Viyahapannatti 559
Viyāhapannatti: ṭīkānusārī vivecana 559
- Language
- Gujarati
559
વિવેચન :–૩૮૬
મનપણાથી પરિણત ભાષાદ્રવ્ય કાય યોગ વડે ગ્રહણ કરીને વચનયોગ વડે નીકળે તે વાક્યોગ પરિણત. ઔદારિકાદિ કાયયોગ વડે ગૃહિત ઔદારિકાદિ વર્ગણા દ્રવ્ય ઔદારિકાદિ કાયપણે પરિણત તે કાય પ્રયોગ પરિણત કહેવાય. - - સદ્ભૂત અર્થના ચિંતનયુક્ત મનનો પ્રયોગ તે સત્યમન પ્રયોગ કહેવાય. એ રીતે બીજા પણ કહેવા. વિશેષ એ - મૃષા એટલે અસદ્ભૂત અર્થ, સત્યમૃષા - મિશ્ર. જેમકે - પાંચ બાળકો જન્મ્યા હોય ત્યારે દશ બાળકો જન્મ્યા, તેમ કહેવું. અસત્યમૃષા - સત્યમૃષાનું સ્વરૂપ ઓળંગી ગયેલ, જેમકે – ‘આપો.’ આરંભસત્ય - જીવના ઉપઘાતના વિષયમાં સત્ય તે, તદ્વિષયક જે મનઃપ્રયોગ, તેના વડે પરિણત. અનારંભ - જીવનો અનુપઘાત. સારંભ - વધનો સંકલ્પ, સમારંભ - પરિતાપ.
ઔદારિક શરીર જ પુદ્ગલસ્કંધરૂપત્વથી ઉપચીયમાનત્વથી કાય ઔદારિક શરીરકાય, તેનો જે પ્રયોગ, આ પર્યાપ્તાનો જ જાણવો, તેના વડે જે પરિણત તે. - ઔદારિકની ઉત્પત્તિ કાળે અસંપૂર્ણ હોવાથી કાર્મણ વડે મિશ્ર, તે ઔદારિક મિશ્ર - X - તેનો જે પ્રયોગ તે ઔદારિક મિશ્ર શરીર કાયપ્રયોગ, તેના વડે પરિણત. આ ઔદારિક મિશ્રક શરીર કાયપ્રયોગ અપર્યાપ્તકને જ જાણવો. કહ્યું છે – ઉત્પત્તિ પછી જીવ કાર્મણયોગથી આહાર કરે છે, પછી શરીરપર્યાપ્તિ સુધી ઔદારિક મિશ્ર વડે આહાર કરે છે. એ રીતે કાર્મણ અને ઔદારિક શરીરની મિશ્રતા છે.
જ્યારે ઔદારિક શરીરી વૈક્રિયલબ્ધિ સંપન્ન મનુષ્ય, પંચેન્દ્રિય તિર્યંચ યોનિકે પર્યાપ્ત બાદર વાયુકાયિક વૈક્રિય શરીર કરે, ત્યારે ઔદારિક કાયયોગમાં જ વર્તતા પ્રદેશોને કાઢીને વૈક્રિય શરીર યોગ પુદ્ગલોને ગ્રહણ કરીને જ્યાં સુધી વૈક્રિય શરીર પર્યાપ્તિ ન પામે ત્યાં સુધી વૈક્રિય વડે ઔદારિક શરીરની મિશ્રતા છે. આ પ્રમાણે આહારક સાથે પણ ઔદારિક શરીરની મિશ્રતા કહેવી. - - વૈક્રિય પર્યાપ્તકને વૈક્રિય શરીર કાયપ્રયોગ હોય છે. વૈક્રિય મિશ્રક શરીર કાયપ્રયોગ દેવ-નારકમાં ઉત્પન્ન થતાં અપર્યાપ્તકને હોય, અહીં મિશ્રતા-વૈક્રિયશરીરની કાર્મણ સાથે છે, અથવા લબ્ધિ વૈક્રિયનો ત્યાગ કરી, ઔદારિકમાં પ્રવેશ કાળે ઔદારિક ગ્રહણ કરવા પ્રવૃત્તને વૈક્રિયની પ્રાધાન્યતાથી ઔદારિક હોવા છતાં વૈક્રિય મિશ્રતા.
આહારક શરીર રચ્યા પછી, તે આહારક શરીરકાય પ્રયોગ છે. આહારકના ઔદારિક સાથે મિશ્રતામાં આહારક મિશ્રશરીર કાયપ્રયોગ છે, તે આહારક ત્યાગ અને ઔદારિકના ગ્રહણાભિમુખને હોય છે. - X -કાર્મણ શરીર કાયપ્રયોગ વિગ્રહ ગતિમાં અને સમુદ્ઘાત કરતા કેવલીને ત્રીજા, ચોથા, પાંચમાં સમયમાં હોય. - X -
આ પ્રમાણે પ્રજ્ઞાપના ટીકાનુસાર ઔદારિકાદિ શરીર કાયપ્રયોગ વ્યાખ્યા કરી, શતક ટીકાનુસાર મિશ્રકાય પ્રયોગ આ રીતે છે – ઔદારિક મિશ્ર, ઔદારિક જ અપરિપૂર્ણ મિશ્ર કહેવાય. જેમકે ગોળમિશ્ર દહીં, તે ગોળપણે ન કહેવાય, દહીંપણે પણ ન કહેવાય. એ રીતે ઔદારિક મિશ્ર કાર્મણથી ઔદારિકપણે કે કાર્મણપણે કહી શકાતા નથી. કેમકે તે પરિપૂર્ણ નથી. એ રીતે વૈક્રિય મિશ્ર અને આહારક મિશ્ર પણ જાણવું.
જેમ ઔદારિક શરીર કાયપ્રયોગ પરિણતમાં સૂક્ષ્મ પૃથ્વીકાયિકાદિ આશ્રીને આલાપક કહ્યો. તેમ ઔદારિક મિશ્ર શરીરકાય પરિણતમાં પણ કહેવો. તેમાં એટલું વિશેષ - બધાં જ સૂક્ષ્મ પૃથ્વીકાયિકાદિ પર્યાપ્તા-અપર્યાપ્તા વિશેષથી કહેવા. અહીં બાદર વાયુકાયિક ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યો પર્યાપ્તા-અપર્યાપ્તા વિશેષથી કહેવા. બાકીના અપર્યાપ્તા વિશેષણા જ છે. કેમકે બાદર વાયુકાયાદિને પર્યાપ્ત અવસ્થામાં જ વૈક્રિયના આરંભથી ઔદારિક મિશ્ર શરીરકાયપ્રયોગ પ્રાપ્ત થાય છે. બાકીનાને અપર્યાપ્તક અવસ્થામાં થાય છે.
‘ઓગાહણ સંઠાણ’ એ પ્રજ્ઞાપનામાં ૨૧-મું પદ છે. ત્યાં આવું સૂત્ર છે – ‘જો વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીરકાયપ્રયોગ પરિણત૦’ ઈત્યાદિ. એ રીતે જેમ ‘ઓગાહણ સંઠાણ’માં કહ્યું, તે આ સૂત્ર – ‘અમનુષ્ય આહારક શરીર કાયપ્રયોગ પરિણત નહીં.’ ઈત્યાદિ. – હવે બે દ્રવ્ય કહે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit