Viyahapannatti 628
Viyāhapannatti: ṭīkānusārī vivecana 628
- Language
- Gujarati
628
‘ભગવતી’ સૂત્ર-૪૨૮ :– [૮/૯/૪૨૮]
ભગવન્! જે જીવને ઔદારિક શરીરનો સર્વબંધ છે, તે હે ભગવન્! વૈક્રિય શરીરનો બંધક છે કે અબંધક? આહારક શરીરનો બંધક છે કે અબંધક? ગૌતમ! બંધક નથી, અબંધક છે. તે તૈજસ શરીરનો બંધક છે કે અબંધક? ગૌતમ! બંધક છે, અબંધક નથી. જો બંધક છે, તો દેશબંધક કે સર્વબંધક? ગૌતમ! દેશબંધક છે, સર્વબંધક નથી. કાર્મણ શરીરનો બંધક કે અબંધક? તૈજસ૦ મુજબ જાણવું.
ભગવન્! જેને ઔદારિક શરીરનો દેશબંધ છે, તે હે ભગવન્! વૈક્રિય શરીરનો બંધક કે અબંધક? ગૌતમ! બંધક નથી, અબંધક છે. એ રીતે સર્વબંધ માફક દેશબંધ પણ કહેવો યાવત્ કાર્મણ.
ભગવન્! જે વૈક્રિયશરીરનો સર્વબંધક છે. તે ભગવન્! ઔદારિક શરીરનો બંધક કે અબંધક? ગૌતમ! બંધક નથી, અબંધક છે. આહારક શરીર પણ એમજ છે. તૈજસ અને કાર્મણમાં ઔદારિકમાં કહ્યા મુજબ અહીં કહેવું. યાવત્ દેશબંધક છે, સર્વબંધક નથી.
ભગવન્! જે વૈક્રિયશરીરનો દેશબંધક છે, તે ભગવન્! ઔદારિક શરીરનો બંધક છે કે અબંધક? ગૌતમ! બંધક નથી, અબંધક છે. એ રીતે જેમ સર્વબંધ કહ્યો, તેમજ દેશબંધ પણ કાર્મણ સુધી કહેવો.
ભગવન્! જે આહારક શરીરનો સર્વબંધક છે, તે ભગવન્! ઔદારિક શરીરનો બંધક છે કે અબંધક? ગૌતમ! બંધક નથી, અબંધક છે. એ રીતે વૈક્રિય પણ કહેવું. તૈજસ, કાર્મણમાં ઔદારિકવત્ કહેવું.
ભગવન્! જે આહારક શરીરના દેશ બંધક છે, તે ભગવન્! ઔદારિક શરીરના૦? આહારક શરીરના સર્વબંધક માફક કહેવું. - X -
ભગવન્! જે તૈજસ શરીરના દેશબંધક છે, તે ઔદારિક શરીરના બંધક કે અબંધક? ગૌતમ! બંધક કે અબંધક હોય. જો બંધક હોય તો દેશબંધક કે સર્વબંધક? ગૌતમ! બંને હોય. વૈક્રિય શરીરના બંધક કે અબંધક? એ પ્રમાણે જ. એ રીતે આહારક શરીરમાં પણ છે. કાર્મણ શરીરના બંધક કે અબંધક? ગૌતમ! બંધક, અબંધક નહીં. જો બંધક હોય તો દેશબંધક કે સર્વબંધક? ગૌતમ! દેશબંધક છે, સર્વબંધક નથી. ભગવન્! જે કાર્મણ શરીરના દેશબંધક છે, તે ઔદારિક શરીરના? તૈજસની માફક જ કાર્મણની વક્તવ્યતા કહેવી. યાવત્ તૈજસ શરીરના યાવત્ દેશબંધક, સર્વબંધક નહીં.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit