદ્ગલો.
ગ્રૈવેયક૦ નવ ભેદે છે - હેટ્ઠિમહેટ્ઠિમ ગ્રૈવેયક કલ્પાતીત૦ યાવત્ ઉપરિમઉપરિમ ગ્રૈવેયક કલ્પાતીત૦
અનુત્તરોપપાતિક કલ્પાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલ, ભગવન્! કેટલા પ્રકારે છે? ગૌતમ! પાંચ પ્રકારે. વિજય યાવત્ સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક દેવ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલો.
ભગવન્! સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલો કેટલા ભેદે છે? ગૌતમ! બે ભેદે - પર્યાપ્ત, અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક પ્રયોગ પરિણત. -બાદર પૃથ્વીકાયિકના પણ બે ભેદ. યાવત્ વનસ્પતિકાયિક સુધી બધાંના બે ભેદ - સૂક્ષ્મ, બાદર અને પર્યાપ્તા, અપર્યાપ્તા કહેવા.
બેઈન્દ્રિય પ્રયોગપરિણતનો પ્રશ્ન. ગૌતમ! બે ભેદે છે – પર્યાપ્ત૦, અપર્યાપ્ત૦ એ પ્રમાણે તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય પણ કહેવા.
રત્નપ્રભા પૃથ્વી નૈરયિકની પૃચ્છા - ગૌતમ! બે ભેદ - પર્યાપ્તા૦ અપર્યાપ્તા રત્નપ્રભા પૃથ્વી પરિણત૦ એ પ્રમાણે અધઃસપ્તમી સુધી કહેવું.
સંમૂર્ચ્છિમ જલચર તિર્યંચ પૃચ્છા - ગૌતમ! બે ભેદે - પર્યાપ્તા૦ અપર્યાપ્તા૦. એ રીતે ગર્ભવ્યુત્ક્રાંતિક પણ કહેવા. - - સંમૂર્ચ્છિમ ચતુષ્પદ સ્થલચર૦ અને ગર્ભ વ્યુત્ક્રાંતિક૦ એ પ્રમાણે જ કહેવા - - સંમૂર્ચ્છિમ ખેચર ગર્ભવ્યુત્ક્રાંતિક સુધી એમ જ જાણવું. દરેક પર્યાપ્તા, અપર્યાપ્તા બે ભેદ કહેવા.
સંમૂર્ચ્છિમ મનુષ્ય પંચેન્દ્રિય પૃચ્છા. ગૌતમ! એક જ ભેદ છે – અપર્યાપ્તક૦ - - ગર્ભ વ્યુત્ક્રાંતિક મનુષ્ય પંચેન્દ્રિય પૃચ્છા. ગૌતમ! બે ભેદ છે - પર્યાપ્તા૦, અપર્યાપ્તા ગર્ભવ્યુત્ક્રાંતિક પંચેન્દ્રિય મનુષ્ય પ્રયોગ૦
અસુરકુમાર ભવનવાસી દેવોની પૃચ્છા. ગૌતમ! બે ભેદે. – પર્યાપ્તા૦, અપર્યાપ્તા અસુરકુમાર૦ એ રીતે સ્તનિતકુમાર સુધી જાણવું. આ આલાવા વડે બબ્બે ભેદે પિશાચ૦ યાવત્ ગંધર્વ૦ કહેવા. ચંદ્ર૦ યાવત્ તારા વિમાન૦, સૌધર્મ કલ્પોપન્નક યાવત્ અચ્યુત૦, હેટ્ઠિમ-હેટ્ઠિમ ગ્રૈવેયક૦ યાવત્ ઉપરિમ-ઉપરિમ ગ્રૈવેયક૦ વિજય યાવત્ અપરાજિત અનુત્તર૦ – સર્વાર્થસિદ્ધ કલ્પાતીત પૃચ્છા. ગૌતમ! બે ભેદે - પર્યાપ્તક અને સપર્યાપ્તક૦ યાવત્ પ્રયોગ પરિણત પુદ્ગલ, એ બે ભેદ.
