Pramāṇa · Search · About · API

Viyahapannatti 556

Viyāhapannatti: ṭīkānusārī vivecana 556

Language
Gujarati

556

‘ભગવતી’ સૂત્ર-૩૮૪, ૩૮૫ :– [૮/૧/૩૮૪, ૩૮૫]
[૩૮૪] ભગવન્‌! મિશ્ર પરિણત પુદ્ગલો કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ ભેદે. - એકેન્દ્રિય મિશ્ર પરિણત યાવત્‌ પંચેન્દ્રિય મિશ્ર પરિણત. એકેન્દ્રિય મિશ્ર પરિણત પુદ્ગલ, ભગવન્‌! કેટલા ભેદે છે? ગૌતમ! જેમ પ્રયોગ પરિણતના નવ દંડકો કહ્યા, તેમ મિશ્ર-પરિણતના પણ નવ દંડકો બધાં સંપૂર્ણ કહેવા. વિશેષ એ - આલાવો મિશ્ર પરિણતનો કહેવો. બાકી બધું તેમજ છે. યાવત્‌ જે પર્યાપ્તા સર્વાર્થસિદ્ધ૦ આયતસંસ્થાન પરિણત.
[૩૮૫] વીસ્રસા પરિણત, ભગવન્‌! પુદ્ગલો કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ ભેદે – વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંસ્થાન પરિણત. જે વર્ણ પરિણત છે, તે પાંચ ભેદે છે – કાળવર્ણ યાવત્‌ શુક્લ વર્ણ પરિણત, જે ગંધ પરિણત છે, તે બે ભેદે – સુરભિગંધ, દુરભિગંધ પરિણત. એ રીતે જેમ પન્નવણાપદમાં છે, તેમ સંપૂર્ણ યાવત્‌ સંસ્થાનથી આયત સંસ્થાન પરિણત, તે વર્ણથી કાળવર્ણ પરિણત પણ છે યાવત્‌ રૂક્ષ સ્પર્શ પરિણત પણ છે.

Linked texts (1)