Viyahapannatti 626
Viyāhapannatti: ṭīkānusārī vivecana 626
- Language
- Gujarati
626
‘ભગવતી’ સૂત્ર-૪૨૭ :– [૮/૯/૪૨૭]
ભગવન્! કાર્મણ શરીર પ્રયોગબંધ કેટલા ભેદે છે? ગૌતમ! આઠ ભેદે. જ્ઞાનાવરણીય યાવત્ અંતરાયિક કાર્મણ શરીર પ્રયોગબંધ.
ભગવન્! જ્ઞાનાવરણીય કાર્મણ શરીર પ્રયોગબંધ કયા કર્મના ઉદયથી છે? ગૌતમ! જ્ઞાનની - પ્રત્યનીકતા, નિહ્નવતા, અંતરાય, પ્રદ્વેષ, આશાતના, વિસંવાદન યોગથી અને જ્ઞાનાવરણીય કાર્મણ શરીર પ્રયોગ નામકર્મના ઉદયથી આ બંધ થાય છે.
ભગવન્! દર્શનાવરણીય કાર્મણ શરીર પ્રયોગબંધ કયા કર્મના ઉદયથી છે? ગૌતમ! દર્શન પ્રત્યનીકતાદિ, જ્ઞાનાવરણીય કર્મમાં કહ્યું તેમ જાણવું. વિશેષ આ – ‘દર્શન’ શબ્દ કહેવો યાવત્ દર્શનાવરણીય કાર્મણ શરીર પ્રયોગ નામકર્મના ઉદયથી આ બંધ થાય.
ભગવન્! શાતા વેદનીય કાર્મણ શરીર પ્રયોગ બંધ કયા કર્મના ઉદયથી છે? ગૌતમ! પ્રાણ-ભૂતાદિની અનુકંપાથી જેમ શતક-૭, ઉદ્દેશા-૧૦-માં કહ્યું તેમ યાવત્ અપરિતાપનતાથી, સાતા વેદનીય કાર્મણ શરીર પ્રયોગનામ કર્મથી આ બંધ થાય.
અશાતા વેદનીય પૃચ્છા. ગૌતમ! બીજાને દુઃખ દેવાથી, બીજાને શોક કરાવવાથી આદિ શતક-૭, ઉદ્દેશા-૧૦ મુજબ૦ પૂર્વવત્.
મોહનીય કાર્મણ શરીર પ્રયોગ પૃચ્છા. ગૌતમ! તીવ્ર ક્રોધ, માન, માયા, લોભ, દર્શન મોહનીય, ચારિત્ર મોહનીય વડે મોહનીય કાર્મણ શરીર યાવત્ પ્રયોગબંધ થાય.
ભગવન્! નૈરયિકાયુ કાર્મણ શરીર પ્રયોગબંધ પૃચ્છા. ગૌતમ! મહા આરંભ, મહાપરિગ્રહ, માંસાહાર, પંચેન્દ્રિયના વધથી તથા નૈરયિકાયુ કાર્મણ શરીર પ્રયોગ નામ કર્મોદયથી આ બંધ થાય.
તિર્યંચયોનિકાયુ કાર્મણશરીર પ્રયોગ પૃચ્છા. ગૌતમ! માયા, નિકૃતિ, અલિકવચન, કૂડતુલ-કૂડમાનથી તિર્યંચ યોનિક કાર્મણ શરીર યાવત્ પ્રયોગબંધ થાય. - - મનુષ્યાયુ કાર્મણશરીર પૃચ્છા. ગૌતમ! પ્રકૃતિભદ્રકતા, પ્રકૃતિવિનીતતા, દયાળુતા, અમત્સરતાથી મનુષ્યાયુ કર્મ યાવત્ પ્રયોગબંધ છે. -- દેવાયુ કાર્મણશરીર પૃચ્છા. ગૌતમ! સરાગસંયમ, સંયમાસંયમ, બાળતપોકર્મ, અકામનિર્જરાથી દેવાયુષ્ કાર્મણશરીર યાવત્ પ્રયોગબંધ થાય
શુભનામ કાર્મણશરીર પૃચ્છા. ગૌતમ! કાય-ભાવ-ભાષાની ઋજુતાથી, અવિસંવાદન યોગથી, શુભ નામકર્મ શરીર યાવત્ પ્રયોગ બંધ થાય.
અશુભનામ કાર્મણ શરીર પૃચ્છા. ગૌતમ! કાયા-ભાવ-ભાષાની વક્રતાથી, વિસંવાદના યોગથી, અશુભ નામકર્મ યાવત્ પ્રયોગબંધ થાય છે.
ઉચ્ચગોત્ર કાર્મણ શરીર પૃચ્છા. ગૌતમ! જાતિ, કુળ, બળ, રૂપ, તપ, શ્રુત, લાભ, ઐશ્વર્યનો મદ ન કરવાથી ઉચ્ચ ગોત્ર કાર્મણ શરીર યાવત્ પ્રયોગબંધ થાય.
નીચ ગોત્રકાર્મણ શરીર પૃચ્છા. ગૌતમ! જાતિ, કુળ યાવત્ ઐશ્વર્યનામપદથી આ બંધ થાય.
અંતરાયિક કાર્મણ શરીર પૃચ્છા. ગૌતમ! દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્યના અંતરાયથી અને અંતરાયિક કાર્મણ શરીર પ્રયોગ નામકર્મના ઉદયથી અંતરાયિક કાર્મણ શરીર પ્રયોગબંધ થાય.
ભગવન્! જ્ઞાનાવરણીય કાર્મણ શરીર પ્રયોગ બંધ શું દેશબંધ છે કે સર્વબંધ? ગૌતમ! દેશબંધ છે, સર્વબંધ નથી. એ પ્રમાણે યાવત્ અંતરાયિક કાર્મણ શરીર પ્રયોગબંધ જાણવો.
ભગવન્! જ્ઞાનાવરણીય કાર્મણ શરીર પ્રયોગબંધ કાળથી કેટલું હોય? ગૌતમ! તે બે ભેદે છે - અનાદિ સપર્યવસિત, કે અનાદિ અપર્યવસિત. એ પ્રમાણે જેમ તૈજસનો સ્થિતિકાળ કહ્યો તેમજ અહીં યાવત્ અંતરાયિક કર્મનો કાળ કહેવો.
ભગવન્! જ્ઞાનાવરણીય કાર્મણ શરીર પ્રયોગબંધ અંતર કાળથી કેટલું હોય? અનાદિ૦ એ પ્રમાણે તૈજસ શરીરના અંતર માફક કહેવું, એ પ્રમાણે યાવત્ અંતરાયનું કહેવું.
ભગવન્! જ્ઞાનાવરણીય કર્મના દેશબંધકાદિમાં કોણ કોનાથી યાવત્ વિશેષ છે? તૈજસ શરીરવત્ અલ્પ બહુત્વ જાણવું, એ પ્રમાણે આયુને વર્જીને યાવત્ અંતરાયનું કહેવું.
આયુનો પ્રશ્ન. ગૌતમ! સૌથી થોડા જીવો આયુના દેશબંધક, અબંધક સંખ્યાતગણા.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit