Pramāṇa · Search · About · API

Viyahapannatti 576

Viyāhapannatti: ṭīkānusārī vivecana 576

Language
Gujarati

576

વિવેચન :–૩૯૪
આકાર - વિશેષ તે સહિત જે બોધ, તે સાકાર અર્થાત્‌ વિશેષ ગ્રાહક બોધ. તેમાં ઉપયોગવાળા તે સાકારોપયુક્ત. તેમાં જ્ઞાની, પાંચ જ્ઞાન ભજનાવાળા છે - કદાચ બે કે ત્રણ કે ચાર કે એક. અહીં જે કદાચ એક કે બે આદિ કહ્યું, તે લબ્ધિને આશ્રીને છે. ઉપયોગાપેક્ષાએ તો એક વખતે એક જ જ્ઞાન કે અજ્ઞાન હોય. અજ્ઞાનીને ત્રણે જ્ઞાન ભજનાએ હોય. - - હવે સાકારોપયોગ ભેદને કહે છે –
તેમાં અવધિજ્ઞાન સાકારોપયુક્ત, તે અવધિજ્ઞાનલબ્ધિક માફક છે, જે પૂર્વે કહ્યા છે. તેમાં ત્રણ જ્ઞાનવાળા પહેલાં ત્રણ જ્ઞાનયુક્ત અને ચતુર્જ્ઞાની, પહેલા ચાર જ્ઞાનયુક્ત કહેવા. - - મનઃપર્યવજ્ઞાન સાકારોપયુક્ત, મનઃપર્યવજ્ઞાન લબ્ધિકવત્‌ કહ્યા. તેમાં ત્રિજ્ઞાની, મતિ, શ્રુત, મનઃપર્યવ જ્ઞાનલબ્ધિકવત્‌ કહ્યા. તેમાં ત્રિજ્ઞાની, મતિ, શ્રુત, મનઃપર્યવજ્ઞાનયુક્ત હોય, ચતુર્જ્ઞાની આદ્ય ચાર જ્ઞાનયુક્ત.
જેમાં આકાર વિદ્યમાન નથી, તે અનાકાર-દર્શન, તેનાથી યુક્ત છે તે. તેમાં જ્ઞાની છે, તે લબ્ધિ અપેક્ષાએ પાંચ જ્ઞાન ભજનાએ, અજ્ઞાનીને ત્રણ જ્ઞાન ભજનાએ. જેમ અનાકારોપયુક્ત જ્ઞાની, અજ્ઞાની કહ્યા, તે પ્રમાણે ચક્ષુદર્શનાદિ ઉપયુક્ત પણ કહેવા. વિશેષ એ કે ચક્ષુર્દર્શનેતર ઉપયુક્ત કેવલી ન હોય, તેમને ચાર જ્ઞાન ભજનાએ.
યોગદ્વારમાં-સયોગીને સકાયિકવત્‌ કહ્યા. તેથી સયોગી પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાએ કહેવા. એ રીતે મનોયોગી આદિ પણ કહેવા. કેવલીને પણ મનોયોગ આદિ હોય છે. તથા મિથ્યાદૃષ્ટિ મનોયોગાદિવાળાને ત્રણ અજ્ઞાન હોય છે. અયોગી-એક કેવળજ્ઞાની છે.
લેશ્યાદ્વારે - સલેશ્યી, સકાયિકવત્‌, ભજનાએ પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન કહેવા. કેવલીને પણ શુક્લ લેશ્યા સંભવે છે, તેથી. કૃષ્ણ લેશ્યાદિને સઈન્દ્રિયવત્‌ કહ્યા. તેમને ચાર જ્ઞાન કે ત્રણ અજ્ઞાન ભજનાએ. શુક્લલેશ્યી, સલેશ્યીવત્‌ અર્થાત્‌ પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાએ છે, અલેશ્યી સિદ્ધવત્‌ જાણવા. તેઓ એક જ્ઞાની છે.
કષાયદ્વાર - સકષાયી, સઈન્દ્રિયવત્‌. પહેલા ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાએ અકષાયીને પાંચ જ્ઞાન ભજનાએ. કેમ? છદ્મસ્થ વીતરાગ અને કેવલી અકષાયી, તેમાં છદ્મસ્થ વીતરાગને પહેલાં ચાર જ્ઞાન ભજનાએ છે અને કેવલિને પાંચમું છે - - હવે વેદદ્વાર –
સવેદીને સઈન્દ્રિયવત્‌ કહ્યા. કેવલ સિવાયના ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાએ. અવેદી અકષાયીવત્‌, ભજનાએ પાંચ જ્ઞાન કહેવા. કેમકે અનિવૃત્તિ બાદરાદિવાળા અવેદક હોય છે. તેમને ચાર જ્ઞાન ભજનાએ.
આહારકદ્વાર - ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાએ. વિશેષ આ - કેવલી પણ આહારક હોય. - X - કેવલિ સમુદ્ઘાત, શૈલેશી અવસ્થામાં અનાહારક હોય છે. - X - - - હવે જ્ઞાનગોચરદ્વાર કહે છે –

Linked texts (1)