Viyahapannatti 558
Viyāhapannatti: ṭīkānusārī vivecana 558
- Language
- Gujarati
558
‘ભગવતી’ સૂત્ર-૩૮૬ :– [૮/૧/૩૮૬]
ભગવન્! શું એક દ્રવ્ય, પ્રયોગ-મિશ્ર-કે-વિસ્રસા પરિણત હોય? ગૌતમ! પ્રયોગ કે મિશ્ર કે વિસ્રસા પરિણત હોય. - - જો પ્રયોગ પરિણત હોય, તો મનપ્રયોગ પરિણત હોય, વચન૦ કે કાય પ્રયોગ પરિણત હોય? ગૌતમ! મન કે વચન કે કાયપ્રયોગ પરિણત હોય. - - જો મન પ્રયોગ પરિણત હોય તો સત્યમન પ્રયોગ પરિણત હોય, મૃષા૦, સત્યામૃષા૦ કે અસત્યમૃષામન પ્રયોગ પરિણત હોય? ગૌતમ! તે સત્ય૦ કે મૃષા૦ કે સત્યામૃષા૦ કે અસમારંભ સત્યમનપ્રયોગ પરિણત હોય. - - જો સત્ય મન પ્રયોગ પરિણત હોય તો શું આરંભ મન પ્રયોગ પરિણત હોય, અનારંભ૦, સારંભ૦, અસારંભ૦, સમારંભ૦ કે અસમારંભ સત્ય મન પ્રયોગ પરિણત હોય –
– જો મૃષામન પ્રયોગ પરિણત હોય, તો આરંભ મૃષા મન પ્રયોગ પરિણત હોય કે... એ પ્રમાણે સત્ય૦ની જેમ મૃષા૦ પણ કહેવું. એ રીતે સત્યામૃષા અને અસત્યામૃષા મનપ્રયોગ પણ કહેવો. - - જો વચન પ્રયોગ પરિણત હોય તો શું સત્યવચન૦ કે મૃષાવચન પ્રયોગ પરિણત હોય? એ રીતે મનપ્રયોગ પરિણત માફક વચનપ્રયોગ પરિણત પણ યાવત્ અસમારંભ વચનપ્રયોગ પરિણત સુધી કહેવું. - - જો કાય પ્રયોગ પરિણત હોય તો શું ઔદારિક શરીર કાય પ્રયોગ પરિણત હોય, ઔદારિક મિશ્ર૦, વૈક્રિય૦, વૈક્રિય-મિશ્ર૦, આહારક૦, આહારક-મિશ્ર૦ કે કાર્મણ શરીર કાય પ્રયોગ પરિણત છે? ગૌતમ! ઔદારિક શરીર કાયપ્રયોગ કે યાવત્ કાર્મણ શરીરકાય પ્રયોગ પરિણત હોય છે. - - જો ઔદારિક શરીર કાય પ્રયોગ પરિણત હોય તો શું એકેન્દ્રિય ઔદારિક શરીરકાય પ્રયોગ પરિણત હોય કે યાવત્ પંચેન્દ્રિય૦ હોય? ગૌતમ! એકેન્દ્રિય કે યાવત્ પંચેન્દ્રિય૦ પરિણત હોય.
– જો એકેન્દ્રિય ઔદારિક શરીરકાય પ્રયોગ પરિણત હોય, તો શું પૃથ્વીકાય એકેન્દ્રિય૦ હોય કે યાવત્ વનસ્પતિકાય એકેન્દ્રિય૦ હોય? ગૌતમ! પૃથ્વીકાય એકેન્દ્રિય ઔદારિક શરીરકાયપ્રયોગ પરિણત હોય કે યાવત્ વનસ્પતિકાય૦ પરિણત હોય.
જો પૃથ્વીકાય એકેન્દ્રિય ઔદારિક શરીર કાય પ્રયોગ પરિણત હોય, તો શું સૂક્ષ્મ પૃથ્વીકાયિક૦ હોય કે યાવત્ બાદર પૃથ્વીકાયિક૦ હોય? ગૌતમ! સૂક્ષ્મ પૃથ્વીકાયિક૦ હોય કે યાવત્ બાદરપૃથ્વીકાયિક૦ હોય. - જો સૂક્ષ્મપૃથ્વીકાયિક૦ હોય તો શું પર્યાપ્ત સૂક્ષ્મપૃથ્વી૦ પરિણત હોય કે અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વી૦ પરિણત હોય? ગૌતમ! પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વી૦ હોય કે અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વી૦ હોય. એ પ્રમાણે બાદર પણ જાણવું. યાવત્ વનસ્પતિકાયના ચાર ભેદો જાણવા. બે-ત્રણ-ચાર ઈન્દ્રિયવાળાના બે ભેદો જાણવા - પર્યાપ્ત, અપર્યાપ્ત.
જો પંચેન્દ્રિય ઔદારિક શરીર કાય પ્રયોગપરિણત હોય, તો શું તિર્યંચ યોનિક પંચેન્દ્રિય ઔદારિક શરીરકાયપ્રયોગ પરિણત હોય કે મનુષ્ય પંચેન્દ્રિય યાવત્ પરિણત હોય? ગૌતમ! તિર્યંચયોનિક યાવત્ પરિણત હોય કે મનુષ્ય પંચેન્દ્રિય યાવત્ પરિણત હોય.
જો તિર્યંચયોનિક યાવત્ પરિણત હોય તો શું જલચર તિર્યંચયોનિક૦ પરિણત હોય કે સ્થલચર૦ કે ખેચર૦ હોય? એ પ્રમાણે જ ચાર ભેદ યાવત્ ખેચરોના કહેવા. - - જો મનુષ્ય પંચેન્દ્રિય યાવત્ પરિણત હોય, તો શું સંમૂર્ચ્છિમ મનુષ્ય પંચેન્દ્રિય યાવત્ પરિણત હોય કે ગર્ભવ્યુત્ક્રાંતિક મનુષ્ય યાવત્ પરિણત હોય? ગૌતમ! બંને. જો ગર્ભવ્યુત્ક્રાંતિક મનુષ્ય યાવત્ પરિણત છે, તો શું પર્યાપ્ત ગર્ભ વ્યુત્ક્રાંતિક યાવત્ પરિણત છે કે અપર્યાપ્તગર્ભ વ્યુત્ક્રાંતિક? ગૌતમ! પર્યાપ્તગર્ભ વ્યુત્ક્રાંતિક કે અપર્યાપ્તગર્ભ વ્યુત્ક્રાંતિક મનુષ્ય પંચેન્દ્રિય૦ પરિણત હોય.
જો ઔદારિક મિશ્ર શરીર કાય પ્રયોગ પરિણત છે, તો શું એકેન્દ્રિય ઔદારિક મિશ્ર શરીરકાય પ્રયોગ પરિણત છે, બેઈન્દ્રિય૦ પરિણત છે યાવત્ પંચેન્દ્રિય૦ પરિણત છે? ગૌતમ! એકેન્દ્રિય ઔદારિક૦માં જેમ ઔદારિક શરીર કાય પ્રયોગ પરિણતનો આલાવો કહ્યો, તેમ ઔદારિકમિશ્ર શરીર કાયપ્રયોગ પરિણતનો આલાવો કહેવો. વિશેષ એ - બાદર વાયુકાયિક, ગર્ભવ્યુત્ક્રાંતિક પંચેન્દ્રિય તિર્યંચ, ગર્ભ વ્યુત્ક્રાંતિક મનુષ્યો, આ ત્રણમાં પર્યાપ્તા-અપર્યાપ્તા કહેવા, બાકીનામાં અપર્યાપ્તા કહેવા.
જો વૈક્રિય શરીરકાયપ્રયોગ પરિણત છે, તો એકેન્દ્રિય૦ યાવત્ પંચેન્દ્રિય વૈક્રિયશરીરકાયપ્રયોગ પરિણત છે? ગૌતમ! એકેન્દ્રિય૦ અથવા યાવત્ પંચેન્દ્રિય યાવત્ પરિણત હોય. - - જો એકેન્દ્રિય યાવત્ પરિણત હોય તો શું વાયુકાયિક૦ હોય, અવાયુકાયિક એકેન્દ્રિય યાવત્ પરિણત હોય? ગૌતમ! વાયુકાયિક૦ કે અવાયુકાયિક૦ હોય. એ રીતે આ અભિલાપ વડે જેમ અવગાહના સંસ્થાનમાં વૈક્રિયશરીર કહ્યું તેમ અહીં પણ પર્યાપ્તા સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક કલ્પાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિય વૈક્રિય શરીર કાય પ્રયોગ પરિણત કે અપર્યાપ્ત સર્વાર્થ સિદ્ધ કાય પ્રયોગ પરિણત કહેવું.
જો વૈક્રિયમિશ્રશરીર કાય પ્રયોગ પરિણત હોય, તો એકેન્દ્રિય મિશ્રશરીર કાય પ્રયોગ પરિણત હોય કે યાવત્ પંચેન્દ્રિય૦ હોય? એ પ્રમાણે જેમ વૈક્રિય, તેમ મિશ્ર. વિશેષ આ - દેવ, નૈરયિકમાં અપર્યાપ્ત, બાકીનામાં પર્યાપ્તા, તે પ્રમાણે જ યાવત્ પર્યાપ્તા સર્વાર્થસિદ્ધ૦ યાવત્ પરિણત ન હોય, અપર્યાપ્તા સર્વાર્થસિદ્ધ૦ પરિણત હોય, ત્યાં સુધી કહેવું.
જો આહારક શરીર કાય પ્રયોગ પરિણત હોય, તો શું મનુષ્ય આહારક શરીર કાયપ્રયોગ પરિણત હોય, અમનુષ્યાહારક૦ પરિણત હોય? એ પ્રમાણે જેમ અવગાહના સંસ્થાનમાં યાવત્ ઋદ્ધિ પ્રાપ્ત પ્રમત્તસંયત સમ્યગ્દૃષ્ટિ પર્યાપ્તક સંખ્યાત વર્ષાયુક્ત૦ પરિણત હોય, અનૃદ્ધિ પ્રાપ્ત પ્રમત્ત સંયત સમ્યગ્દૃષ્ટિ યાવત્ પરિણત ન હોય. જો આહારક મિશ્રશરીર કાયપ્રયોગ પરિણત હોય, તો શું મનુષ્યાહારક મિશ્ર શરીર૦? જેમ ‘આહારક’ તેમ ‘મિશ્રક’માં બધું કહેવું.
જો કાર્મણ શરીર કાયપ્રયોગ હોય, તો શું એકેન્દ્રિય કાર્મણ શરીર કાયપ્રયોગ પરિણત હોય યાવત્ પંચેન્દ્રિય કાર્મણ શરીર૦? ગૌતમ! એકેન્દ્રિય કાર્મણ શરીર કાયપ્રયોગ૦ એ રીતે જેમ ‘અવગાહના સંસ્થાનમાં’ કાર્મણના ભેદો કહ્યા તેમ અહીં પણ યાવત્ પર્યાપ્ત સર્વાર્થ સિદ્ધ અનુત્તરોપપાતિક યાવત્ દેવ પંચેન્દ્રિય કાર્મણ શરીર કાયપ્રયોગ પરિણત હોય અથવા અપર્યાપ્ત સર્વાર્થસિદ્ધ૦ યાવત્ પરિમત હોય.
જો મિશ્ર પરિણત હોય, તો શું મન૦ વચન૦ કે કાયમિશ્ર પરિણત હોય? ગૌતમ! મન કે વચન કે કાયમિશ્ર પરિણત હોય. - - જો મન મિશ્ર પરિણત હોય તો શું સત્યમન૦ કે મૃષામનમિશ્ર પરિણત હોય? જેમ પ્રયોગ પરિણત, તેમ મિશ્રપરિણત પણ બધું યાવત્ પર્યાપ્ત સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક યાવત્ દેવ પંચેન્દ્રિય કાર્મણ શરીર મિશ્ર પરિણત કે અપર્યાપ્ત સર્વાર્થસિદ્ધ યાવત્ કાર્મણ શરીર મિશ્ર પરિણત સુધી કહેવું.
જો વીસ્રસા પરિણત હોય, તો શું વર્ણ-ગંધ-રસ-સ્પર્શ-સંસ્થાન પરિણત હોય? ગૌતમ! વર્ણ કે ગંધ કે રસ કે સ્પર્શ કે સંસ્થાન પરિણત હોય. - - જો વર્ણ પરિણત હોય, તો શું કાળા વર્ણ પરિણત હોય કે યાવત્ શુક્લ વર્ણ૦? ગૌતમ! કાળા૦ યાવત્ શુક્લ૦ જો ગંધ પરિણત હોય, તો શું સુરભિગંધ પરિણત કે દુરભિગંધ? ગૌતમ! સુરભિગંધમાં કે દુરભિગંધમાં પરિણત હોય. જો રસ પરિણત હોય, તો શું તિક્તરસ પરિણત હોય૦ પ્રશ્ન. ગૌતમ! તિક્ત યાવત્ મધુર રસ પરિણત હોય. - - જો સ્પર્શ પરિણત હોય, તો શું કર્કશ સ્પર્શ પરિણત હોય યાવત્ રૂક્ષ સ્પર્શ પરિણત? ગૌતમ! કર્કશ૦ કે યાવત્ રૂક્ષ૦ હોય. - - જો સંસ્થાન પરિણત હોય૦ પ્રશ્ન. ગૌતમ! પરિમંડલ સંસ્થાન પરિણત કે યાવત્ આયત સંસ્થાન પરિણત હોય.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit