Viyahapannatti 636
Viyāhapannatti: ṭīkānusārī vivecana 636
- Language
- Gujarati
636
વિવેચન :–૪૩૧
આરાહણા - નિરતિચારપણે અનુપાલના, તેમાં જ્ઞાન પાંચ પ્રકારે અથવા શ્રુત, તેની કાળ આદિ ઉપચારકરણરૂપ આરાધના. દર્શન -સમ્યક્ત્વ, તેની આરાધના-નિશંકિતપણું આદિ તેના આચારની અનુપાલના ચારિત્ર - સામાયિકાદિની નિરતિચાર આરાધના. ઉત્કૃષ્ટ જ્ઞાનારાધના, જ્ઞાનકૃત્ય અનુષ્ઠાનોમાં પ્રકૃષ્ટ પ્રયત્નતા. તેમાં મધ્યમ પ્રયત્ન, તે મધ્યમા. તેમાં અલ્પ પ્રયત્ન, તે જઘન્યા. એ પ્રમાણે દર્શનારાધના અને ચારિત્રારાધના જાણવી. હવે ઉક્ત આરાધના ભેદોના પરસ્પર ઉપનિબંધને જણાવતા કહે છે –
જઘન્ય અને ઉત્કર્ષ એવી તે જઘન્યોત્કર્ષા, તેના નિષેધથી અજઘન્યોત્કૃષ્ટ અર્થાત્ મધ્યમા. ઉત્કૃષ્ટ જ્ઞાન આરાધના વાળો જ આદ્ય દર્શનારાધનમાં હોય તથા સ્વભાવથી બીજી ન હોય.
ઉત્કૃષ્ટ દર્શન આરાધનાવાળાને જ જ્ઞાન પ્રત્યે ત્રણ પ્રકારે પણ પ્રયત્નનો સંભવ છે. ત્રણે પ્રકારે તે આરાધનાની ભજના છે.
ઉત્કૃષ્ટ જ્ઞાન-ચારિત્ર આરાધના સંયોગ સૂત્રમાં-જેને ઉત્કૃષ્ટા જ્ઞાનારાધના, તેને ચારિત્રારાધના ઉત્કૃષ્ટા કે મધ્યમા હોય, ઉત્કૃષ્ટ જ્ઞાનારાધનાવાળા જ ચારિત્ર પ્રતિ તેના સ્વભાવથી અલ્પતમ પ્રયત્નવાળા થતાં નથી. ઉત્કૃષ્ટ ચારિત્રારાધનાવાળાને જ્ઞાન પ્રતિ ત્રણે પ્રયત્નો ભજનાએ હોય છે. તેનો સૂત્રમાં અતિદેશ કર્યો છે.
ઉત્કૃષ્ટ દર્શન-ચારિત્ર આરાધના સંયોગ સૂત્રમાં-જેને ઉત્કૃષ્ટા દર્શનારાધના છે, તેને ચારિત્રારાધના ત્રણે પણ ભજનાએ છે. ઉત્કૃષ્ટ દર્શનારાધનાવાળો જ ચારિત્ર પ્રતિ પ્રયત્નમાં ત્રણેમાં પણ અવિરુદ્ધ હોય છે. ઉત્કૃષ્ટા ચારિત્રારાધનામાં ઉત્કૃષ્ટા દર્શનારાધના હોય જ. કેમકે પ્રકૃષ્ટચારિત્ર, પ્રકૃષ્ટ દર્શનનું અનુગત હોય.
હવે આરાધના ભેદનું ફળ દર્શાવતા કહે છે – ઉત્કૃષ્ટા જ્ઞાનારાધના આરાધીને તે જ ભવગ્રહણથી સિદ્ધ થાય છે. ઉત્કૃષ્ટા ચારિત્ર આરાધનાના સદ્ભાવે સૌધર્માદિ દેવલોકોપક દેવો મધ્યે ઉત્પન્ન થાય છે. મધ્યમા ચારિત્રારાધનાના સદ્ભાવે ગ્રૈવેયકાદિમાં ઉત્પન્ન થાય છે. મધ્યમોત્કૃષ્ટ ચારિત્રારાધન સદ્ભાવે એમ જ છે. ઉત્કૃષ્ટા દર્શનારાધનાથી તે જ ભવગ્રહણથી સિદ્ધ થાય છે. અર્થાત્ તેની તે જ ભવે સિદ્ધિ થાય છે. ચારિત્રારાધનામાં તેમાં ઉત્કૃષ્ટ અને મધ્યમા કહેવાથી આમ કહ્યું છે. ઉત્કૃષ્ટા ચારિત્રારાધનાથી પણ તે જ ભવે સિદ્ધ થાય. માત્ર કેટલાંક ‘કલ્પોપકમાં જાય’ અહીં તે ન કહેવું ઉત્કૃષ્ટ ચારિત્રારાધનાવાળા સૌધર્માદિ કલ્પમાં ન જાય, તેમ કહેવું. સિદ્ધિ ગમન અભાવે તેમનું અનુત્તરમાં ગમન થાય છે. - X -
મધ્યમ જ્ઞાનારાધના સૂત્રમાં મધ્યમત્વ જ્ઞાનારાધના આશ્રીને તે જ ભવે નિર્વાણનો અભાવ છે. ભાવમાં ઉત્કૃષ્ટ અવશ્ય હોવું જોઈએ, એમ જાણવું. અન્યથા નિર્વાણ પ્રાપ્તિ ન થાય. અધિકૃત્ મનુષ્ય ભવ અપેક્ષાએ, બીજા મનુષ્ય ભવથી કે ત્રીજા મનુષ્ય ભવથી થાય. આ ચારિત્રારાધના સંવલિત જ્ઞાનારાધનાની વિવક્ષા કરી.
જઘન્યારાધનાને આશ્રીને કેમ અન્યથા કહે છે? સાત-આઠ ભવ ગ્રહણને અતિક્રમતો નથી. કેમકે ચારિત્રારાધનાનું જ આ ફળ કહ્યું છે – જેમકે કહ્યું છે કે – ‘ચારિત્રમાં આઠ ભવ.’ શ્રુત, સમ્યક્ત્વ, દેશવિરતિમાં અસંખ્યાત ભવો કહ્યા છે. તેથી ચારિત્ર આરાધના રહિત જ્ઞાનદર્શનારાધના અસંખ્યાત ભાવવાળી પણ થાય, માત્ર આઠ ભવવાળી નહીં. - - જીવ પરિણામ કહ્યા, હવે પુદ્ગલના–
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit