Viyahapannatti 560
Viyāhapannatti: ṭīkānusārī vivecana 560
- Language
- Gujarati
560
‘ભગવતી’ સૂત્ર-૩૮૭ :– [૮/૧/૩૮૭]
ભગવન્! બે દ્રવ્યો શું પ્રયોગ પરિણત છે, મિશ્રપરિણત છે કે વીસ્રસા પરિણત છે? ગૌતમ! બે દ્રવ્યો – (૧) પ્રયોગ પરિણત હોય કે (૨) મિશ્રપરિણત કે (૩) વીસ્રસા પરિણત કે (૪) એક પ્રયોગ પરિમત, એક મિશ્ર પરિણત કે (૫) એક પ્રયોગ પરિણત, એક વીસ્રસા પરિણત કે (૬) એક મિશ્ર પરિણત, એક વીસ્રસા પરિણત.
જો પ્રયોગ પરિણત હોય, તો મનપ્રયોગ પરિણત હોય, વચન૦ કાયપ્રયોગ પરિણત હોય? ગૌતમ! મનપ્રયોગ કે વચનપ્રયોગ૦ કે એક મન૦ એકવચન૦ કે એકવચન૦ એક કાયપ્રયોગ હોય. - - જો મનપ્રયોગ પરિમત હોય તો શું સત્ય મનપ્રયોગ હોય, ઈત્યાદિ? ગૌતમ! સત્ય૦ કે યાવત્ અસત્યામૃષા મનઃપ્રયોગ અથવા એક સત્ય૦ એક મૃષા મનપ્રયોગ પરિણત. અથવા એક સત્ય૦ એક સત્યામૃષા મનપ્રયોગ પરિણત. અથવા એક સત્ય૦ એક અસત્યા મૃષા મનપ્રયોગ પરિણત. અથવા એક મૃષા૦ એક સત્યામૃષા મનપ્રયોગ પરિણત અથવા એક મૃષા૦ એક અસત્યામૃષા મનપ્રયોગ પરિણત. અથવા એક સત્યામૃષા૦ એક અસત્યામૃષા મનપ્રયોગ પરિણત
જો સત્યમનપ્રયોગ પરિણત હોય તો શું આરંભ સત્ય૦ યાવત્ અસમારંભ સત્ય મનઃપ્રયોગ પરિણત હોય? ગૌતમ! આરંભ સત્ય૦ કે યાવત્ અસમારંભ સત્ય મનઃપ્રયોગ પરિણત હોય. અથવા એક આરંભ સત્ય૦ એક અનારંભ સત્ય મનઃપ્રયોગ પરિણત હોય. એ રીતે આ ગમ વડે દ્વિકસંયોગ જાણવા. સર્વે સંયોગો જ્યાં જેટલા થાય તે કહેવા યાવત્ સર્વાર્થસિદ્ધ ગતિ.
જો મિશ્ર મનઃપરિણત હોય તો, શું મનોમિશ્ર પરિણત હોય ઈત્યાદિ કહેવું. - - જો વીસ્રસા પરિણત હોય તો શું વર્ણ પરિણત, ગંધ પરિણત૦ એ રીતે પૂર્વવત્ વીસ્રસા પરિણત પણ યાવત્ અથવા એક દ્રવ્ય ચતુરસ્ર સંસ્થાન૦ કે એક દ્રવ્ય આયત સંસ્થાન પરિણત હોય.
ભગવન્! ત્રણ દ્રવ્યો, પ્રયોગ૦, મિશ્ર૦, વીસ્રસા પરિણત હોય? ગૌતમ! ત્રણ દ્રવ્યો – (૧) પ્રયોગ૦ કે મિશ્ર૦, કે વીસ્રસા પરિણત હોય અથવા (૨) એક પ્રયોગ૦, બે મિશ્ર પરિણત હોય. અથવા (૩) એક પ્રયોગ૦, બે વીસ્રસા પરિણત હોય અથવા (૪) અથવા બે પ્રયોગ૦ એક મિશ્ર૦ અથવા (૫) બે પ્રયોગ૦ એક વીસ્રસા૦ (૬) અથવા એક મિશ્ર૦ બે વીસ્રસા૦ અથવા (૭) બે મિશ્ર૦ એક વીસ્રસા૦ (૮) અથવા એક પ્રયોગ૦ એક મિશ્ર૦ એક વીસ્રસા પરિણત હોય.
જો પ્રયોગ પરિણત હોય તો શું મન૦, વચન૦, કાયપ્રયોગ પરિણત હોય? ગૌતમ! મનઃપ્રયોગ પરિણત કે એ પ્રમાણે એક સંયોગ, દ્વિકસંયોગ, ત્રિકસંયોગ કહેવા. - જો મનઃપ્રયોગ પરિણત હોય તો શું સત્યમન આદિ પ્રયોગ પરિણત હોય? ગૌતમ! સત્ય૦ કે યાવત્ અસત્યામૃષા મનપ્રયોગ પરિણત અથવા એક સત્ય૦ બે મૃષા૦ એ પ્રમાણે દ્વિકસંયોગ, ત્રિકસંયોગ કહેવા. એ પ્રમાણે યાવત્ એક ત્રસ સંસ્થાન પરિણત કે એક ચતુરસ્ર૦ કે એક આયત સંસ્થાન પરિણત.
ભગવન્! ચાર દ્રવ્યો હોય, તો શું પ્રયોગ પરિણતાદિ હોય? ગૌતમ! પ્રયોગ કે મિશ્ર કે વીસ્રસા પરિણત. અથવા એક પ્રયોગ૦ ત્રણ મિશ્ર પરિણત. અથવા એક પ્રયોગ૦ ત્રણ વીસ્રસા પરિણત અથવા બે પ્રયોગ૦ બે મિશ્ર પરિણત. અથવા બે પ્રયોગ૦ બે વીસ્રસા પરિણત. અથવા ત્રણ પ્રયોગ૦ એક મિશ્ર પરિણત અથવા ત્રણ પ્રયોગ૦ એક વીસ્રસા પરિણત. અથવા એક મિશ્ર૦ ત્રણ વીસ્રસા પરિણત અથવા બે મિશ્ર૦ બે વીસ્રસા પરિણત અથવા ત્રણ મિશ્ર૦ એક વીસ્રસા પરિણત અથવા એક પ્રયોગ૦ બે વીસ્રસા૦ એક મિશ્ર પરિણત. - - અથવા એક પ્રયોગ૦ બે મિશ્ર૦ એક વીસ્રસા૦ અથવા બે પ્રયોગ૦ એક મિશ્ર૦ એક વીસ્રસા૦ - - - જો પ્રયોગ પરિણત હોય તો શું મન આદિ પ્રયોગ પરિણત છે? એ રીતે એ ક્રમથી પાંચ, છ, સાત યાવત્ દશ, સંખ્યાત, અસંખ્યાત, અનંતા દ્રવ્ય એક સંયોગથી કહેવા. બે-ત્રણ-યાવત્ દશ-બાર સંયોગથી જ્યાં જેના જેટલા સંયોગ થાય, તે સર્વે કહેવા. આ બધાં ફરીથી જેમ નવમાં શતકમાં ‘પ્રવેશનક’ ઉદ્દેશામાં કહીશું તેમ કહેવા. યાવત્ અસંખ્યાત, અનંત, વિશેષ આ – એક પદ અધિક કહેવું યાવત્ અથવા અનંતા પરિમંડલ સંસ્થાન પરિણત યાવત્ આયત સંસ્થાન૦
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit