Viyahapannatti 627
Viyāhapannatti: ṭīkānusārī vivecana 627
- Language
- Gujarati
627
વિવેચન :–૪૨૭
જ્ઞાન-શ્રુતાદિની, તેના અભેદથી જ્ઞાનીની જે પ્રત્યનીકતા-સામાન્યથી પ્રતિકૂળતા. તેના વડે. શ્રુતની, શ્રુતગુરુની જે નિહ્નવતા-અપલાપ કરવો, તેના વડે. જ્ઞાનના ગ્રહણાદિમાં વિઘ્નરૂપ અંતરાય કરવો, જ્ઞાનમાં, જ્ઞાનીમાં અપ્રીતિ હોવી. જ્ઞાન કે જ્ઞાનીની આશાતના-હેલણા કરવી. જ્ઞાન કે જ્ઞાનીના વ્યભિચાર દેખાડવા માટે પ્રવૃત્તિ કરવી, આ બાહ્ય કારણોથી જ્ઞાનાવરણીય કાર્મણ શરીર બંધ. હવે અંતર કારણ કહે છે – જ્ઞાનાવરણીય હેતુત્વથી, જ્ઞાનાવરણીય લક્ષણ જે કાર્મણ શરીર પ્રયોગ નામકર્મના ઉદયથી (આ બંધ થાય.)
અહીં દર્શન એટલે ચક્ષુર્દર્શનાદિ. તીવ્ર મિથ્યાત્વ વડે. કષાય સિવાયના નોકષાયલક્ષણ ચારિત્ર મોહનીયથી, તીવ્ર ક્રોધાદિ વડે - કષાય ચારિત્ર મોહનીય પૂર્વે કહ્યું છે. મહારંભ - અપરિમિત કૃષિ આદિ આરંભ વડે. મહાનિયડિલ્લયા. નિકૃતિ - વંચન અર્થે પ્રવૃત્તિ, અર્થાત્ માયાપ્રચ્છાદન, કોઈ કહે છે – અતિ આદર કરીને બીજાને ઠગવા. પ્રકૃતિ ભદ્રકતા - સ્વભાવથી બીજાને ન અનુતાપીને, અનુકંપા વડે, માત્સર્ય-બીજાના ગુણોને સહન ન કરવા તે.
શુભનામ-દેવગતિ આદિ. કાયઋજુતા-બીજાને ન ઠગવારૂપ કાયચેષ્ટાથી, ભાવઋજુતા-બીજાને ન ઠગવારૂપ મનોપ્રવૃત્તિ. ભાષાઋજુતા-ભાષામાં આર્જવતાથી. અવિસંવાદણ - અન્ય રીતે પ્રાપ્તને અન્યથા કરવું, તદ્રૂપ યોગ-વ્યાપાર તે વિસંવાદન, તો નિષેધથી અવિસંવાદન યોગ, તેના વડે. અહીં કાયઋજુતાદિ ત્રણ વર્તમાનકાળ આશ્રયી છે, અવિસંવાદનયોગ અતીત-વર્તમાનકાળ આશ્રયી છે.
અશુભનામકર્મ-નરકગત્યાદિ. - - કાર્મણ શરીર પ્રયોગ બંધ પ્રકરણ, તૈજસ શરીર પ્રયોગ બંધ પ્રકરણવત્ જાણવું. જે વિશેષ છે, તે કહે છે – આનો આયુબંધ સૌથી થોડો છે કેમકે બંધકાળનું થોડાપણું અને અબંધકાળનું બહુપણું છે. તેનાથી અબંધક સંખ્યાતગણા (શંકા) તેના અબંધકને અસંખ્યાતગણા કેમ ન કહ્યા? - X - કહે છે – આ સૂત્ર અનંતકાયિકોને આશ્રીને છે. અનંતકાયિકા સંખ્યાતજીવિકા જ છે. તે આયુષ્ય બંધક તેના દેશબંધકથી સંખ્યાતગણાં જ થાય. જો અબંધક સિદ્ધાદિ તેમાં મુકીએ તો પણ સંખ્યાતગણાં જ છે. કેમકે સિદ્ધાદિ અબંધક અનંતા હોવા છતાં અનંતકાયિકાયુ બંધકાપેક્ષાથી અનંત ભાગ જ થાય. - X - X - ઔદારિકાદિને બીજા પ્રકારે કહે છે–
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit