Pramāṇa · Search · About · API

Viyahapannatti 577

Viyāhapannatti: ṭīkānusārī vivecana 577

Language
Gujarati

577

‘ભગવતી’ સૂત્ર-૩૯૫, ૩૯૬ :– [૮/૨/૩૯૫, ૩૯૬]
[૩૯૫] ભગવન્‌! આભિનિબોધિક જ્ઞાનનો વિષય કેટલો છે? ગૌતમ! સંક્ષેપથી ચાર પ્રકારે છે – દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી. દ્રવ્યથી આભિનિબોધિક જ્ઞાની આદેશથી સર્વ દ્રવ્યોને જાણે, જુએ. ક્ષેત્રથી તે સર્વક્ષેત્રને જાણે, જુએ. એ પ્રમાણે કાળથી અને ભાવથી પણ જાણવું.
ભગવન્‌! શ્રુતજ્ઞાનનો વિષય કેટલો છે? ગૌતમ! સંક્ષેપથી ચાર પ્રકારે છે - દ્રવ્યથી ઉપયુક્ત શ્રુતજ્ઞાની સર્વે દ્રવ્યો જાણે, જુએ. એ પ્રમાણે ક્ષેત્ર અને કાળથી પણ જાણવું. ભાવથી ઉતયુક્ત સર્વ ભાવ જાણે, જુએ.
ભગવન્‌! અવધિજ્ઞાનીનો વિષય કેટલો છે? ગૌતમ! સંક્ષેપથી ચાર પ્રકારે – દ્રવ્યથી અવધિજ્ઞાની રૂપી દ્રવ્યોને જાણે, જુએ એ પ્રમાણે નંદીસૂત્રમાં કહ્યા મુજબ ‘ભાવથી’ સુધી જાણવું. - - દ્રવ્યથી ઋજુમતિ અનંત અનંત પ્રદેશક આદિ ‘નંદી’ મુજબ ભાવ સુધી જાણવું.
ભગવન્‌! કેવળજ્ઞાનનો વિષય કેટલો છે? ગૌતમ! તે સંક્ષેપથી ચાર ભેદે છે - X - દ્રવ્યથી કેવળજ્ઞાની સર્વે દ્રવ્યોને જાણે, જુએ. એ પ્રમાણે કાળ, ક્ષેત્ર, ભાવથી જાણવું. - ભગવન્‌! મતિઅજ્ઞાનીનો વિષય કેટલો છે? ગૌતમ! સંક્ષેપથી ચાર ભેદે - દ્રવ્યથી તે મતિઅજ્ઞાન પરિગત દ્રવ્યોને જાણે છે, એ પ્રમાણે યાવત્‌ ભાવથી જાણવું.
ભગવન્‌! શ્રુત અજ્ઞાનનો વિષય કેટલો છે? ગૌતમ! તે સંક્ષેપથી ચાર ભેદે છે. દ્રવ્યથી શ્રુતઅજ્ઞાની શ્રુત અજ્ઞાન પરિગત દ્રવ્યોને કહે, બતાવે, પ્રરૂપે. એ પ્રમાણે ક્ષેત્રથી, કાળથી, ભાવથી કહેવું.
ભગવન્‌! વિભંગજ્ઞાનનો વિષય કેટલો કહ્યો છે? ગૌતમ! તે સંક્ષેપથી ચાર પ્રકારે છે - દ્રવ્યથી વિભંગજ્ઞાની વિભંગજ્ઞાન પરિગત દ્રવ્યોને જાણે, જુએ છે. એ પ્રમાણે કાળથી, ક્ષેત્રથી, ભાવથી જાણવું.
[૩૯૬] ભગવન્‌! જ્ઞાની, ‘જ્ઞાની’ રૂપે કેટલો કાળ રહે છે? ગૌતમ! જ્ઞાની, બે ભેદે કહ્યા. સાદિ અપર્યવસિત, સાદિ સપર્યવસિત. તેમાં જે સાદિ સપર્યવસિત છે, તે જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી સાતિરેક ૬૬-સાગરોપમ સુધી જ્ઞાની રહે. - - ભગવન્‌! આભિનિબોધિક જ્ઞાની, આભિનિબોધિક જ્ઞાનીરૂપે કેટલો કાળ રહે? (ગૌતમ!) જ્ઞાની, આભિનિબોધિક જ્ઞાની યાવત્‌ કેવળજ્ઞાની, અજ્ઞાની, મતિજ્ઞાની યાવત્‌ વિભંગજ્ઞાની, આ દશનો કાળ ‘કાયસ્થિતિ’ પદમાં કહ્યા મુજબ જાણવો તે બધાંનું અંતર ‘જીવાભિગમ’માં કહ્યા મુજબ જાણવું. બધાંનું અલ્પબહુત્વ ‘બહુવક્તવ્યતા’ પદ મુજબ જાણવું.
ભગવન્‌! આભિનિબોધિક જ્ઞાનપર્યાયો કેટલા કહ્યા છે? ગૌતમ! અનંત છે, એ જ પ્રમાણે શ્રુત યાવત્‌ કેવલજ્ઞાન પર્યાયો છે. એ પ્રમાણે મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિભંગજ્ઞાનના પર્યાયો જાણવા.
ભગવન્‌! આ આભિનિબોધિકજ્ઞાન પર્યાયો યાવત્‌ કેવલજ્ઞાન પર્યાયોમાં કોણ કોનાથી યાવત્‌ વિશેષાધિક છે? ગૌતમ! સૌથી થોડાં મનઃપર્યાયજ્ઞાન પર્યાયો છે, તેથી અવધિ૦ના અનંતગુણા, તેથી શ્રુત૦ના અનંતગુણા, તેથી આભિનિબોધિક૦ના અનંતગુણા, તેનાથી કેવળજ્ઞાનના પર્યાયો અનંતગુણા છે.
ભગવન્‌! આ મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિભંગજ્ઞાનના પર્યાયોમાં કોણ કોનાથી યાવત્‌ વિશેષાધિક છે? ગૌતમ! સૌથી થોડા વિભંગ જ્ઞાનના પર્યાયો છે, શ્રુતજ્ઞાનના પર્યાયો તેથી અનંતગુણા છે, મતિ અજ્ઞાનના પર્યાયો તેથી અનંતગુણા છે.
ભગવન્‌! આ આભિનિબોધિક વિભંગ જ્ઞાનના પર્યાયોમાં કોણ, કોનાથી યાવત્‌ વિશેષાધિક છે? ગૌતમ! સૌથી થોડાં મનઃપર્યવ જ્ઞાનના પર્યાયો છે, તેથી વિભંગજ્ઞાન પર્યાયો અનંતગુણા, તેથી અવધિજ્ઞાન પર્યાયો અનંતગુણા, તેથી શ્રુતઅજ્ઞાનના પર્યાયો અનંતગુણા, તેથી શ્રુતજ્ઞાનપર્યાયો વિશેષાધિક, તેથી મતિઅજ્ઞાન-પર્યાયો અનંતગુણા, તેથી આભિનિબોધિક જ્ઞાનના પર્યાયો વિશેષાધિક. તેથી કેવલજ્ઞાન પર્યાયો અનંતગુણા છે.
- ભગવન્‌! તે એમજ છે. (૨)

Linked texts (1)