જે અપર્યાપ્તક સૂક્ષ્મ પૃથ્વીકાય એકેન્દ્રિય પ્રયોગપરિણત છે, તે ઔદારિક, તૈજસ, કાર્મણ શરીર પ્રયોગ પરિણત છે. જે પર્યાપ્ત સૂક્ષ્મ યાવત્ પરિણત છે, તે પણ તેમજ છે. એ પ્રમાણે ચતુરિન્દ્રિય પર્યાપ્તા સુધી કહેવું. વિશેષ આ – પર્યાપ્ત બાદર વાયુકાયિક એકેન્દ્રિય પ્રયોગ પરિણત છે, તે ઔદારિક-વૈક્રિય-તૈજસ-કાર્મણ શરીર પ્રયોગ પરિણત છે. બાકી પૂર્વવત્. જે અપર્યાપ્ત રત્નપ્રભા પૃથ્વી નૈરયિક પંચેન્દ્રિય પ્રયોગ પરિણત છે, તે વૈક્રિય-તૈજસ-કાર્મણશરીર પ્રયોગ પરિણત છે, એ પ્રમાણે પર્યાપ્તા પણ જાણવા. એ રીતે અધઃસપ્તમી સુધી જાણવું.
જે અપર્યાપ્તક સંમૂર્ચ્છિમ જલચર યાવત્ પરિણત છે, તે ઔદારિક-તૈજસ-કાર્મણશરીર યાવત્ પરિણત છે. એ પ્રમાણે પર્યાપ્તા પણ જાણવા. ગર્ભવ્યુત્ક્રાંતિક પર્યાપ્તા, અપર્યાપ્તા બંને એ પ્રમાણે જ છે. વિશેષ એ કે–પર્યાપ્તા બાદર વાયુકાયિકની જેમ પર્યાપ્તાના ચાર શરીર છે. એ પ્રમાણે જેમ જલચરોમાં ચારઆલાવા કહ્યા તેમ ચતુષ્પદ ઉરપરિસર્પ,ભુજપરિસર્પ અને ખેચરોમાં પણ ચારઆલાવા કહેવા.
જે સંમૂર્ચ્છિમ મનુષ્ય પંચેન્દ્રિય પ્રયોગપરિણત છે, તે ઔદારિક, તૈજસ, કાર્મણ શરીર પ્રયોગપરિણત છે. એ પ્રમાણે ગર્ભ વ્યુત્ક્રાંતિક અપર્યાપ્તક, પર્યાપ્તક પણ જાણવા. વિશેષ એ કે – શરીર પાંચ કહેવા. અપર્યાપ્ત અસુર-કુમાર ભવનવાસી, નૈરયિકની જેમ જાણવા. એ રીતે પર્યાપ્તા પણ કહેવા. એ પ્રમાણે બબ્બે ભેદથી સ્તનિતકુમાર સુધી કહેવું. એ પ્રમાણે પિશાચ યાવત્ ગંધર્વ, ચંદ્ર યાવત્ તારાવિમાન, સૌધર્મકલ્પ યાવત્ અચ્યુત, હેટ્ઠિમહેટ્ઠિમ ગ્રૈવેયક યાવત્ ઉપરિમ ઉપરિમ ગ્રૈવેયક, વિજય યાવત્ સર્વાર્થસિદ્ધ એકૈકના બબ્બે ભેદો જાણવા યાવત્ જે પર્યાપ્તા સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક૦ પરિણતા તે વૈક્રિય-તૈજસ-કાર્મણ શરીર પ્રયોગ પરિણત પુદ્ગલ કહેવા જોઈએ.
જે અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય પ્રયોગપરિણત છે, તે સ્પર્શનેન્દ્રિય પ્રયોગપરિણત છે, જે પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વી૦ છે, તે એમ જ છે. જે અપર્યાપ્તા બાદરપૃથ્વીકાયિક છે, તે અને પર્યાપ્તા પણ એમજ છે. એ રીતે ચાર ભેદથી વનસ્પતિકાયિક સુધી જાણવું.
જે અપર્યાપ્તા બેઈન્દ્રિય પ્રયોગપરિણત છે, તે જિહ્વેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિય પ્રયોગપરિણત છે, પર્યાપ્તા બેઈન્દ્રિય એમ જ છે. એ રીતે ચાર ઈન્દ્રિય સુધી જાણવું. વિશેષ એ – એકૈક ઈન્દ્રિયની વૃદ્ધિ કહેવી. યાવત્ અપર્યાપ્તા રત્નપ્રભા પૃથ્વીનૈરયિક૦ પાંચે ઈન્દ્રિય પ્રયોગ પરિણત કહેવા. એમજ પર્યાપ્તા કહેવા. એ રીતે બધાં કહેવા – તિર્યંચ, મનુષ્ય, દેવો યાવત્ જે પર્યાપ્તા સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક૦ પરિણત તેઓ પાંચે ઈન્દ્રિયોથી૦ પરિણત છે.
જે અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક-તૈજસ-કાર્મણ શરીરપ્રયોગ પરિણત છે. તે સ્પર્શનેન્દ્રિય પ્રયોગપરિણત છે, જે પર્યાપ્તા સૂક્ષ્મ૦ છે તે અને બાદર અપર્યાપ્તા-પર્યાપ્તા છે, તે બધાં એમ જ જાણવા. એ રીતે એ આલાવાથી જેની જેટલી ઈન્દ્રિયો અને શરીરો છે, તે તેને કહેવા. યાવત્ જે પર્યાપ્તા સર્વાર્થસિદ્ધ૦ યાવત્ દેવપંચેન્દ્રિય વૈક્રિય-તૈજસ-કાર્મણશરીરપ્રયોગ પરિણત છે,તે શ્રોત્ર યાવત્ સ્પર્શેન્દ્રિય પ્રયોગપરિણત છે
જે અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય પ્રયોગ પરિણત છે તે વર્ણથી કાળો-નીલો-રાતો-પીળો-સફેદ વર્ણ પરિણત છે. ગંધથી સુરભિ-દુરભિગંધ પરિણત, રસથી તિક્ત-કડુય-કસાય-અંબિલ-મધુર રસ પરિણત, સ્પર્શથી કર્કશ યાવત્ રૂક્ષ પરિણત, સંસ્થાનથી પરિમંડલ-વૃત્ત-ત્ર્યસ્ર-ચતુરસ્ર-આયત સંસ્થાન પરિણત છે. - જે પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વી૦ એ જ પ્રમાણે છે. એ પ્રમાણે અનુક્રમે જાણવું કે જના જેટલા શરીરો યાવત્ જે પર્યાપ્ત સર્વાર્થસિદ્ધ૦ પંચેન્દ્રિય વૈક્રિય - તૈજસ-કાર્મણશરીરી યાવત્ પરિણત છે, તે વર્ણથી કાળા યાવત્ આયત સંસ્થાન પરિણત છે.
જે અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય સ્પર્શનેન્દ્રિય પ્રયોગ પરિણત છે, તે વર્ણથી કાળા યાવત્ આયતસંસ્થાન પરિણત છે. પર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વી૦ એમ જ છે. એ રીતે અનુક્રમે જેને જેટલી ઈન્દ્રિયો છે, તેને તેટલી કહેવી, યાવત્ જે પર્યાપ્તા સર્વાર્થસિદ્ધ અનુત્તર યાવત્ શ્રોત્રથી સ્પર્શ સુધી પરિણત છે, વર્ણથી કાળા યાવત્ આયત સંસ્થાન પરિણત છે.
જે અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક તૈજસ-કાર્મણ-સ્પર્શનેન્દ્રિય પ્રયોગપરિણત છે, તે વર્ણથી કાળા વર્ણ યાવત્ આયત સંસ્થાન પરિણત છે, જે સૂક્ષ્મ પૃથ્વી૦ તેમજ છે. એ રીતે અનુક્રમે જેને જેટલા શરીર અને ઈન્દ્રિયો છે, તેને તેટલા કહેવા. યાવત્ જે પર્યાપ્તા સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક દેવ પંચેન્દ્રિય વૈક્રિય-તૈજસ-કાર્મણ૦ તે શ્રોત્ર યાવત્ સ્પર્શનેન્દ્રિય પ્રયોગ પરિણત૦ વર્ણથી કાળા વર્ણ પરિણત યાવત્ આયત સંસ્થાન પરિણત છે. એ રીતે નવ દંડકો થયા.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit