Viyahapannatti 555
Viyāhapannatti: ṭīkānusārī vivecana 555
- Language
- Gujarati
555
વિવેચન :–૩૮૩
એકેન્દ્રિયથી સર્વાર્થસિદ્ધ દેવાંત જીવ ભેદ વિશેષિત પ્રયોગ પરિણતોના પુદ્ગલોનો પહેલો દંડક છે. તેમાં પૃથ્વીકાય૦ની જેમ અપ્કાય એકેન્દ્રિય પ્રયોગપરિણત કહેવા. પૃથ્વી-અપ્ પ્રયોગ પરિણતોમાં બે ભેદ-સૂક્ષ્મ અને બાદર વિશેષથી જાણવા. તેઉકાય પ્રયોગ૦માં પણ એમ વાંચવું. અનેકવિધ - પુલાક, કૃમિ આદિ ભેદથી બેઈન્દ્રિયો, તેઈન્દ્રિય પ્રયોગ પરિણત પણ અનેકવિધ છે – કુંથુ, કીડી આદિ ભેદથી. ચતુરિન્દ્રિય પ્રયોગ પરિણત પણ અનેકવિધ-માખી, મશકાદિ ભેદથી. - - સૂક્ષ્મ પૃથ્વીકાયિકથી સર્વાર્થસિદ્ધ દેવ સુધી પર્યાપ્તક-અપર્યાપ્તક વિશેષ બીજો દંડક. તેમાં સૂક્ષ્મ-બાદર ભેદથી બે પ્રકારે પુદ્ગલો કહેવા. તે પ્રત્યેકના પર્યાપ્તા-અપર્યાપ્તા બે ભેદ છે.
અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વી૦ આદિ ઔદારિકાદિ શરીર વિશેષથી ત્રીજો દંડક. તેમાં ઔદારિક-તૈજસ-કાર્મણ શરીરોના જે પ્રયોગથી પરિણત તે. તથા પૃથ્વી આદિના જ આ ત્રણ શરીરથી પ્રયોગ પરિણત થાય છે. બાદર પર્યાપ્તા વાયુના આહારક સિવાય ચારે શરીર થાય છે. વૈક્રિય-આહારક-શરીર અભાવે ગર્ભવ્યુત્ક્રાંતિક અપર્યાપ્તક મનુષ્યો ત્રણ શરીરવાળા જ છે.
ઈન્દ્રિય વિશેષથી ચોથો દંડક છે. ઔદારિકાદિ શરીર સ્પર્શાદિ ઈન્દ્રિય વિશેષથી પાંચમો દંડક છે. વર્ણ-ગંધ-રસ-સ્પર્શ-સંસ્થાન વિશેષથી છઠ્ઠો દંડક છે. ઔદારિકાદિ શરીર-વર્ણાદિ ભાવ વિશેષથી સાતમો દંડક છે. ઈન્દ્રિય-વર્ણાદિ વિશેષથી આઠમો, શરીર-ઈન્દ્રિય-વર્ણાદિથી નવમો દંડક છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit