Pramāṇa · Search · About · API

Viyahapannatti 629

Viyāhapannatti: ṭīkānusārī vivecana 629

Language
Gujarati

629

વિવેચન :–૪૨૮
એક સમયે ઔદારિક અને વૈક્રિયનો બંધ ન હોય, તેથી ‘નોબંધક’ કહ્યું. એ રીતે આહારક પણ જાણવું. તૈજસ હંમેશાં સાથે રહે છે, માટે દેશબંધકથી બંધક કહ્યા. એ રીતે કાર્મણશરીર પણ છે.
આ પ્રમાણે ઔદારિક સર્વબંધને આશ્રીને બાકીના બંધોને ચિંતવવા આ દંડક કહ્યો. પછી દેશબંધક આશ્રીને કહ્યું. હવે વૈક્રિયના સર્વબંધને આશ્રીને બાકીના બંધની વિચારણાનો દંડક છે. તેમાં ઔદારિક શરીર સર્વબંધકનો તૈજસ-કાર્મણનું દેશબંધકત્વ કહ્યું. તેમ વૈક્રિયશરીરનું પણ સર્વબંધક-દેશબંધકત્વ કહેવું. - X -
તૈજસ દેશબંધક દંડકે ઔદારિક શરીરનો બંધક કે અબંધક કહ્યો. તેમાં વિગ્રહગતિમાં અબંધક, અવિગ્રહમાં ફરી બંધક. તે ઉત્પત્તિ ક્ષેત્રે પ્રથમ સમયે સર્વબંધક, પછી દેશબંધક. એ રીતે કાર્મણ શરીરમાં પણ જાણવું. - - હવે ઉક્ત વિષયમાં અલ્પ બહુત્વ કહે છે –

Linked texts (1)