Viyahapannatti 561
Viyāhapannatti: ṭīkānusārī vivecana 561
- Language
- Gujarati
561
વિવેચન :–૩૮૭
અહીં પ્રયોગ પરિણતાદિ ત્રણમાં એક સંયોગે ત્રણ વિકલ્પ, દ્વિકયોગે છ, એ રીતે મનઃપ્રયોગાદિ ત્રણમાં પણ સત્યમનઃ પ્રયોગ પરિણતાદિ ચાર પદ, તેમાં એક યોગે ચાર, દ્વિકયોગે છ, કુલ દશ. આરંભ સત્ય મનઃપ્રયોગ પરિણતાદિ છ પદ, તેમાં એક યોગે છ, દ્વિકયોગે ૧૫, કુલ-૨૧.-X-એ પ્રમાણે આ ગમ વડે આરંભ સત્ય મનઃ-પ્રયોગાદિ પદ પ્રદર્શનથી દ્વિકસંયોગ વડે સમસ્ત દ્રવ્ય દ્વય સૂત્ર જાણવું. દ્વિક સંયોગના એકત્વ વિકલ્પ અભિધાન પૂર્વક એકત્વ વિકલ્પ દેખાય છે.-X-ત્યાં આરંભ સત્ય મનઃપ્રયોગ દેખાડેલ છે જ. આરંભ આદિ છ પદ વિશેષિતમાં - મૃષામનઃપ્રયોગાદિમાં ત્રણ, સત્ય વાક્ પ્રયોગાદિમાં ચાર, તે પ્રત્યેકમાં એક યોગે છ વિકલ્પો - દ્વિકયોગે-૧૫. કુલ-૨૧, ઔદારિક શરીરકાય પ્રયોગાદિમાં સાત પદમાં એક યોગે સાત, દ્વિકયોગે-૨૧, કુલ-૨૮, ભંગ જાણવા.
એ રીતે એકેન્દ્રિયાદિ પૃથ્વી આદિ પદ વગેરેથી પૂર્વોક્ત ક્રમ વડે ઔદારિકાદિ કાય પ્રયોગ પરિણત બે દ્રવ્ય વિસ્તારવા. ક્યાં સુધી? તે કહે છે - યાવત્ સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક કલ્પાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિય કાર્મણ શરીર કાય પ્રયોગ પરિણત હોય તો શું પર્યાપ્ત૦ અપર્યાપ્ત સર્વાર્થસિદ્ધ યાવત્ પરિણત છે? ગૌતમ! પર્યાપ્ત સર્વાર્થસિદ્ધ૦ કે અપર્યાપ્ત સર્વાર્થસિદ્ધ યાવત્ પરિણત છે.
પ્રયોગ પરિણત બે દ્રવ્યવત્ પ્રત્યેક વિકલ્પમાં દ્વિકસંયોગ વડે વિસ્રસા પરિણતમાં પણ દ્રવ્યમાં વર્ણ-ગંધ-રસ-સ્પર્શ-સંસ્થાનોમાં પાંચ વગેરે ભેદોમાં કહેવા. ક્યાં સુધી? જાવ અહવેગે૦ આ પાંચ ભેદ સંસ્થાનમાં દશ દ્વિક સંયોગમાં દશમો ભેદ છે.
હવે ત્રણ દ્રવ્ય - અહીં પ્રયોગ પરિણતાદિ ત્રણ પદમાં એક યોગે ત્રણ વિકલ્પ, દ્વિકયોગે - છ. કેમ? પહેલા એકત્વમાં, બાકીના ક્રમથી દ્વિત્વમાં બે ઈત્યાદિ. તથા બીજાના એકત્વમાં અને ત્રીજાના દ્વિત્વમાં અન્ય તથા બીજાના દ્વિત્વમાં, ત્રીજાના એકત્વમાં અન્ય. એ રીતે છ.-ત્રિક સંયોગમાં એક જ, એ રીતે કુલ દશ ભંગ થયા
એ પ્રમાણે મનઃપ્રયોગ આદિ ત્રણેમાં પણ. - X - સત્ય મનઃપ્રયોગાદિના ચાર પદ, તેથી એક સંયોગે ચાર, દ્વિકસંયોગે બાર. - X - X - X - ત્રિક સંયોગમાં ચાર. એમ કુલ ૨૦ ભંગ થયા.
સૂત્રમાં કેટલુંક કહ્યું, બાકીનાનો અતિદેશ કર્યો છે.
અહીં પણ ત્રણ દ્રવ્યાધિકારમાં તેમજ કહેવું જેમ દ્રવ્ય દ્વયાધિકારમાં કહેલું છે. તેમાં મન-વચન-કાયાના ભેદથી જે પ્રયોગ પરિણામ મિશ્ર પરિણામ વર્ણાદિ ભેદથી વિસ્રસા પરિણામ કહ્યા. તે અહીં પણ કહેવા. - X - અહીં પરિમંડલાદિ પાંચ પદોના એક યોગે પાંચ વિકલ્પો, દ્વિક યોગે-૨૦. - X - X - X - ત્રિક યોગે-૧૦.
હવે દ્રવ્ય ચતુષ્કને આશ્રીને કહે છે – અહીં પ્રયોગ પરિણત આદિ ત્રણમાં એક યોગે ત્રણ, દ્વિકસંયોગે નવ - X - X - X - ત્રિક યોગમાં ત્રણ જ થાય. એ રીતે બધાં મળીને ૧૫ વિકલ્પો થયા.
જઈ પઓગ પરિણયા કિં મણપ્પઓગે - થી શેષ દ્રવ્યચતુષ્ક પ્રકરણને ઉપલક્ષીને કહ્યું. તેમાં પૂર્વે કહ્યા મુજબ સંસ્થાન સૂત્રપર્યન્ત ઉચિત ભંગ સહિત બધું કહેવું. - - હવે પાંચ દ્રવ્યાદિ પ્રકરણનો અતિદેશ દર્શાવતા કહે છે - અભિલાપ - ભગવન્! શું પાંચ દ્રવ્યો પ્રયોગ પરિણતાદિ છે? ગૌતમ! તે પ્રયોગ પરિણતાદિ (૩) છે. અથવા એક પ્રયોગ પરિણત, ચાર મિશ્ર પરિણત ઈત્યાદિ. અહીં દ્વિકસંયોગે ૧૨ વિકલ્પો છે. - X - X - X - ત્રિક સંયોગે છ વિકલ્પો છે - X - X - X - યાવત્ ચાર, પાંચથી દશ સંયોગ. તેમાં દ્રવ્યપંચક અપેક્ષાએ સત્ય મન આદિ ચારે પદોમાં દ્વિક, ત્રિક, ચતુષ્ક સંયોગો થાય છે. તેમાં દ્વિક સંયોગા-૨૪-વિકલ્પો છે - X - X - ત્રિકસંયોગી પણ ૨૪ ભંગો થાય છે. - X - X - ચતુષ્ક સંયોગે પણ ચાર, વિકલ્પો છે. - X - X - X - એકેન્દ્રિયાદિ પાંચે પદોમાં દ્વિક-ચતુષ્ક-પંચક સંયોગો થાય છે. તેમાં દ્વિકસંયોગી-૪૦-ભેદ થાય. ત્રિકસંયોગે ૬૦ વિકલ્પો. પાંચ પદોના દશ ત્રિકસંયોગ, પ્રત્યેક ત્રિકસંયોગમાં પૂર્વોક્ત ક્રમથી છ વિકલ્પો, દશને છ વડે ગુણતા-૬૦, ચતુષ્ક સંયોગે-૨૦ વિકલ્પ-પાંચ પદોના ચતુષ્ક-૫, પ્રત્યકના પૂર્વોક્ત ક્રમે ચાર ભંગ, પાંચને અચાર વડે ગુણતાં-૨૦ વિકલ્પો. પંચક સંયોગે એક જ વિકલ્પ છે.
આ પ્રમાણે ષટ્ક સંયોગાદિ પણ કહેવા. વિશેષ એ કે - ષટ્ક સંયોગ આરંભ સત્ય મન પ્રયોગાદિ પદોને આશ્રીને છે. સપ્તક સંયોગ ઔદારિકાદિ કાયપ્રયોગને આશ્રીને છે, અષ્ટક સંયોગ વ્યંતરના ભેદોથી છે, નવક સંયોગ ગ્રૈવેયકના ભેદથી છે, દશક સંયોગ ભવનપતિના ભેદોથી છે, તેમાં વૈક્રિય શરીરકાય પ્રયોગ અપેક્ષાએ જાણવું. એકાદશ સંયોગ સૂત્રમાં કહ્યા નથી કેમકે પૂર્વોક્ત પદોમાં તેનો સંભવ નથી. દ્વાદશ સંયોગ કલ્પોપપન્ન દેવના ભેદને આશ્રીને વૈક્રિય શરીરકાય પ્રયોગ અપેક્ષાએ છે.
પવેસણ - નવમાં શતકના ત્રીજા ઉદ્દેશામાં ગાંગેય અણગાર કૃત નરકાદિગત પ્રવેશન વિચારમાં છે. તદનુસાર કેટલા દ્રવ્યો કહેવા? અસંખ્યાત, અનંત નારકાદિ વક્તવ્યતા આશ્રીને તે સૂત્ર છે. - X - X -
હવે આ બધાનું અલ્પબહુત્વ વિચારતા કહે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit