Pramāṇa · Search · About · API

Viyahapannatti 557

Viyāhapannatti: ṭīkānusārī vivecana 557

Language
Gujarati

557

વિવેચન :–૩૮૪, ૩૮૫
મિશ્ર પરિણતમાં પણ નવ દંડકો જ છે. હવે વિસ્રસા પરિણત પુદ્ગલોને વિચારીએ - પન્નવણા પદમાં આ રીતે છે – જે રસપરિણત છે, તે પાંચ ભેદે કહ્યા – તિક્ત, કડુય, કસાય, અંબિલ, મધુર રસ પરિણત. જે સ્પર્શ પરિણત છે, તે આઠ ભેદે – કર્કશ, મૃદુ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રૂક્ષ સ્પર્શ પરિણત. – હવે એક પુદ્ગલ દ્રવ્યને આશ્રીને પરિણામને ચિંતવે છે –

Linked texts (1)